બા એકલા જીવે

June 8th, 2010 by pravinash Leave a reply »

       હા, બા એકલી કેવી સુંદર રીતે જીવી શકે.

       જમાનાને પહેચાની, તેની સાથે કદમ મિલાવી

       ચાલવામા અને જીવવામા મજા છે.  

                       બા એકલી જીવે છે

                        ખુમારીભેર જીવે છે

                        પ્રભુ ભજન કરે છે.

                         મનગમતું શીખે છે

                       બાળકોને શિખવાડે છે

        જુવાનીમા ઘોંઘાટ ચારેકોર વરતાતો

        ૨૪ કલાકનો દિવસ બાને ટુંકો લાગતો

       ચાર વાગતાં સવાર પડતી ૯ વાગે નસકોરાં

              બા સહુની સગવડ હરપળ સાચવતા

        સમયની આવનજાવનમા બા આજે મુસ્કાયે

        સંસ્કારી બાળકો તેના આજે પ્યારથી પાય પખાલે

       સમયની શરમ સાચવી બા આજે ગૌરવભેર એકલા જીવે

       સંતોષની લાગણી ઉરે ધરી બા પ્રેમથી માનભેર એકલા જીવે

       જરૂરત પડ્યે એક્મેકની પડખે રહેતા સલાહસંપે બા એકલા જીવે

       ગૌરવવંતી બા હસે હસાવે ‘બાપુની’ લીલીવાડી ભાળી એકલા જીવે.

Advertisement

1 comment

  1. સાચી ખુમારી સાચી સમજણ તો જ બા ગૌરવભેર એકલા જીવી શકે જે તમે જીવી બતાવ્યું છે. ખરેખરે બા જમાનાને પહેચાની ચાલવામા અને જીવવામા મજા છે.

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.