ત્રીજે માળવાળી બા

September 25th, 2007 by pravinash Leave a reply »

પારો આજે ખૂબ ખુશ હતી. આમ પણ પારોનો સ્વભાવ ખૂબ સુંદર. જો તમે તેનું મોઢું વિલાયેલું જુઓ તો થશે આજે સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો છે? કારણ પણ ખુશ
થવા જેવું જ હતું. એની લાડકી દિકરીને પહેલે ખોળે દિકરો અવતર્યો હતો.. પેંડા બનાવવામાં મશગુલ પારો ગુનગુનાતી હતી. ‘ તમે મારા દેવના દીધેલ છો, આવ્યા
ત્યારે અમર થઈને રહો.’
અમર બોલીને તેને પોતાની ‘અમરતબા જે ત્રીજે માળવાળી બા ‘ તરીકે તે ઓળખતી હતી તે યાદ આવી ગયા. પારો પેંડા વાળતાં વાળતાં ભૂતકાળમાં સરી પડી. અમરતબાને
તે ખૂબ વહાલી હતી. જ્યારે પણ ગામ જવાનું થાય ત્યારે કંઇકને કંઇક તે બહાનું જ શોધતી હોય. દોડીને અમરતબા પાસે પહોંચી જાય. બાના નયનમાંથી નિતરતો પ્રેમ આજે પણ તેની
આંખ સમક્ષ તરવરી ઉઠે. અમરતબા તેના વહાલા પૂજ્ય પિતાજીની દાદીમા થાય. મુંબઈની રીત પ્રમાણે તે ઘર કે જ્યાં અમરતબા રહેતા તે બે માળનું હતું . ભોંયતળીયે મારા દાદીમા રહે,
પહેલે માળે દાદીકાકી રહે અને એકદમ ઉપર બંનેના સાસુમા એટલે મારા અમરતબા.
અમરતબા દેખાવે ખૂબ રૂપાળા, એકદડીના રોજ માથે બેડું મૂકીને વાડીકૂવે પાણી ભરવા જાય. મારી યાદ પ્રમાણે તેઓ ૮૫ થી ૯૦ની ઉમરના હશે. ધીરી પણ સુંદર ચાલ. બેડું તેમણે પકડવું પણ ન પડે. અધ્ધર માથા પર લઈને ચાલે. પાછા બે દાદર પણ ચઢે. ધીરે ધીરે તેમનું કામ કરે. હું જાંઉ ઍટલે કહેશે, પારો બેટા ચવાણું ખાઈશ? એમના ચવાણાની મિઠાશ આજે પણ આ લખતાં હું માણું છું.
મુંબઈથી લાવેલો મેવો તેમને પહોંચાડવાની જવાબદારી મારી. મેવો એટલે ફળફળાદી અને સૂકો મેવો. જેવાંકે બદામ, પીસ્તા, દરાખ, એલચી વિ. લઈને જાઊં એટલે કહેશે તાતી મા આવે ત્યારે અચૂક તે લાવે. પારો બેટા ‘તું દાદીને આપવા આવે અને મારો લાલો લહેરથી આરોગે.’ બેટા પ્રભુ તને ખૂબ ખુશ રાખશે. તું તારી દાદીની, દાદીકાકીની, મારી બધાની ખૂબ લાગણી કરે છે.’
નાની બાળા પારો સમજે બહુ છું પણ પ્રેમથી બધાનાં કામ દોડી દોડીને કરે. આજે મમ્મી બજારમામ્થી કેરી લાવી હતી . ઉનાળાની ઋતુમાં દેશમાં જવાનું થાય એટલે અમરતબાને મઝા પડે. તેમને કેરી ખૂબ ભાવે. મારી મા પણ મોટીબાને કેરી મોકલાવે, દાદીકાકીને અને મારા વહાલા અમરતબાને. મોટીબા ઍટલે મારા દાદીમા અને અમરતબાને ઝાઝી મોકલે. દાદીકાકીને તેમના દિકરા મોકલે તેથી બહુ ન રાખે. આજે કેરી આપવા ગઈ હતી. અમરતબાને પાણી ભરવા જતા જોયા પણ ન હતા. સવારથી થતું હતું કેમ આજે બા કેમ ન દેખાયા. મમ્મીએ સવારથી રોટલી કરવા બેસાડી હતી તેથી કામ પુરું કર્યા વગર ન જવાય.
આજે બા સવારથી ઉઠ્યા ન હતા. ‘બા હું તમને અડકું’? મેં પૂછ્યું . બા મરજાદી હતા. મરજાદી એટલે સેવા કરતા હોય ઠાકોરજીની ત્યારે કોઈને પણ અડકે નહી. બા કહે હાબેટા. મારી આંખમાં ઝળઝળિયા આવી ગયા. બ કહે બેટા, કાલે ઠાકોરજી માટે પેંડા બનાવતી હતી. તમે બધા મુંબઈથી આવો, એટલે મારે મન આનંદ હોય, તેથી ઠાકોરજીને ખૂબ ભાવ્તી સામગ્રી બનાવું . પણ હવે ઉમર થઈ ને કામ કરતા કોઈ વાર દાઝી જવાય.
પારો આજે હરખના પેંડા બનાવતી હતી ને અમરતબા યાદ આવી ગયા.દિકરો આવ્યો હતો, દાદીમા થઈ હતી.

———-

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.