શ્રાદ્ધ September 27, 2007
Posted by pravinash in : ચિંતન લેખ , add a comment શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાધ્ધ કહેવાય. પછી તે અમૂક દિવસોમાં જ
કરવાનું હોય કે અમૂક સમયે તે અગત્યનું નથી.
હિંદુ પંચાંગ અને પરંપરા મુજબ ભાદરવાની પૂનમથી ભાદરવાની અમાસ
એ શ્રાધ્ધના દિવસો ગણવામાં આવે છે. એ દિવસો દરમ્યાન કુટુંબમાંથી
ગુમાવેલ પ્યારી વ્યક્તિઓને યાદ કરી તેમના ગુણોનું ગાન કરીએ છીએ.
રૂઢીચુસ્ત લોકો તેમને ભાવતા ભોજન જમે છે. બ્રાહ્મણોને દાન કરે છે. પીંડ
પૂરે છે. તેઓને તર્પણ કરે છે.
શ્રધ્ધા પૂર્વક વિછડેલાને યાદ કરી . તેઓ જ્યાં પણ હોય ત્યાં
શાંતિથી હોય તેવી પ્રાર્થના. કોઈના પણ વગર દોનિયા અટકી નથી અને
અટકવાની પણ નથી. આજે તમે છો, કાલે આપણે સર્વેએ એજ રસ્તે જવાનું
છે એ યાદ રહે. આ દુનિયામા જન્મ તેનું મૃત્યુ નક્કી છે. આપણે સર્વે આ
ફાની દુનિયાના મુસાફરો છીએ તે યાદ શ્રાધ્ધના દિવસો અપાવે છે..


Powered By