Archive for September, 2007

હાથ ઝાલો

September 22nd, 2007

શ્રીજીબાવા મારો હાથ તમે ઝાલો
સહારા વિના હું ભટકી ન જાંઉ
હાથ તમે ઝાલો ને મારગડો બતાવો
દિશા શૂન્ય છું ભટકી ન જાંઉ
તમારે સહારે આ જીવન ઉજાળું
હાથ ઝાલીને મંઝીલ પામું
લક્ષ ચોર્યાસીના ફેરાફરીને
પામી છું આ જીવન રૂપાળું
સત્ય સમજાવોને ભક્તિ બઢાવો
તમારાવીના ભટકી ન જાંઉ
વિશ્વાસ તમારો અહર્નિશ મુજને
દ્રઢતા મારી તમમાં વધારો
શરણે તમારે આવી છે દાસી
હાથ ઝાલીને તેને સ્વિકારો

હું મળી

September 21st, 2007

આજે ચાલતા ચાલતા ભર બઝારે હું જીવનને મળી

જવાની ઢળીને વાનપ્રસ્થને આરે હું જીવનને મળી

બગીચાને સીંચતો માળી રિસાણો ફુલડાંને હુ મળી

જીવનના રંગ રુપ જુદાં સંધ્યા ટાણે ચાંદોને હું મળી

જીવન કવનની મુરઝાયેલ ખોબલા ભર કળીને મળી

ગીચોગીચ મેદની વચ્ચે સાલોં બાદ સખીને હું મળી

ઉગતા સૂરજને પૂજતા લક્ષ્મીચંદોને રાહે હું મળી

આશા નિરાશાના તાંતણે પ્રિતમની આશને હું મળી

જીવનના આરે આવી મૃત્યુના ઓવારા ને હું મળી

ચિત્ર દોર્યું આજે

September 21st, 2007

ચિત્ર એક દોર્યું મેં આજે
પૂર્યા રંગ તેમાં મેં સાંજે

નથી ચોક કે પીંછીં મેં લીધી
છતાં તે દીસે સુંદર ને ગાજે
એકે લીંટીં નથી મેં ભૂસી
રંગોની નથી મિલાવટ કીધી

જિંદગીનું ચિત્ર જાતે દોરાતું
નવી લીટી નથી ઉમેરાતી
જૂની લીંટી નથી ભૂંસાતી
દોરાય જાતે છતાં કહું આજે
ચિત્ર એક દોર્યું મેં આજે

મગ અને બટાટા ના વડા

September 20th, 2007

યાદ રહે , ખાવામાં સ્વાદિષ્ટ
પચવામાં હલકા

સામગ્રી

૧ વાટકી મગ પલાળવા અને શણગાવવા.
૧ રતલ બટાકા
લીલા આદુ મરચાં વાટેલા,
ગરમ મસાલો
કોથમીર ઝીણી કાપેલી
લીંબુ યા લીબુના ફૂલ
મીઠું સ્વાદ પ્રમાણે
આરારાનો લોટ
તેલ ( તળી પણ શકાય, યા તવી પર પણ કરાય.)
રીતઃ
પહેલાં બટાકા ને બાફી તેનો માવો તૈયાર કરો.
શણગાવેલા મગ ને તેમામ ઉમેરો, સાથે બધો
મસાલો પણ કરી લેવો. જેથી બટાકાને વારં વાર
હલાવવા નપડે.
તવામાં તેલ ગરમ મૂકવું તળ્યા પછી ગળી
અને તીખી ચટણી સાથે ખૂબ મજેથી માણવા.

આપણે બધા વજનનુ ખ્યાલ રાખતા થઈ ગયા
છીએ તેથી તવી પર કરેલાં પણ સારા લાગે છે.

બનાવો, ખાવ અને માણો.

શ્રી કૃષ્ણઃ શરણં મમ્

September 20th, 2007

શ્રી કૃષ્ણઃ શરણં મમ્ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શ્રી મહાપ્રભુજી એ આપ્યો મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શ્રી કૃષ્ણમાં સ્થાપ્યું મન શ્રી કૃષ્ણઃ શરણં મમ્
દિલના તાપ સમાવે મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
વૈષ્ણવ જનને વહાલો મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
સર્વ જગતમાં વ્યાપક મત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
દૂર કરે મનડાના ભ્રમ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શંકા ના કર તેમાં ક્ષણ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
તું પામીશ કૃષ્ણ કેરું ધન શ્રી કૃષ્ણઃ શરણં મમ્
કૃષ્ણનું સ્વિકાર શરણ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શ્રી મહાપ્રભુજી એ આપ્યો મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.