સારું થયુ ગાંધી

September 29th, 2007 by pravinash Leave a reply »

૨જી ઓક્ટોબર, ૨૦૦૭ પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મ
દિવસ. હ્યુસ્ટનમાં તો ખૂબ શાનદાર રીતે ઉજવાય છે.એને
દુનિયાભરમાં ‘શાંતિ દિન’તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
પણ જ્યારે પ્યારા બાપુની વાત નિકળે છે અને લોકોના
મુખ પરના ભાવ પલટાય છે તે જોઈ હ્રદયમાં ચિત્કાર ઉઠે
છે અને મનમા ને મનમા થાય છે “સારું થયું બાપુ તમને
ગોડસેએ ગોળીથી વિંધ્યા”.
આ શબ્દો લખતાં હૈયું છલની થઈ જાય છે. નાનપણથી
પૂજ્ય ગાંધીબાપુની વાત, તેમની જીવન શૈલી, તેમના
સત્યના પ્રયોગો બધુ ખૂબ ગમતું . અરે ભૂતકાળ નથી હજુ
પણ ગમે છે. પણ ૨૧મી સદીના નામ હેઠળ આજે એમની
વાતો પાયા વગરની , વજૂદ વગરની ગણવામાં આવે છે
ત્યારે દુઃખ થાય છે. ‘સત્ય’ ની કોઈ કિંમત નથી. ડગલેને
પગલે ‘અસત્યમેવ જયતે’ જણાય છે. ભૌતિકતાની પાછળ
ભાગતો સમાજ આંધળી દોટ મૂકી રહ્યો છે. દિશા શૂન્ય માનવ
અથડાય છે, પછડાય છે છતાંય પાઠ ભણવામા નાકામ છે.
‘પરદેશી માલની હોળી’ એ શબ્દો હાસ્યાસ્પદ બની ચૂક્યા
છે. ભારતમાં જઈએ અને કહીએ કે હિંદુસ્તાનમાં ઉત્પન્ન થયેલી
વસ્તુ જોઈએ તો લોકો તમને એવી નજરે જુએ કે જાણે તમે ગાંડા
તો નથી ને. માતૃભાષાનો આગ્રહ તમને ગામડિયામા ખપાવવા
પૂરતો છે. દારૂ નથી પીતા તો તમે ૧૭મી સદીના છો.
બાપુ, આ તમારા ભારતમાં અરે ભૂલી આપણા ભારતમાં શું
ચાલી રહ્યું છે. જો તમે વધુ જીવ્યા હોત તો તમારી કેવી અવદશા
કરી હોત. નૌઆખલીના કોમી રમખાણો જોઈ તમે કેટલા અપવાસ
કર્યા હતા. આજે એવી અવદશા છે કે તમારે ગળે ધાનનો કોળિયો
પણ ન ઉતરત.
બાપુ, ભાવનગરમાં ‘ગાંધી સ્મૃતિ’ ના દર્શન કર્યા. કેવું સુંદર
પવિત્ર સ્થળ પણ કવી બિસ્માર હાલત. આ એજ દિવસ છે જ્યારે
થાય છે રામ રાજ્ય ભારતમાં તુલસીદાસના રામાયણમા વાચ્યું હતું.
આજે રાવણ રાજ્ય ભારતમાં અસ્તિત્વમાં છે.

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.