હસવાની મનાઈ છે September 23, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , trackback સરદારજીઃ પરીક્ષામાં તૈયારી કરી ન હતી.
હવે શુ? ફળદ્રુપ ભેજું. ખિસામાંથી
સિક્કો કાઢ્યો,માંડ્યા ઉછાળવા.
ચટ પડે તો હા, પટ પડે તો ના.
શિક્ષકઃ ખૂબ હોંશિયાર હતા. સમજી ગયા
કે આમને વતાવવામાં માલ નથી.
બધો તાલ જોઈ રહ્યા.
સરદારજીઃ અડધા કલાકમાં તમાશો પૂરો કર્યો.
ફરી કલાક પછી નાટક શરૂ.
શિક્ષકઃ મનમાં, આ વળી કેમ ચાલુ થયું.
સરદારજીને, તમારું જવાબનું
પેપર મને આપીને જઈ શકો છો.
સરદારજીઃ બસ પંદર મિનિટ, હું જવાબ તપાસી
લંઉ. સિક્કો ઉછાળી જવાબ તપાસતા
હતા.


Powered By
Comments»
no comments yet - be the first?