Archive for April, 2007

વિરામ

April 6th, 2007

images58.jpg

            પ્રભુ આ તારી સૃષ્ટિમા તને વિરામ ક્યારે છે
             બનાવી જીવની ઝંઝાળ પ્રભુ તેં હાથ ધોયા છે

    બસ તેં આ સૃષ્ટિ બનાવી, બધું કમપ્યુટરમાં ભરી તું નિરાંતની નિદર
    લઈ રહ્યો છે. જનમ થી મરણ બધું જ તારી મરજી પ્રમાણે થાય. માણસે
   ખાલી પ્રયત્નો કરવાના. તારી આજની કાલ કોઈ દી’ થતાં ભાળી છે.
     શ્વાસ પણ માનવી ગણેલાં જ લે છે. ભલેને કસરત કરતો હોય કે પછી
   ખાવામાં ખૂબ ચોક્કસ હોય. જનમની સાથે જ શ્વાસ લેવાનાં, રડીને તારાથી
  દૂરી પ્રગટ કરવાની. ભૂખ લાગે એટલે માને બાઝવાનું. તારે છે કોઈ ચીંતા. હજુ
  તો કશું જ ભાન ન હોય ત્યાં ખાવા પીવાથી માંડીને નિકાલ ની પણ ચીંતા.
     ન બોલતા આવડે, ન ચાલતા ,રડવા માટે પણ સવારકે સાંજ નહીં જોવાના.
  થોડા ઘણા મોટા થઈએ એટલે ભણવું, રમવું તોફાન નહી કરવાના. તું કહે તને
   શું શું ગણાવું. પરણવાનું, નોકરી કે ધંધો કરવાનું. બાળકો થાય તેમની પરવરીશ
  કરવાની. તેમને પરણાવવાના , ઘરમાં ક્યાં જમાઈ આવે ક્યાં વહુ. તારે તો બસ માણસ
  ઘડીને હાથ ધોવાના.
    હજુતો ખરી વિપદા હવે આવવાની. ઘડપણ ને ગુજારવાનું. ગમે તેટલા સારા હો કે
  ન હો ઘરડા જુવાનોને આંખમાં કણાની જેમ ખૂંચે. તુ બધાને સમયસર તેડાવતો હોય
  તો કેવું સારું .
    ખેર તું તો ત્રણ ભુવનનો રાજા, તને શું કહેવું.તારી મરજી અમે તો તારા ચિટ્ટીના   
    ચાકર. સમય મળ્યે વિચાર કરી જોજે.       

લોટરી લાગી ગઈ

April 5th, 2007

images13.jpg

  ડોકટર મહેતા અને રંમણભાઈ શાળા સમયના મિત્ર.આજે તો બંનેના બાળકો
 પણ ઘરસંસાર માંડીને સ્થાયી થઈ ગયા હતા. રમણભાઈ ના નસિબે યારી
 આપી હતી. છતાંય તેમને લાખોપતી થવાનો અભરખો હતો. સૂરા કે સુંદરી
 કોઈ ખરાબ આદત ન હતી. પણ ખરાબ કહો તો ખરાબ અને સારી કહો તો
 સારી,લોટરી ખરીદતાં. દર મહિનાની પહેલી તારીખે ૨૦૦ થી ૪૦૦ રૂપિયા
 વાપરી નાખતાં. રેણુકાબહેન ઝઘડો અચૂક કરે રમણભાઈ તેમની મનાવી
 લેવા માટે પાવરધા થઈ ગયા હતા.
  બાળકો અલગ હતા તેથી ધંધાનો ભાર તેમના માથે હોય તે સ્વાભાભિવક
  છે. ધંધો બહોળો હતો તેથી સમેટતા બે પાંચ વર્ષ સહેજે નિકળી જશે એમ
 તેમને લાગતું. તેના ભારને લઈને રમણભાઈને હ્રદય રોગ નો હુમલો આવી
 ગયો. ડોકટર મહેતા દરરોજ સવારે પોતાના દવખાને જતા પહેલાં એક આંટો
 આવી જતા. મિત્રને હસાવી સારા મિજાજમાં રાખતા. રેણુકાબહેન  અગ્રહ
 પૂર્વક ચાપાણી ને નાસ્તો કરાવીને જ જવા દેતા. તેમના પ્યાર આગળ આ
 રોજનો ક્રમ થઈ ગયો.
   રમણભાઈને સારું લાગતું હતું. વીસેક દિવસના સંપૂર્ણ આરામ પછી આજે
  પહેલીવાર બહાર નિકળ્યા. ગાડી સીધી લોટરીવાળા ને ત્યાં જઈને ઊભી રખાવી.
 આજની લીધેલી લોટરી હતી પણ પચાસ લાખની. આજે ખુશમિજાજમાં પાંચસો
 રૂપિયાનું પાણી કરી નાખ્યું. રેણુકાબહેને નારાજી દર્શાવી લોટરીની ટિકિટૉ તેમની
 પાસેથી ખુંચવી લીધી. રમણભાઈ કશું બોલ્યા વગર ચૂપચાપ આરામ કરવા જતા
  રહ્યા. હવે સારું લાગતુ હતું તેથી ડોકટર રોજ ન આવતા.
  લોટરીનું પરિણામ બહાર આવ્યું. રિસાયેલા રમણભાઈ એ એકપણ હરફ તે બાબત
    માટે ન ઉચ્ચાર્યો. રેણુકાબહેન પણ કાંઈ ન બોલ્યા. સાંજ પછી તેમને દયા આવી
   ને પરિણામ સાથે ટિકિટ મિલાવી તો આભા થઈ ગયા. ૫૦ લાખનું ઈનામ લાગ્યું
  હતું. ખરેખર ગભરાઈ ગયા. શું કરવું તેની મુંઝવણ સતાવવા લાગી.તેમને ડોકટર
  મહેતા યાદ આવી ગયા. ઘરમાં ફોન હતો છતાં બહાર જઈ ને રમણભાઈને ખબર
  ન પડે તેથી ફોન કર્યો. ડોકટર પણ વાત સાંભળીને ખુશ થયા અને કહે આજે સમય
  નથી ‘હું કાલે સવારે વહેલો આવીશ અને વાતનો દોર મારા હાથમાં લઈશ,ભાભી
  તમે ચીંતા ન કરતાં. એક વાત યાદ રાખજો આ વાત હમણાં કોઈને કરશો નહીં.
 તમારા બાળકોને પણ નહીં.’
   રેણુકાબહેન સવારની કાગડોળે રાહ જોતા હતા. સવારે ડોકટરને જોઈ રમણભાઈ
  બોલ્યા,’અલ્યા મહેતા મારી તબિયત સારી છે શું મને પાછો માંદો કરવો છે?.’
 ડોકટર સ્વાભાવિક પણે કહે’મારે રેણુકાબહેનના હાથનો ચા નાસ્તો કરવો હતો તેથી
  થયું લાવ આંટો મારી આવું. કેમ ખરું ને ભાભી?.’ કહી જોરથી હસી પડ્યા.
   ચા નાસ્તાને ન્યાય આપી તપાસવાના બહાને બધાને ઓરડાની બહાર કાઢ્યા.
 વાતમાંથી વાત કરતાં કહે અલ્યા’ રમણ તું આ વખતે લોટરી લાવ્યો કે નહીં?
 રમણ કહે તું વાત છોડને યાર તેમાં તો રેણુ મારા પર નારાજ છે. ડોકટર કેવી
 રીતે વાત કરવી તેની મુંઝવણમાં હતા. અચાનક પૂછી બેઠાં ‘અલ્યા તને ૫૦
  લાખની લોટરી લાગે તો તું શું કરીશ.’
   પળનો પણ વિલંબ કર્યા વગર રમણભાઈ બોલી ઉઠયા ‘અડધા તને આપીશ.’
  વિચાર કરો વાચક મિત્રો ડોકટર મહેતા પથારીમા ફસડાઈ ————–.
 

શીંગોડા

April 3rd, 2007

images8.jpg 

   કદી લીલા અને કો’કદી કાળા
   ખાધા કદી એ મીઠા  શીંગોડા
   માણવી મજા તેની દેશ રે જાજો
   બહુ ન ખવાય તો ૧૦૦ ગ્રામ લેજો
   હાથ ખરડજો ને મોઢામાં ભરજો
   પછી તેની મઝા ભરપેટ માણજો
   શું કરું વાત તમને હું સ્વાદની
   મુખમાં મારા છે ભીનાશ તેની
   સામેથી આવે પેલા જેઠ જેઠાણી
   કેમ બોલું ને કેમ વંદુ સ્મિતથી
   લાજી મરું  ને નયનો ઝુકાવું
   માણું  મિઠાશ પેલા શિંગોડાની
   વાત ખાનગી આપણી વચ્ચેની
 
   
  

‘ખાંડવી’

April 2nd, 2007

images1.jpg    

ઘણાં બધાની ફરિયાદ સાંભળી છે કે ખાંડવી ખૂઊઊઊઊઊઊઊઊઊઊઊબ  અઘરી છે.
જો આમાં દર્શાવેલી રીત અજમાવશો તો ૧૦૦  ૦/૦ ખાંડવી  સરસ થશે. તેની હું તમને ખાત્રી આપું છું.
  
    સામગ્રીઃ

૧. કપ ચણાનો લોટ
૧/૨.  કપ ખાટું  દહીં
૧/૨.   ચમચી મીઠું ( સ્વાદ પ્રમાણે) 
૧ ૧/૨  કપ પાણી
૨.  લીલા મરચા,
નાનો કટકો આદુ, વઘાર માટે રાઈ, તેલ ઝીણી સમારેલી કોથમરી. હીંગ વઘાર માટે  જો ભાવતી હોય તો.

   બનાવવાની રીતઃ

1. પ્રેશર કુકરમા, પાણી મુકી કાંઠો મૂકવો.
2. અંદર સમાય એવી તપેલીમાં ચણાનો લોટ,દહીં ,૧ ૧/૨ કપ પાણી(દોઢ કપ પાણી) મીઠું, વાટેલા આદુ મરચા બધુ ભેગુ કરી રવૈયા થી એકરસ કરવું.
3. તૈયાર કરેલું મિશ્રણ કુકર માં ઢાંકીને ત્રણ સીટી વાગવા દેવી.
4. કુકર ઠંડુ થાય એટલે ચાર સ્ટીલની થાળી માં ચમચા વડે ખાંડવી નો લોટ પાથરવો. ચાર થાળીમાં  નાખશો ત્યારે જેમાં પહેલું નાખ્યુ હશે તેને હાથે થી ફેલાવવું જેથી ખાડવી પતળી પથરાશે.
5. અંદર બહાર બંને બાજુ પાથરી પાંચ મિનિટ ઠંડુ થવા દેવું . આખો વિટો વાળી એક સરખા ટૂકડા કરવા.
6.પછી સરસ પીરસવાના કચોળા માં ગોઠવી ઉપર વઘાર પાથરી કોથમરી ભભરાવવી.

ફક્ત ૨૦ મિનિટમાં ખાંડવી તૈયાર થઈ જશે. ખૂબ સ્વાદિષ્ટ  અને પચવામાં હલકી.    

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help