Archive for April 5th, 2007

લોટરી લાગી ગઈ

April 5th, 2007

images13.jpg

  ડોકટર મહેતા અને રંમણભાઈ શાળા સમયના મિત્ર.આજે તો બંનેના બાળકો
 પણ ઘરસંસાર માંડીને સ્થાયી થઈ ગયા હતા. રમણભાઈ ના નસિબે યારી
 આપી હતી. છતાંય તેમને લાખોપતી થવાનો અભરખો હતો. સૂરા કે સુંદરી
 કોઈ ખરાબ આદત ન હતી. પણ ખરાબ કહો તો ખરાબ અને સારી કહો તો
 સારી,લોટરી ખરીદતાં. દર મહિનાની પહેલી તારીખે ૨૦૦ થી ૪૦૦ રૂપિયા
 વાપરી નાખતાં. રેણુકાબહેન ઝઘડો અચૂક કરે રમણભાઈ તેમની મનાવી
 લેવા માટે પાવરધા થઈ ગયા હતા.
  બાળકો અલગ હતા તેથી ધંધાનો ભાર તેમના માથે હોય તે સ્વાભાભિવક
  છે. ધંધો બહોળો હતો તેથી સમેટતા બે પાંચ વર્ષ સહેજે નિકળી જશે એમ
 તેમને લાગતું. તેના ભારને લઈને રમણભાઈને હ્રદય રોગ નો હુમલો આવી
 ગયો. ડોકટર મહેતા દરરોજ સવારે પોતાના દવખાને જતા પહેલાં એક આંટો
 આવી જતા. મિત્રને હસાવી સારા મિજાજમાં રાખતા. રેણુકાબહેન  અગ્રહ
 પૂર્વક ચાપાણી ને નાસ્તો કરાવીને જ જવા દેતા. તેમના પ્યાર આગળ આ
 રોજનો ક્રમ થઈ ગયો.
   રમણભાઈને સારું લાગતું હતું. વીસેક દિવસના સંપૂર્ણ આરામ પછી આજે
  પહેલીવાર બહાર નિકળ્યા. ગાડી સીધી લોટરીવાળા ને ત્યાં જઈને ઊભી રખાવી.
 આજની લીધેલી લોટરી હતી પણ પચાસ લાખની. આજે ખુશમિજાજમાં પાંચસો
 રૂપિયાનું પાણી કરી નાખ્યું. રેણુકાબહેને નારાજી દર્શાવી લોટરીની ટિકિટૉ તેમની
 પાસેથી ખુંચવી લીધી. રમણભાઈ કશું બોલ્યા વગર ચૂપચાપ આરામ કરવા જતા
  રહ્યા. હવે સારું લાગતુ હતું તેથી ડોકટર રોજ ન આવતા.
  લોટરીનું પરિણામ બહાર આવ્યું. રિસાયેલા રમણભાઈ એ એકપણ હરફ તે બાબત
    માટે ન ઉચ્ચાર્યો. રેણુકાબહેન પણ કાંઈ ન બોલ્યા. સાંજ પછી તેમને દયા આવી
   ને પરિણામ સાથે ટિકિટ મિલાવી તો આભા થઈ ગયા. ૫૦ લાખનું ઈનામ લાગ્યું
  હતું. ખરેખર ગભરાઈ ગયા. શું કરવું તેની મુંઝવણ સતાવવા લાગી.તેમને ડોકટર
  મહેતા યાદ આવી ગયા. ઘરમાં ફોન હતો છતાં બહાર જઈ ને રમણભાઈને ખબર
  ન પડે તેથી ફોન કર્યો. ડોકટર પણ વાત સાંભળીને ખુશ થયા અને કહે આજે સમય
  નથી ‘હું કાલે સવારે વહેલો આવીશ અને વાતનો દોર મારા હાથમાં લઈશ,ભાભી
  તમે ચીંતા ન કરતાં. એક વાત યાદ રાખજો આ વાત હમણાં કોઈને કરશો નહીં.
 તમારા બાળકોને પણ નહીં.’
   રેણુકાબહેન સવારની કાગડોળે રાહ જોતા હતા. સવારે ડોકટરને જોઈ રમણભાઈ
  બોલ્યા,’અલ્યા મહેતા મારી તબિયત સારી છે શું મને પાછો માંદો કરવો છે?.’
 ડોકટર સ્વાભાવિક પણે કહે’મારે રેણુકાબહેનના હાથનો ચા નાસ્તો કરવો હતો તેથી
  થયું લાવ આંટો મારી આવું. કેમ ખરું ને ભાભી?.’ કહી જોરથી હસી પડ્યા.
   ચા નાસ્તાને ન્યાય આપી તપાસવાના બહાને બધાને ઓરડાની બહાર કાઢ્યા.
 વાતમાંથી વાત કરતાં કહે અલ્યા’ રમણ તું આ વખતે લોટરી લાવ્યો કે નહીં?
 રમણ કહે તું વાત છોડને યાર તેમાં તો રેણુ મારા પર નારાજ છે. ડોકટર કેવી
 રીતે વાત કરવી તેની મુંઝવણમાં હતા. અચાનક પૂછી બેઠાં ‘અલ્યા તને ૫૦
  લાખની લોટરી લાગે તો તું શું કરીશ.’
   પળનો પણ વિલંબ કર્યા વગર રમણભાઈ બોલી ઉઠયા ‘અડધા તને આપીશ.’
  વિચાર કરો વાચક મિત્રો ડોકટર મહેતા પથારીમા ફસડાઈ ————–.
 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.