Archive for April 18th, 2007

જિવન કેવું હતું?

April 18th, 2007

83z8vca0mkb0oca8htxbica8qjfr1caflzg1scaa51gcncaukehjmcakgg6ircag0rjawca2hl12jcaz437nucat9f1lncalmrcvjca6vsuscca3et28icarhgkgdcawfon9fca4hjgb9ca1rqqvq.jpg

જનમ ધરી આ વિશાળ પટ પર
કોઈનું સુખ દુખ પૂછ્યું હતું
દર્દ અને વિયોગ ને ટાણે
કોઈનું આંસુ લુછ્યું હતું
મનવા તારું જિવન કેવું હતું?

સત્ય અને અસત્યની ગુંચમાં
પ્રેમ નું પલ્લું ઝુક્યું હતું
વાણી અને વર્તનના વિલાસે
મૌનનું મંદિર ખુલ્યું હતું
મનવા તારું જિવન કેવું હતુ?

પાપ અને પુણ્યને મારગડે
કેડી તેં કોતરાવી હતી
ભાવ અને ભક્તિમા ભળી
નૈયા તેં ઝુકાવી હતી
મનવા તારું જિવન કેવું હતું?

માન મર્યાદાનો પડદો
નટ બની ચીર્યો હતો
સૃષ્ટિના સમરાંગણમાં તું
સ્વાર્થની બાજી ખેલ્યો હતો
મનવા તારું જિવન કેવું હતું?

કાળજાની કોરમાં કોઈના
દિલની વાતો ભરી હતી
અપંગ બિમારોને ભાળી
નયણે નીર તેં ભર્યું હતું
મનવા તારું જિવન કેવું હતું?

ધૈર્ય અને ધિરજને ધારી
પ્રકાશ તેં ફેલાવ્યો હતો
દિવાદાંડીને આદર્શ માની
લક્ષ્ય તારું તે સાધ્યુ હતું
મનવા તારું જિવન કેવું હતું?

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.