કદી લીલા અને કો’કદી કાળા
ખાધા કદી એ મીઠા શીંગોડા
માણવી મજા તેની દેશ રે જાજો
બહુ ન ખવાય તો ૧૦૦ ગ્રામ લેજો
હાથ ખરડજો ને મોઢામાં ભરજો
પછી તેની મઝા ભરપેટ માણજો
શું કરું વાત તમને હું સ્વાદની
મુખમાં મારા છે ભીનાશ તેની
સામેથી આવે પેલા જેઠ જેઠાણી
કેમ બોલું ને કેમ વંદુ સ્મિતથી
લાજી મરું ને નયનો ઝુકાવું
માણું મિઠાશ પેલા શિંગોડાની
વાત ખાનગી આપણી વચ્ચેની