પાણીનો પરપોટો
વાયે વાયુ થાતો મોટો
અસ્તિત્વથી હરખાતો
વાયુ સંગે લહેરાતો
મંદ મંદ મુસ્કાતો
જાણે જગમાં ન તેનો જોટો
સૂરજ કિરણ સંગે ગેલ કરતો
મેઘધનુની સંગે રમતો
ઘડીમાં ડાબે ઘડીમાં જમણે
હિલોળા લઈ હરખાતો
આ શું અચાનક
ભમ્
હતો ન હતો પરપોટો
માનવ તુજને સાદ દેતો
જીવનનું સત્ય સમજાવતો
ક્યારે ભમ્ કે ઠપ્ થવાનો
હરખીલે તું છે દિવાનો
તારે સારું સંદેશ કહેવાનો
તારું જીવન છે પરપોટો
પાણી નહીં તું ઈશનો ફોટો
પરપોટો
January 11th, 2007 by pravinash Leave a reply »
Advertisement