મોરપીંછ

January 11th, 2007 by pravinash Leave a reply »

cawge3ss.jpg 

મોરપીંછ

મોર ના પીંછા ચીતરવા ના પડે
ઈંડા મહીં તે ચીતરલ જડે
બાળક જન્મે ન ન્યાત જાત નું વરણ
ધર્મ ને નામે ન કોઇ ભારણ
બાળપણ ગુજર્યું વિના કોઇ કારણ
વિદ્યાલયની પદવી પીંછું બન્યું સુહાગન
જીંદગી ધીરે ધીરે એવી ગુજરે
પીંછા પર નવલા રંગ ચીતરે
રંગબેરંગી પીછા સુહાના
નિત્ય નવીન લાગે મઝાના
મહાવિદ્યાલયની ઉપાધી મળી
પીંછામાં ગુલાબી ઝાંય ભળી
લગ્ન થયા પીંછું ભારી થયું
દાંપત્ય જીવને મઘમઘતું બન્યું
પીંછાના રંગમાં મોહકતા ભળી
તેને નજાકતતાની ઝલક મળી
બાળકોના આગમને કલગી ઉગી
ઘરની ભુમી રણઝણી ઉઠી
કાર્યદક્ષતાથી પ્રગતિ સાંપડી
ગાડી બંગલાની પીંછ વળ ચડી
પીંછુ તો ભાઈ બસ પીંછું
હલકું સુંદર સુહાનું પીંછુ
ના ગુમાન ના ગુરુર
હરહંમેશ મનગમતું મધુર

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.