વિણેલા મોતી

September 25th, 2007 by pravinash No comments »

અપેક્ષા ઈચ્છાને પોષે છે.

ઈચ્છા અનર્થનું મૂળ છે.

અહં ઈચ્છાનું ઉદભવ સ્થાન છે.

સ્વાર્થ અહંને સીંચે છે.

માનવ જીવન સ્વાર્થના પાયા પર નહીં,

સમતાના નક્કર પાયા પર ઉભેલી હોવૉ જરૂરી છે.

બાળપણ

September 24th, 2007 by pravinash No comments »

બાળપણાની ગાંડી ઘેલી યાદો

વાવા ગામના રાજાની, રાણીની , દાસીના, વાળ પરના, જંતુના પગ પરની
ચોંટેલી ધુળની વાહ રે વાહ.

‘લીમડી ગામે ગાડી મલી’
બંને બાજુથી વાંચો.

” કલકત્તાવાળા કાંતીકાકાએ કાનપુરવાળા કમળાકાકીને
કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢવા
કાચનું કચોળું કાઢો.”

નવું નવું અંગ્રેજી શીખતાં હતા.

અંગ્રેજી કરો.

ચાલતા ચાલતા નદી આવી.

walking walking comming river.

લડતા લડતા શિવાજી રંગમાં આવી ગયા.

fighting fighting shivaji came in color.

દેશ માટે મરી ફીટો.

country die for.

આવું તો ઘણુ બધું છે. ફરી મળીશું.

બસ ચાલ્યા કરો

September 23rd, 2007 by pravinash No comments »

બસ ચાલ્યા કરો જીંદગી સફળ કરવી છે ?

રસ્તા સીધા નહીં વાંકાચૂકા હશે!

હર વળાંકે નિષફળતા રાહ જોતી હશે !

ચઢાણ યા ઉતરાણ પાર કરવા પડશે !

અથડામણ થાય ત્યારે મિત્રો મળશે !

દુશમનો લાલબત્તી બતાવતા ઉભા હશે !

સાવધાનીથી પરિવારમાં વર્તવું પડશે !

ત્યારે જીંદગીનું ચિત્ર છેકછાક વગરનું કુદરતી રીતે દોરાશે !

હવે એ સફળ છે કે નિષ્ફળ તે નક્કી કરનાર આપણે કોણ ????????????

હસવાની મનાઈ છે

September 23rd, 2007 by pravinash No comments »

સરદારજીઃ પરીક્ષામાં તૈયારી કરી ન હતી.
હવે શુ? ફળદ્રુપ ભેજું. ખિસામાંથી
સિક્કો કાઢ્યો,માંડ્યા ઉછાળવા.
ચટ પડે તો હા, પટ પડે તો ના.

શિક્ષકઃ ખૂબ હોંશિયાર હતા. સમજી ગયા
કે આમને વતાવવામાં માલ નથી.
બધો તાલ જોઈ રહ્યા.

સરદારજીઃ અડધા કલાકમાં તમાશો પૂરો કર્યો.
ફરી કલાક પછી નાટક શરૂ.

શિક્ષકઃ મનમાં, આ વળી કેમ ચાલુ થયું.
સરદારજીને, તમારું જવાબનું
પેપર મને આપીને જઈ શકો છો.

સરદારજીઃ બસ પંદર મિનિટ, હું જવાબ તપાસી
લંઉ. સિક્કો ઉછાળી જવાબ તપાસતા
હતા.

હાથ ઝાલો

September 22nd, 2007 by pravinash No comments »

શ્રીજીબાવા મારો હાથ તમે ઝાલો
સહારા વિના હું ભટકી ન જાંઉ
હાથ તમે ઝાલો ને મારગડો બતાવો
દિશા શૂન્ય છું ભટકી ન જાંઉ
તમારે સહારે આ જીવન ઉજાળું
હાથ ઝાલીને મંઝીલ પામું
લક્ષ ચોર્યાસીના ફેરાફરીને
પામી છું આ જીવન રૂપાળું
સત્ય સમજાવોને ભક્તિ બઢાવો
તમારાવીના ભટકી ન જાંઉ
વિશ્વાસ તમારો અહર્નિશ મુજને
દ્રઢતા મારી તમમાં વધારો
શરણે તમારે આવી છે દાસી
હાથ ઝાલીને તેને સ્વિકારો

હું મળી

September 21st, 2007 by pravinash No comments »

આજે ચાલતા ચાલતા ભર બઝારે હું જીવનને મળી

જવાની ઢળીને વાનપ્રસ્થને આરે હું જીવનને મળી

બગીચાને સીંચતો માળી રિસાણો ફુલડાંને હુ મળી

જીવનના રંગ રુપ જુદાં સંધ્યા ટાણે ચાંદોને હું મળી

જીવન કવનની મુરઝાયેલ ખોબલા ભર કળીને મળી

ગીચોગીચ મેદની વચ્ચે સાલોં બાદ સખીને હું મળી

ઉગતા સૂરજને પૂજતા લક્ષ્મીચંદોને રાહે હું મળી

આશા નિરાશાના તાંતણે પ્રિતમની આશને હું મળી

જીવનના આરે આવી મૃત્યુના ઓવારા ને હું મળી

ચિત્ર દોર્યું આજે

September 21st, 2007 by pravinash No comments »

ચિત્ર એક દોર્યું મેં આજે
પૂર્યા રંગ તેમાં મેં સાંજે

નથી ચોક કે પીંછીં મેં લીધી
છતાં તે દીસે સુંદર ને ગાજે
એકે લીંટીં નથી મેં ભૂસી
રંગોની નથી મિલાવટ કીધી

જિંદગીનું ચિત્ર જાતે દોરાતું
નવી લીટી નથી ઉમેરાતી
જૂની લીંટી નથી ભૂંસાતી
દોરાય જાતે છતાં કહું આજે
ચિત્ર એક દોર્યું મેં આજે

મગ અને બટાટા ના વડા

September 20th, 2007 by pravinash No comments »

યાદ રહે , ખાવામાં સ્વાદિષ્ટ
પચવામાં હલકા

સામગ્રી

૧ વાટકી મગ પલાળવા અને શણગાવવા.
૧ રતલ બટાકા
લીલા આદુ મરચાં વાટેલા,
ગરમ મસાલો
કોથમીર ઝીણી કાપેલી
લીંબુ યા લીબુના ફૂલ
મીઠું સ્વાદ પ્રમાણે
આરારાનો લોટ
તેલ ( તળી પણ શકાય, યા તવી પર પણ કરાય.)
રીતઃ
પહેલાં બટાકા ને બાફી તેનો માવો તૈયાર કરો.
શણગાવેલા મગ ને તેમામ ઉમેરો, સાથે બધો
મસાલો પણ કરી લેવો. જેથી બટાકાને વારં વાર
હલાવવા નપડે.
તવામાં તેલ ગરમ મૂકવું તળ્યા પછી ગળી
અને તીખી ચટણી સાથે ખૂબ મજેથી માણવા.

આપણે બધા વજનનુ ખ્યાલ રાખતા થઈ ગયા
છીએ તેથી તવી પર કરેલાં પણ સારા લાગે છે.

બનાવો, ખાવ અને માણો.

શ્રી કૃષ્ણઃ શરણં મમ્

September 20th, 2007 by pravinash No comments »

શ્રી કૃષ્ણઃ શરણં મમ્ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શ્રી મહાપ્રભુજી એ આપ્યો મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શ્રી કૃષ્ણમાં સ્થાપ્યું મન શ્રી કૃષ્ણઃ શરણં મમ્
દિલના તાપ સમાવે મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
વૈષ્ણવ જનને વહાલો મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
સર્વ જગતમાં વ્યાપક મત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
દૂર કરે મનડાના ભ્રમ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શંકા ના કર તેમાં ક્ષણ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
તું પામીશ કૃષ્ણ કેરું ધન શ્રી કૃષ્ણઃ શરણં મમ્
કૃષ્ણનું સ્વિકાર શરણ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શ્રી મહાપ્રભુજી એ આપ્યો મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્

છતી આંખે નિહાળ્યું

August 1st, 2007 by pravinash 2 comments »

images35.jpg        

          ભારતમાં બે મહિનાથી છું. વરસાદની મૌસમ પૂર બહારમાં ખિલી છે.
   રસ્તામાં ક્યાંય કાદવ નથી. ઘરેથી છત્રી લઈને નિકળું ત્યારે વરસાદનો
    છાંટો પણ પડતો નથી. આકાશ સ્વચ્છ હોય, સુરજ દેવતાના દર્શન થતા
     હોય અને ખરીદી કરવા બહાદુરની જેમ નિકળું ત્યારે બોલો વરસાદ ધોધમાર
     ટૂટી પડે.
           દિલ્હીમા ચાલતી બ્લુલાઈનની બસ દર બીજે દિવસે એક રસ્તે ચાલતા
     બાળકને યા યુવાનને કચડી નાખે, વિરોધ થાય છતાં બસ બેધડક રસ્તા
     ઉપર દોડે. સાસરિયાના ત્રાસથી કંટાળેલી પૂજા અર્ધનગ્ન દશામાં પ્રધાનના
     બંગલાની સામે ઉભી હોય. કોલેજમાં દાખલો ન મળવાથી યુવાન આત્મહત્યા
     કરે.
            ઝુંપડપટ્ટીમાં રહેતો સોળ વર્ષનો યુવાન માને નોકરી કરવાની ના પાડે.હું
     ઘર ચલાવીશ.એમ ગર્વથી કહે. આપણા દેશની માટીમાં જરૂર કાંઈ છે અંહી
     કોઈ અજાણ્યું ન લાગે. ભાવનગરમાં કોઈ પણ ઘરે પથ્થર ફેંકો, એ ઘર કવીનું
     જ હોઈ શકે. રીક્ષા ચલવનાર વ્યક્તિ ખૂબ જ પ્રમાણિક હોય.
              બાળાઓ માં અધિકારની જાણકારી હોય. ભય નામની ચીજથી અજાણ હોય.
    પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ હોય. નૃત્યમાં પારંગતા હોય. ઘરની અંદર પુસ્તકાલયમાં
     ભારતના વિધવિધ પ્રાંતના મહાપુરૂષની સુંદર તસ્વીર હોય.
            ‘લગે રહો મુન્નાભાઈ’ ને જામીન ઉપર છોડવાની ના સાંભળવી પડે. અને આખરે
     સ્ત્રી ભારતની પહેલી રાષ્ટ્રપતી બને.  ‘પ્રતિભા પાટીલ’    

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.