યોગ સાધના—૫

November 15th, 2009 by pravinash No comments »

યોગ સાધના—૫

સૂત્રઃ  ૧૬  તત્પરં પુરૂષખ્યાતેર્ગુણવૈતૃષ્ણયમ

                तत्परं पुरूषख्यातेर्गुणवैतृष्ण्यम

              આત્મજ્ઞાનથી કુદરતના અસ્તિત્વ વિશે

              જાણવા ઉત્કંઠા રહેતી નથી. એ શહુથી

             ઉત્તમ અનાસક્તિ છે.

             અનાસક્તિ એ સ્વાર્થ વૃત્તિ નથી. આત્માની

              પહેચાન એટલે અહંકાર અને ‘હું’ પણાનો ત્યાગ.

સૂત્રઃ ૧૭  વિતર્કવિચારાનન્દાસ્મિતાનુગમાત સમ્પ્રજ્ઞાતઃ

                 वितर्कविचार्नन्दास्मितानुगमात सम्प्रज्ञातः

                 એકજ પદાર્થ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાથી

             ચાર તબક્કામાંથી પસાર થાય છે પરીક્ષા,

             વિવેક,આનંદ્થી ભપૂર શાતિ અને સ્વ્પ્રત્યે

             સજાગતા.

 સૂત્રઃ ૧૮ વિરામપ્રત્યાભ્યાસપૂર્વઃ સંસ્કારશેષઃ અન્યઃ

                 विरामप्रत्याभ्यासपूर्वः संस्कारशेषः अन्यः

                   એકગ્રતાની અન્ય પધ્ધતિ છે જેમા અંતર

                  કોઈ પદાર્થ ઉપર કેંન્દ્રિત હોતું નથી.

               માત્ર અંતરના કોઇ ખૂણે તેની છાપ સંઘરાયેલી

              હોવાથી શેકાલા બી સમાન.  જેની સતત હાજરી

              મનના તરંગોમા અનાસ્ક્ત રીતે સંતાયેલી જણાય.

                  પ્રકૃતિથી પર તેનું અસ્તિત્વ હોય. આ છે યોગનો

              આખરી તબક્કો. જન્મો જનમ તે સંસ્કાર માનવમા

               રહેલા જણાય છે.જ્યારે આ સંસ્કાર સમાપ્ત થાય

                પછી જનમ લેવો પડતો નથી. આ સંસ્કાર એટલે

               આપણા પૂર્વ “કર્મો”.

 સૂત્રઃ ૧૯ ભવ-પ્રત્યયો વિદેહ- પ્રકૃતિલયાનામ

                 भव-प्रत्ययो विदेह-प्रकृतिलयानाम

                  જ્યારે આવું કેન્દ્રિયકરણ અનાસક્તિ

               અને અજ્ઞાન સાથે સંકળાયેલું હોતું નથી

                ત્યારે જનમ અને મરણથી પર થઈ

                કુદરતમા વિલિન થઈ જાય છે. મન

            અને દર્પ ઉપરનો સંયમ કુદરત સાથે

            ઐક્યતા અર્પણ કરે છે. આત્મા સાથેનું

            મિલન જ મોક્ષ નું કારણ છે,

  સૂત્રઃ ૨૦  શ્રધ્ધા-વીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞા-પૂર્વક

                  ઇતરેષામ  

                 श्रध्धा-वीर्य-स्मृति-समाधि-प्रज्ञा-पूर्वक

                  इतरेषाम

                   એકાગ્રતાથી   આધ્યાત્મિકતામાં સંપૂર્ણાતા

                  શ્રધ્ધા,શક્તિ,યાદદાસ્ત, ,પ્રજ્ઞા અને 

                  તેજસ્વીતા  દ્વારા પ્રાપ્ત થાય છે.  

                      શ્રધ્ધા એટ્લે અંધ વિશ્વાસ નહી. શક્તિ

                   એટલે આળસપણાનો અભાવ, જેનાથી

                   જીવનમા માર્ગ દર્શન પ્રાપ્ત થાય.

                   પ્રજ્ઞા અને તેજસ્વિતા વધે.

હસવાની મનાઈ છે——–

November 12th, 2009 by pravinash No comments »

 આજે મને જવાબ મળ્યો

  મુલ્લા દાઢી કેમ રાખે છે?——

  દિમાગમાંથી બુદ્ધિ ધીરે ધીરે ટપકે ઍટલે.

 સરદારજી દાઢી અને વાળ બંને વધારે છે—-

 બુદ્ધિ માથાના વાળથી અને દાઢીના વાળથી ઝરે.

 તેથી તો તેમના પર પુષકળ હાસ્ય રસના ટૂચકા છે.

 યુવાનોને માથે ટાલ કેમ હોય છે?——

 મધ્હ્યાનના સૂરજની માફક તેમેની બુદ્ધિ

 ઝળહળતી હોય છે.

  અમુક ઉંમર પછી ટાલ કેમ હોય છે———

  બુદ્ધિનું સામ્રાજ્ય પૂરા મસ્તિષ્ક ઉપર વિસ્તરેલું

  હોય છે.

યોગ સાધના- ૪

November 12th, 2009 by pravinash No comments »

     

યોગ સાધના- ૪

સૂત્રઃ ૧૧ અનુભૂતવુષયાસમ્પ્રમોષઃ સ્મૃતિઃ

                  अनुभूतविषयासम्प्रमोषः स्मृतिः

                જ્યારે પદાર્થ સામે આવે ત્યારે ભૂલાય

               નહી પણ અંતરમા તેની યદ તાજી થાય.

                 યાદદાસ્ત એ વિચારોનો પ્રકાર છે. જેમકે

                 ઘણી વાર સ્વપના દ્વારા સ્મૃતિ પમાય છે.

સૂત્રઃ  ૧૨  અભ્યાસવૈરાગ્યાભ્યાં તન્નિરોધઃ 

                  अभ्यास्वैराग्याभ्यां तन्निरोधः

                 અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેના

                  પર અંકુશ લાવી શકાય છે.

 સૂત્રઃ ૧૩  તત્ર સ્થિતૌ યત્નો અભ્યાસઃ

                   तत्र स्थितौ यत्नो अभ्यासः

                   વારંવાર તેનું શિસ્તબધ્ધ આચરણ

                    કાયમ માટે મનના વિચારો પર

                  અંકુશ આણે છે.

 સૂત્રઃ ૧૪     સ તુ દીર્ઘકાલનૈરન્તર્યસત્કારાસેવિતો દ્રુઢભૂમિઃ

                   स तु दीर्घकालनैरन्तर्यस्त्कारासेवितो द्रढभुमिः

                  લાંબા કાળ દરમ્યાન વિના વિઘ્ને અને પૂર્ણ પણે

                 દિલ  મૂકીને અભ્યાસ કરવાથી તે દઢતા પૂર્વક સ્થિર

                 થાય છે.

 સૂત્રઃ ૧૫  દષ્ટાનુશ્રવિકવિષયવિતૃષ્ણસ્ય વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ

                 दष्टानुशविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम

                  અનાસક્તિ એ પોતાની શક્તિ છે. જોએલી અને સાંભળેલી

                ઈછાઓથી મુક્તિ. ઈચ્છા ઉપર નિયંત્રણ આવે ત્યાર પછી

               આધ્યાત્મિકતા આચર્વી અનુકૂળ પડે. મન તેનાથી અશાંત

               અને આળું બને છે. તેથી ઈચ્છા પર અંકુશ આવશ્યક છે.

પોઢ્યા

November 11th, 2009 by pravinash No comments »

 

નિર્દોષ ગોળીએ વિંધાયા

દોષિત દવાખાનામા પામે સરભરા

જુવાનો કબરે પોઢ્યા

ગુન્હેગાર ક્યારે પામશે કારાગાર

કોડ તેમના અધૂરા

સુણાય છે છાના સિસકાર

ક્યાંનો છે ન્યાય

હવે બદલાય છો કારોબાર

બે આંસુની અંજલી

જાણવા ઉત્સુક તેના સમાચાર

 

   તેર જુવાનિયા ચીર નિદ્રામા ‘પોઢ્યા’

હૈયુ  હાથ ન રહ્યું. ક્યારે જગમાંથી આવો

કાળોકેર મટશે?

બાલિકા

November 9th, 2009 by pravinash No comments »

કળી જેવી એ સુંદર બાલિકા

   પળભરમાં રોળાઈ ગઈ

મધુરી મુસકાન હોઠે બાલિકા

  ક્ષણભરમાં વિલાઈ ગઈ

વાંક શું હતો કુમળી બાલિકા

  ટુકડાઓમાં વહેંચાઈ ગઈ

માની મમતા, રડતી આંખો બાલિકા

  હૈયાને હચમચાવી ગઈ

પાશવી કૃત્યનું આચરણ બાલિકા

   મોતને શરમાવી ગઈ

  છેલ્લા ચાર દિવસથી ટીવી પર આવતા ‘સમર”

વીષેના સમાચાર જોતાં પેન આ  વ્યથા લખવાને

મજબૂર બની.

યોગ સાધના-૩

November 9th, 2009 by pravinash No comments »

યોગ સધના-૩

સૂત્રઃ ૬       પ્રમાણ-વિપર્યય-વિકલ્પ-નિદ્રા-સ્મૃતયઃ

                    प्रमाण-विपर्यय-विकल्प-निद्रा-स्मृतयः

                   પાંચ જાતના વિચાર ના તરંગ છે, સાચું જ્ઞાન,

                  ખોટું જ્ઞાન,(જડતા) વિકલ્પ, નિદ્રા અને યાદદાસ્ત.

                    વિચાર પોતે દુખદાયક આ સુખદાયક હોવા કરતા

                    તે જે સાથે તાણી લાવે છે તે હાની કરતા હોય છે. જેવું

                    કે અજ્ઞાન, બંધન યા તો બૂરી આદત.   

સૂત્રઃ ૭        પ્રત્યક્ષાનુમાનાગમાઃ પ્રમાણાનિ

                   प्रत्यक्षानुमानागमाः प्रमाणानि.

                 જે સાચું જ્ઞાન છે તે જ્ઞાનેન્દ્રિય દ્વારા

                 મળે છે. ઓ તેમાં કોઈ ભેળસેળ યા

               પૂર્વાગ્રહ ન ભળ્યા હોય તો. દાઃતઃ આપણા

                વેદ, ઊપનિષદ, ગીતા, રામાયણ વિ. વિ.

સૂત્રઃ ૮     વિપર્યયો મિથ્યાજ્ઞાનમતદ્રૂપપ્રતિષ્ઠમ

                 विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम

                    જ્યારે ખોટા જ્ઞાનના પાયામાં વસ્તુ

                 પ્રત્યેનો અભિગમ તથા સ્વભાવ કારણ-

                 ભૂત  હોયછે. દાઃતઃ અંધારામાં દોરડાને

                સાપ માનવો.

સૂત્રઃ ૯  શબ્દજ્ઞાનુપાતી વસ્તુશૂન્યો વિકલ્પઃ

              शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः

             જ્યારે શબ્દ સ્થળ અને પ્રસંગ અનુચિત

            ન હોવાસર વિકલ્પ પેદા થાય છે.

            ઘણી વખત કહેનારના કહેવાનો અર્થ

           સાંભળનાર પોતાની રીતે ઘટાવે છે. 

           ત્યારે વિકલ્પ ઉત્પન્ન થવાનો ભય રહેલો

             હોય છે.

સૂત્રઃ ૧૦  અભાવ પ્રતિયયાલમ્બના વૃત્તિર્નિદ્રા

               अभाव-प्रत्ययालम्बना वृत्तिर्निद्रा

               નિદ્રા એ તો શૂન્યતા પૂર્ણ વિચારોની

              હારમાળા છે. સ્વપ્ન વિનાની નિદ્રા

            એ મનનો સુંદર અભિગમ છે. તેને

           યોગની પરિસ્થિતિ સાથે ન સરખાવી

           શકાય.

યોગ સાધના

November 7th, 2009 by pravinash No comments »

યોગ સાધનાની શરૂઆત સાથે આપણે સમજીશું યોગ વિષે જરા બારીકાઈથી.

આપણા ઋષિ પતાંજલી શેષનાગનો અવતાર માનવામાં આવે છે.  તેમણે

 ૪૦૦૦ વર્ષ પૂર્વે “યોગ સૂત્રો”  આપણને આપ્યા. ‘યોગ’ આપણે ત્યાં આદિ અને

સનાતન કાળથી ચાલ્યો આવે છે. વેદ, ઉપનિષદ સર્વેમાં તેનું ઉચ્ચ સ્થાન છે.

‘યોગી’  શબ્દ કોઈ પણ ભારતિયથી અજાણ્યો નહી હોય. આજ કાલ પશ્ચિમમા

તેનો વાયરો વાયો છે. તેમણે બધા સૂત્રો એકત્રીત કરી ચાર ભાગમાં વહેંચી

દીધા.

                   સમાધિ પાદ (૫૧ સૂત્ર),  સાધના પાદ (૫૫ સૂત્ર),  વિભૂતિ પાદ

(૫૬ સૂત્ર)  અને  કૈવલ્ય પાદ (૩૩ સૂત્ર).  કુલ મળીને   ૧૯૫ સૂત્ર તારવ્યા.

        સૂત્ર એટલે શું? સૂત્ર એટલે ‘દોરો’. જે ખૂબ નાજુક છે કિંતુ એક બીજાને

સાંકળવાનું કાર્ય અતિ સહેલાઈથી કરે છે. મોતી ને જો દોરોમાં પરોવીએ

તો સુંદર માળા તૈયાર થાય. તે પ્રમાણે માત્ર થોડા કિંતુ સરળ શબ્દોથી

‘સૂત્ર’  તૈયાર થાય અને ગુઢ વાત સમજાવી જાય.

      योग किसे कहते है

युज्यते अनेन इति योगः

જે જોડે છે તેને યોગ કહેવાય છે.

આત્માને પમાત્મા સાથે, શરીરને મન સાથે, વિ.

શ્રીમદ ભગવદગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે

 योगः कर्मषु कौशलम

કાર્યમા પવીણતા અને ચોકસાઈ તે યોગ કહેવાય.

योगः समत्वम उच्यते

યોગી સમતા પૂર્વક બોલે છે.

ઋષિ વશિષ્ઠ કહે છેઃ

मनः प्रशमनोपायः योग इत्याभिधीयते

યોગ એ સુંદર કળા છે જેનાથી મન પર અંકુશ આવે છે.

સ્વામિ વિવેકાનંદના મત અનુસારઃ

  “દરેક આત્મામા પવિત્ર શક્તિ છે. તેનો સાક્ષાત્કાર કરવા માટે આંતરીક અને

બાહ્ય પ્રયત્નો કરવા જોઇએ. તે કાર્ય, ભક્તિ, આધ્યાત્મિક યા માનસિક પ્રયત્નથી

સફળ થાય છે.”

શ્રી અરવિંદ કહે છેઃ

સંપૂર્ણતા પ્રાપ્ત કરવા કાર્યરત રહેવાની શક્તિ  દરેક વ્યકિત્માં ઈશ્વર દત્ત છે.

યોગ નું મૂળ સાંખ્ય ફિલસૂફીમાં છે. તે ઘણી બધી દિશા સાંકળી લે છે. જેમે કે

શારિરીક આસન, શ્વાછોશ્વાસ, ધ્યાન, શુધ્ધીકરણ, આધ્યાત્મિક તથા ભક્તિ વિ. વિ.

જેનાથી માનવી સ્વાસ્થ્ય અને સમતા પામવા શક્તિમાન બને છે.

યોગ- સાધના

November 6th, 2009 by pravinash No comments »

       ‘યોગ’, ૨૧મી સદીનો જો સહુથી પ્રચલિત શબ્દ હોય તો તે યોગ છે. 

આજે પૂર્વમા જુવો કે પશ્ચિમમા, નાના યા મોટા, જુવાન કે આધેડ દરેકને

મુખેથી આ શબ્દ સાંભળવા મળશે. 

    આપણા ભારતની ૠષિ પરંપરાથી ચાલી આવતી આ યોગની વિદ્યા

ઘણી પ્રાચીન છે. આપણા મહાન ઋષિ પતાંજલીએ તેને એકત્ર કરીને

સુંદર રીતે વિવરણ કર્યું છે. યોગનું અધ્યયન માનવને ઉચ્ચસ્તર

પ્રાપ્ત કરવામા સહાય ભૂત થાય છે. કઠ ઉપનિષદ, શ્વેતાસ્વતર 

ઉપનિષદ,તૈત્રિય અને મૈત્રિયાની ઉપનિષદમા પણ યોગનું સુંદર

 આલેખન છે. યોગ એ આપણા પ્રાચીન ભારતનો વૈભવ છે. ઋષિ

પતાંજલીએ તેને સુંદર રીતે પ્રસ્તુત કરી માનવ જાતને અર્પણ કર્યું.

  તેનો ચોકકસ સમય કહેવો મુશકેલ છે.

ચાલો ત્યારે યોગ વિશેના તેમના સૂત્રો વિશે જાણીએ. તૈયાર થઈ જાવ.

 

 સૂત્રઃ  ૧. અથ યોગાનુશાશનમ.

              યોગનો અર્થ થાય છે ‘જોડવું’.

  અર્થઃ હવે યોગની રીતની શરૂઆત.

સૂત્રઃ ૨.  યોગ ચિત્ત વૃત્તિ  નિરોધઃ

  અર્થઃ     યોગથી મગજમાં ચાલતા વિચારો પર

                નિયંત્રણ આવે છે.

 સૂત્રઃ ૩.  તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ.

  અર્થઃ      ત્યારે માનવને પોતાના અસલ

                  સ્વરૂપનું ભાન થાય છે.

 સુત્રઃ ૪.   વૃત્તિ સારૂપ્ય ઇતરત્ર.

  અર્થઃ      જ્યારે તે યોગમાં આરૂઢ નથી હોતો

                 ત્યારે તે વિચારોમાં મશ્ગુલ હોય છે.

 સૂત્રઃ ૫.   વૃત્તય પંચતય્યઃ ક્લિષ્ટ અક્લિષ્ટઃ

  અર્થઃ       પાંચ જાતના વિચાર મનમાં ચાલતા

                 હોય  છે. કોઈક દુઃખ પહોંચાડે છે, કોઈ

                  દુઃખ પહોંચાડતા નથી

જો યમરાજા—————

November 2nd, 2009 by pravinash No comments »

          જો યમરાજા રજા ઉપર ઉતરે કે નોકરી પરથી ફારગતી આપે તો સ્વર્ગલોકનું તો જે

થવાનું હોય તે થાય. પણ પૃથ્વી પર હાહાકાર થઈ જાય. હા, કુમળી વયે કે ભર જુવાનીમા

થતા મોત અટકી જાય. પણ મરવાને વાંકે જીવતાની જીવાદોરી લંબાય, ઘરડાં, બિમાર,

અપંગ, નિરાધાર લોકોની પરેશાનીનો અંદાઝ કળવો મુશ્કેલ થઈ જાય.

               ઈશ્વરના કારખાનામાં જનમ તો નિશ્ચિત સમયે થયા જ કરવાના. મોતનું પણ

સમય પત્રક ભગવાનના રાજ્યમાં તૈયાર જ હોય છે. જો તેનો નિયમ ટૂટે યા અનિયમિત

બની જાય તો આ ધરતી ભાર સહી શકે ખરી?  યમરાજા તમે બધું કરજો પણ રજા પર ઉતરી

કાશ્મીર કે નૈનીતાલ ન જશો.  માંદગીનું બહાનું  કાઢી લાંબી રજા પર ઉતરી ઘરે પથારીમાં

પડખાં ન ઘસશો.   

       હા, ૨૧મી સદીમા તમને તમારું વાહન જો જરી પુરાણું લાગતું હોય તો તમારે માટે લેક્સસ,

મર્સીડીઝ કે બીએમડબલ્યુ નોંધાવી લઈએ. હા, તે ગાડીઓ મોંઘી ઘણી છે. પણ ચીંતા નહી

કરતાં. ઘણા કરોડો પતી હમણા તમારે ત્યાં મહેમાન થયા છે. વળી તેમને પાછળ ધરાર નહી

અને આગળ ઉલાળ નહી તેવી પરિસ્થિતી છે. તેમના ખાતાના પૈસા સ્વર્ગમાં જમા કરાવી દઈશું

            હા, તો હવે છેલ્લી વિનંતિ સાંભળી લો. નાના નાના કુમળા બળકો પર રહેમ કરજો.

નવ પરણીતા અને જુવાનીથી થનગનતાના આવવા પર પ્રતિબંધ મૂકજો. ઘરડાં કે જે મરવાને

વાંકે જીવતા હોય, જેઓને જીવનમાં રસ ન હોય, અસાધ્ય રોગથી પીડાતા હોય તેમની વિનંતીને

માન આપજો. બસ ત્યારે વધું શું કહું. સમજુ કો ઈશારા———–

         અરે હજુ તમને આ કહું છું ત્યાંજ સમાચાર મળ્યાકે શાંતિભાઈનો જુવાન દિકરો અમેરિકાથી

આવતો હતો ત્યાં વિમાનમાં આતંકવાદીઓએ બોંબ મૂક્યો હતો અને આખું વિમાન ભડકે બળી

નાશ પામ્યું. તમે કહેશો આનાથી વધુ આઘાતજનક સમાચાર માબાપ માટે શું હોઈ શકે?——-

             હજુ તો આ આઘાતજનક સમાચારની કળ વળે ત્યાં ચંપાબએનનો ફોન આવ્યો. માંદગીમાં

રિબાતા નયનબેનને તેના છોકરા વહુ ઘરડાઘરમાં મૂકી આવ્યા. હવે નયનબેન પર દયા લાવો

યમરાજા! નટવરભાઈ કેટલી બાધી મિલ્કત મૂકીને ગયા હતા. ખોટે રસ્તે વાપરી માની આ હાલત કરી.

                  બસ હવે મારે કાંઈ કહેવું નથી. તમને યોગ્ય લાગે તે પ્રમાણે કરજો, હું પણ એજ

કતારમાં  ઉભી છું———————–

ઈતિહાસ——- ની કમાલ

October 29th, 2009 by pravinash 1 comment »

      ઈતિહાસની કમાલ જુઓ. જવાબ મળે તો જરૂરથી જણાવજો.

 આપણા ભારતનો ઈતિહાસ નથી. આ તો છે અમેરિકાનો——

૧. અબ્રાહમ લિંકન અમેરિકાની કોંગ્રેસમા ૧૮૪૬ માં ચુંટાયા.

    જોહન કેનેડી ૧૯૪૬માં અમેરિકાની  કોંગ્રેસમાં ચુંટાયા.

૨.  લિંકન ૧૮૬૦માં પ્રમુખ બન્યા.

      કેનેડી ૧૯૬૦માં પ્રમુખ બન્યા.

૩.  લિંકન અને કેનેડીએ નાગરિકના હક્ક માટે લડત ઉઠાવી. 

૪.  લિંકન અને કેનેડી શુક્રવારે ગોળીથી વિંધાયા.

૫.  લિંકન અને કેનેડીને ગોળી માથામાં વાગી હતી.

૬.  લિંકનના સેક્રેટરીનું નામ કેનેડી હતું.

      કેનેડીના સેક્રેટરીનું નામ લિંકન હતું.

૭.  બને કતલ કરનાર અમેરિકાના દક્ષિણ દિશાના હતા.

૮.  તેમના ખૂન થયા પછી નવા પ્રેસિડન્ટ જોહન્સન નામે  દક્ષિણના હતા.

૯. એન્ડ્રુ જોહન્સનની  જન્મ તારિખ ૧૮૦૮.

       લિન્ડન જોહન્સનની જન્મ તારિખ ૧૯૦૮.

૧૦.  જોહન વિલ્કસ બુથ જેણે લિંકનને ગોળી મારી તે ૧૮૩૯મા જન્મેલો.

 ૧૧.   લી હાર્વી ઓસવાલ્ડ જેણે કેનેડીને ગોળી મારી તે ૧૯૩૯મા જન્મેલો.

૧૨.   બંનેના નામમા ૧૫ અક્ષર છે. અંગ્રેજીમા.

૧૩.   બંને જણ ૩ નામથી ઓળખાય છે.

         જોહન વીલ્કસ બુથ

            હાર્વી લી ઓસવાલ્ડ.

૧૪.   લિંકનનું ખૂન ‘કેનેડી’  નામના થિએટરમાં થયું હતું.

         કેનેડીનું ખૂન ફોર્ડની ‘લિંકન’ ગાડીમા થયું હતું.

૧૫.   લિંકનનો ખૂની થિએટરમાંથી ભાગી ગોદામમા છૂપાયો હતો.

         કેનેડીનો ખૂની ગોદામમાંથી થિએટરમાં ભરાયો હતો.

૧૬.   બુથ અને ઓસવાલ્ડ કોર્ટમા કેસ ચાલે તે પહેલા તેમના ખૂન

          થયા હતા.

૧૭.   લિંકન ખૂનના અઠવાડિયા પહેલાં ‘મનરો ‘ શહેર જે મેરીલેન્ડમા છે

          ત્યાં હતા.

           કેનેડી અઠવાડિયા પહેલાં ‘મારલિન મનરો’ની સાથે હતા.

              શું ઇતિહાસ પાસે આનો જવાબ છે?————-

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.