હસી કાઢજો
June 13th, 2010 by pravinash No comments »મરવાના ત્રણ સહેલા રસ્તા.
૧. રોજ ૧ પેકેટ સિગરેટ પીવી.—૧૦ વર્ષ
૨. રોજ બે થી ત્રણ પેગ દારૂ ઢીંચો.—–૩૦ વર્ષ
૩, કોઇને દિલોજાનથી મહોબ્બત કરો——-દરરોજ મરવું પડશે
હસો અને હસાવો
June 12th, 2010 by pravinash No comments »અવાજ કરતાં પ્રકાશના કિરણની ઝડપ અનેક ઘણી વધારે છે.
તેથી ઘણી વ્યક્તિ દેખાવમાં ખૂબ સુંદર હોય છે. બોલે નહી ત્યાં
સુધી. હા હા હા હા હા
શાંતિપાઠ
June 11th, 2010 by pravinash 2 comments »ૐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते
ॐ शांतिः शातिः शांतिः
એ પૂર્ણ બ્રહ્મ છે. આ જગત અને જીવ રૂપે બ્રહ્મ પૂર્ણ છે
એ પુર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ બ્રહ્મ વૃધ્ધિ પામે છે. એ પૂર્ણ બ્રહ્મમાંથી
પૂર્ણ બ્રહ્મ કાઢી લઈએ તો પૂર્ણ બ્રહ્મ જ બાકી રહે છે.
सर्वे भवन्तु सुखिनः सर्वे संति निरामयाः
सर्वे भद्राणी पश्यन्तु मा कश्चिददुःखमाप्नुयात
આ વિશ્વમાં સર્વે પ્રાણીઓ સુખી થાઓ. સર્વે પ્રાણીઓ રોગ
રહિત થાઓ. સર્વે કલ્યાણ અનુભવો. કોઈ કદાપિ દુઃખ ન પામો.
આ મુસાફરી કરવાની
June 9th, 2010 by pravinash No comments »જીવનની રેલગાડી હરપળ ચાલતી રહેવાની
વિરામસ્થળની આશે મુસાફરી જારી રહેવાની
હસીને કે રડીને જીંદગી હાથમાંથી સરવાની
મેળવો યા ગુમાવો તે સદાય સરતી રહેવાની
સુખ દુખમાં રાખો સમતા મઝા હસતા રહેવાની
મંઝિલ સુધી પહોંચવા ધિરજ હૈયે ધરવાની
ચડતી હોય કે પડતી વિશ્વાસ શ્રધ્ધા રહેવાની
સાથ સુહાનો હોય કે એકલા દિશા મળી રહેવાની
ખોવાઈ જવામાં મઝા છે વાત ખાનગી કહેવાની
ચાહો યા ના ચાહો સહુએ આ મુસાફરી કરવાની
બા એકલા જીવે
June 8th, 2010 by pravinash 1 comment »હા, બા એકલી કેવી સુંદર રીતે જીવી શકે.
જમાનાને પહેચાની, તેની સાથે કદમ મિલાવી
ચાલવામા અને જીવવામા મજા છે.
બા એકલી જીવે છે
ખુમારીભેર જીવે છે
પ્રભુ ભજન કરે છે.
મનગમતું શીખે છે
બાળકોને શિખવાડે છે
જુવાનીમા ઘોંઘાટ ચારેકોર વરતાતો
૨૪ કલાકનો દિવસ બાને ટુંકો લાગતો
ચાર વાગતાં સવાર પડતી ૯ વાગે નસકોરાં
બા સહુની સગવડ હરપળ સાચવતા
સમયની આવનજાવનમા બા આજે મુસ્કાયે
સંસ્કારી બાળકો તેના આજે પ્યારથી પાય પખાલે
સમયની શરમ સાચવી બા આજે ગૌરવભેર એકલા જીવે
સંતોષની લાગણી ઉરે ધરી બા પ્રેમથી માનભેર એકલા જીવે
જરૂરત પડ્યે એક્મેકની પડખે રહેતા સલાહસંપે બા એકલા જીવે
ગૌરવવંતી બા હસે હસાવે ‘બાપુની’ લીલીવાડી ભાળી એકલા જીવે.
મૌન
June 7th, 2010 by pravinash No comments »મૌનને મુનીઓ માણી શકે જાણી શકે
મૌન સ્વમાં જ તૃપ્ત છે.
મૌન ગહન છે
મૌનની ભાષા સરળ છે.
મૌન માણવું એ કળા છે
મૌન હ્રદયની પવિત્રતા પ્રકટ કરેછે
મૌનને મૌનથી માણવુ જૂજને પ્રાપ્ત છે
મૌન દ્વારા અંતરમાં ડૂબકી સંભવે છે
મૌન માણો, જાણો, પિછાણો.
સફળતાની ચાવી
June 4th, 2010 by pravinash No comments »* કોઈ પણ નવું કાર્ય કરવા માટે ‘હું’ નાનો છું તે વિચાર અયોગ્ય છે.
* પૈસા બચાવી એવી વસ્તુ ખરીદો જેની ભવિષ્યમા કિમત વધે.
* જુનું તે સોનું , નવું નવ દિવસ.
* પોતાનું કામ જાતે કરવાની આદત પાડો. સ્વાવલંબી બનો.
* તમે જે છો તેમા મિનીમેખ થવાનો નથી.
* ખોટા પૈસા ન વેડફો. ત્રેવડ ત્રીજો ભાઈ છે.
* કરકસર અને કંજુસાઈમા આસમાન અને જમીનનો તફાવત જાણો.
* યોગ્ય માણસને કામ ચીંધો, સમય અને લક્ષમીનો વ્યય બચાવો.
* જો તમે માલિક હો તો તમારું કાર્ય કરતી વ્યક્તિનું હિત ઉરે ધરો.
* યાદ રહે એ છે તો તમે છો.
* પ્લાસ્ટિકના કાર્ડની હોળી, જરૂરિયાત વગર વ્યાજે ઉધાર પૈસા!
* ખોટી આદતોને તિલાંજલી- દારૂ-જુગાર-
* દેખાદેખીથી દૂર, સહુની સંગે સમાનતાનો ભાવ.
* બીજા કહે તેમ નહી, અંતરનો અવાજ સુણો.
* શીલાલેખ કોતરોઃ પૈસાથી માણસ નથી બનતો
માણસથી પૈસો બને છે.
માનસીનું મન
June 3rd, 2010 by pravinash No comments »માનસી પલંગ પર નિરાંતે સૂઈ રહી હતી. ઘણા દિવસ પછી તેને આવી નિદ્રા પ્રાપ્ત થઈ હતી. વાત પણ એવી બની ગઈ કે ભલભલાની ઉંઘ હરામ થઈ જાય. ચપળ અને ચંચલ માનસી. પરીઓની રાજકુમારી જેવી માનસી. નખશીખ સુંદરતા જેને વરી હોય. શાળામા પણ બધાની લાડલી. રવીવારે પાલવા ફરવા ગયા હતા. પાછા આવતા વિબજ્યોરનૉ આઈસક્રિમ પાપાએ ખવડાવ્યો. માનસી અને સાહિલ ખુબ ખુશ હતા. પાપા અને મમ્મી બહારથી આવીને કપડા બદલી બાળકોને જમવા બોલાવી રહ્યા હતા ત્યાં માનસી ચીસ પાડી ઉઠી મા, મારા પગ ખેંચાય છે. મારા પગ જો મને કાંઈ થાય છે.
હાથમાંનુ કામ છોડી મમ્મી અને પાપા દોડતા આવ્યા. માનસીને ખોળામાં સુવડાવી. તેનું દર્દ જોવાતું ન હતું. રવીવાર હતો તેથી કયા ડોક્ટરને બોલાવવા. બે ડોક્ટર દોસ્ત હતા. એક સિનેમામા બીજો નાટકમા . ટેક્સી કરી સીધા બીચકેન્ડી હોસ્પિટલ પહોંચ્યા. ઘણીવાર ઈમરજન્સીમા જાવ ત્યારે ખૂબ રાહ જોવી પડે છે. ભલું થજો માનસીના દાદાનું કે તેમણે એ હોસ્પિટલમા મોટુ ડોનેશન આપ્યુ હતું તેથી રાહ ન જોવી પડી અને તરતજ સારવાર આપવાનું શરું કર્યું. સાહિલ થોડો મોટો હતો તેથી પ્રસંગની ગંભિરતા સમજી ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો. સારવાર આપનાર ડોક્ટર ખૂબ હોંશિયાર હતો. તેને વાર ન લાગી કે શું થયું છે.
માનસીના પપ્પાને બાજુમા બોલાવી કહે કે કોઈક વાયરસને કારણે માનસીના બંને પગ લકવાના શિકાર બન્યા છે. આપણે બધા પ્રયત્ન કરીશું. વળી કહે આજકાલ લકવો ખાસ સંભળાતો નથી ખબર નથી પડતી આવી નાની બાળકીને કેવી રીતે થયો. માનસી ને ખબર ન પડી કે તેને શું થયું છે કિંતુ ઉઠવાનો પ્રયત્ન કર્યો તે નિષ્ફળ ગયો એટલે શંકા ગઈ કે પગ હાલી ચાલી શકતા નથી. હવે તેને સાચી પરિસ્થિતિનો અંદાઝ આવી ગયો. પણ હારે તે બીજા માનસી નહી!
દરરોજના ડોક્ટરને ત્યાંના ચક્કર , ‘ફિઝિકલ થેરાપિસ્ટ ‘ ઘરે આવે. બદામના તેલનું માલિશ કરવા સીતાબાઈ સવાર સાંજ બે વાર આવતી. બહુ ફરક જણાતો નહી. આ દર્દ આવે પછી જાય ક્યારે તેતો સર્જનહાર જ જાણે. દિવસો, મૈનાઓ અને વર્ષો વિતતા ચાલ્યા. માનસી મજબૂત મનની હતી. તેને શાળાએ ચાલીને જવું હતું. ભારત્નાટ્યમમા પ્રવીણતા પામવી હતી. દરરોજ મનથી પગ હલાવતી. સ્વપનામા નૃત્ય કરતી. મંચ ઉપર નાચતી અને પ્રેક્ષકોની તાળીઓનો ગડગડાટ સાંભળતી. એક દિવસ વિચારોમાં પગ હલાવતા તેણે અનુભવ્યું કે ખુરશી ફરી રહી છે. ટેબલ ખસી રહ્યું છે. આનંદર્વક અનુભવ માણી રહી હતી. ખડખડાટ હસી રહી. મમ્મીની બૂમ પાડી. મમ્મી દોડતી આવી પણ હાંફતા કહે બેટા તું હેમખેમ છે ને? માનસી કહે ‘મમ્મી જો મારા પગમા તાકાત આવી ગઈ’ ખુરશી અને ટેબલ મેં ખાટલામા રહીને પોતાની જગ્યા પરથી ઘુમાવ્યા. મમ્મી એક પણ અક્ષર બોલ્યા વગર દિકરીને વળગી વહાલ કર્યું.
માનસી ખુશ હતી. આત્મશ્રધ્ધામા વિશ્વાસનું સિંચન થયું હતું. તેની પ્રગતિ જોઈને ડોક્ટર પણ અચંબામા પડી ગયા. સીતાબાઈ માલિશ ખૂબ પ્રેમથી લાંબો વખત કરવા લાગી. થેરપીસ્ટને પણ આનંદ સાથે ગર્વની લાગણી થઈ કે હા દવા અને દુઆ બંને સાથે કામ કરે ત્યારે અશક્ય , શક્ય બને છે. આજે માનસી ચાલીને શાળાએ જાય છે. ભારતનાટ્યમમા પણ પ્રગતિ સાધી રહી છે.
તે દિવસે જ્યારે ટેબલ અને ખુરશી હાલી રહ્યા હતા તે હતો હળવો ‘ધરીકંપનો’ આંચકો. માનસીની મમ્મીએ, તેનો આનંદ ન છીનવી લેતા તેને વહાલ કર્યું. જેનું સુંદર પરિણામ આવ્યું માનસીનો ખુદમા વિશ્વાસ.——-
વિણેલા મોતી
June 2nd, 2010 by pravinash No comments »સાથી ગુમાવ્યો છે સાથ નહી.
રમતમા હારી નથી સમય ઓછો પડ્યો..
જીંદગીમા સફળતાને આંબી રહી છું.
કોઈ સમજે યા ન સમજે તારી ફરજ ન ચૂકાય.
કુટુંબ અને મિત્રમંડળમા પ્રેમ આપો, તે કદી ખૂટવાનો નથી.
કર્મ કર્યા વગર જીવનમા રહી શકાવાનું નથી.
ભૂલ હોયતો માફી માગવામા શરમ શેની.
જો લાગણી દુભાય તો જરૂરથી સામી વ્યક્તિને જણાવશો.
જ્ઞાનની શક્તિ અપરંપાર છે.
ભક્તિ અને નમ્રતા સુવાસ ફેલાવે છે.