Archive for the ‘વિચાર ના વહેણ’ category

વાંચો અને વિચારો

July 29th, 2010

        

જન્મે મળે માબાપ તેનો હરખે સ્વિકાર 

જીવનમા મળે પ્યાર તો માનો ઉપહાર

 જો પામો ધિક્કાર તો ન કરો તિરસ્કાર

 ઉપહાર યા તિરસ્કાર જેમા પ્રભુનો અણસાર

વિચારવા જેવું

July 26th, 2010

   ” મા-બાપ”થી મોટા ભગવાનને હું ઓળખતો નથી “.

    આ વાક્ય લખનારને શત શત પ્રણામ. પણ જેમ આયનો

જુઠ્ઠું ન બોલે તેમ યાદ રાખજો દિલ કદી જુઠ બોલતું નથી.

                   નાનપણમા, યુવાનીમા કે પ્રૌઢાવસ્થામા કરેલી

ભૂલો રહી રહી ને સતાવે છે. તેનો એકરાર કોઇની સામે ન

કરી શકાય તો વાંધો નહી. પણ ઈશ્વરને સાક્ષી રાખી કરવામા

જરાય નાનમ ન અનુભવવી જોઈએ.

                 મા-બાપ બાળકોની અનગણિત ભૂલો ક્ષમ્ય ગણી તેમને

પ્યાર કરે છે. જ્યારે બાળકો ઘણીવાર કયા જન્મનું લેણું વસૂલ કરવા

આવ્યા હોય તેવા દાખલા નજર સમક્ષ દેખાય છે.

                     બાળ તે પછી દિકરી હોય કે દિકરો તેમા ઘણીવાર કોઈ

ફરક દેખાતો નથી. દિકરી મા બાપ ને પ્યાર કરે અને દિકરા નહી તે

અત્યંત ભૂલ ભરેલી માન્યતા છે.

                 વિવેક પૂર્વક વિચારીએ તો જણાશે માતાને બંને વખત સરખી

વેદના સહન કરવાની હોય છે. 

                 મા-બાપની અવહેલના કોઈપણ ભોગે ભગવાન સહન નહી કરી 

શકે. તેથી જ તો આપણા શાસ્ત્રમા मातृदेवो भवः

                                                           पितदेवो भवः    

 કહેવામા આવ્યું છે.

           ઘણે ઠેકાણે મા-બાપને જે ત્રાસ બાળકો અપી રહ્યા છે તે જોતા

કમકમાટી આવી જાય છે. તે બાળકો ભૂલે છે જે આજ તેમની છે તે

તેમના માબાપ પણ ભોગવી ચૂક્યા છે. જુવાનીના તોરમા આવનાર

આંધી નિરખી શકતા નથી.

              ‘વારા પછી વારો ને તારા  પછી મારો’ એ સત્ય હકિકત છે.

“વિવેક ધારા’ના ૧૦૦મા અંકમા આનો ઉલ્લેખ વાંચી હ્રદયના ભાવ

ઠલવાયા.

નાની નાની ક્ષુલ્લક વસ્તુઓ

July 24th, 2010

જીવનમા હંમેશા પૈસા, ઘર અને ગાડી જ જાણે મહત્તવના હોય

તેવું જીવન બનાવ્યું છે.

 બેન્ડએઈડઃ      કોઈને પણ નાનોશો ઘા પડ્યો હોય તો રૂઝાવી દે છે.

                         તેમ વાણીના ઘા પ્રેમ રૂપી મલમથી રૂઝાવવા.

ટુથપીકઃ         જેમ દાંતનો ઝીણો કચરો કાઢે છે. તેમ સંપર્કમા

                     આવતી દરેક વ્યક્તિની ઝીણી સારી વાત જોવી.

રબર બેન્ડઃ  બધા કાગળને એકઠા રાખે છે. જીવનમા સંબંધો

                    બાંધી રાખવા. (માત્ર સ્વાર્થ ખાતર નહી)

પેન્સિલઃ     વણમાગ્યે યા મહેનતથી મેળવેલી વસ્તુઓની

                   યાદી બનાવો.

જીરાગોળીઃ જીવનમા બનતા ખાટામીઠા પ્રંસોગો માણો અને

                    તેની મધુરતાનો અનુભવ કરો.

 મુખવાસઃ   જમ્યા પછી મુખને સુગંધિત બનાવે. તેવી રીતે

                   બીજાને ઉપયોગી થઈ તેનું જીવન સુશોભિત

                 બનાવવું.

 ચાઃ          માથુ દુખતુ હોયકે વિચારોમાં ગુંથાયેલા હોય

               ત્યારે તેની ચુસકી કેવી તાજગી અર્પે છે.

સિગરેટઃ   ધીમી બળે ને લિજ્જત આપે. અંદરથી તમને

               ખોખલા બનાવે. (દૂર રહો)

સંગીત સુણો

July 16th, 2010

 

                   જીદગી દરરોજ સારા યા નરસા બનાવોથી ભરપૂર છે.

જેમ સારાને માણો તેમ નરસાને નિહાળો. સરી જશે નિશાન પણ

નહી છોડે. જીવનનું લય બધ્ધ સંગીત સુણો.

          બાળકોની મધુર મુસ્કાન, વાદળોની દોડપકડ અને પક્ષીઓનો

કલરવ. જીવનમા આનંદનો ધોધ વહેશે. એક જીવન જીવવાનું છે.

હસી ખુશીથી જીવો. નાની નાની અણગમતી વાતોને ધુંઆની જેમ

ઉડાઓ. 

          સુંદર આભને નિરખો. રોજ નવી ઉમંગ અને આશા લઈને આવે છે.

જીંદગીનું નગ્ન સત્ય

July 13th, 2010

જો જીવનમાં કાંઈ ન હોય ત્યારે અભાવ નડે

    થોડુ ઘણું હોય ત્યારે મોંઘા દાટ ભાવ નડે

        જીવનનું નગ્ન સત્ય છે કે ઈશ્વર કૃપાએ બધું હોય

           ત્યારે સ્વભાવ નડે.

   અને જ્યારે કાંઇ ન નડે ત્યારે વગર કારણે કોઈના

પ્રત્યે ક્ભાવ ————-

વાંચો અને વિચારો

July 12th, 2010

       સ્ત્રીની સહુથી મોટું દુશ્મન જો કોઈ પણ હોય તો તે સ્ત્રી છે.

         તો    સ્ત્રીનૉ સહુથી સારો મિત્ર કોણ ?

 

       સ્ત્રી જ સ્ત્રીને નથી સમજી શકતી તેમાં વાંક કોનો ?

        સ્વાર્થના ચશ્માનો.

          

કાકડીની કરામત

July 8th, 2010
કાકડીની કરામત માણો

૧. કાકડી પચવામા હલકી અને સ્વાદિષ્ટ છે. તેના સેવનથી

    વિટામિન બી૧,બી૨, બી૩,બી૫,બી૬, ફોલિક એસિડ, ઝીંક,

    ફોસ્ફરસ અને પોટેશ્યમ મળે છે.

૨.  થાક્યા હો ત્યારે કોક અને પેપ્સીને બદલે ‘કાકડી’ ખાવાથી

      થાક દૂર થાય છે.

૩.  બાથરૂમના કાચ પર ઘસવથી ધુમ્મસ હટાવી ચળકાટ લાવે છે.

૪.  કુંડામા જીવાત હોય તો તેના કટકા મૂકવાથી દૂર થાય છે

૫.  મોઢાપર તેનું છીણ લગાવવાથી લાંબા ગાળે કરચલી ઓછી થાય છે.

૬.  દરવાજાના મિજાગરા પર લગાવવાથી અવાજ દૂર કરે છે.

૭.  બૂટ પોલિશ ખતમ થયું હોય તો તાત્કાલિક તેના પર ચમક લાવે છે.

૮. ગમ યા પિપર ન મળે તો કામચલાઉ મોઢામાંથી દુર્ગંધ વિદાય થાય છે.

૯.  પેન્સિલ, પેન, માર્કર કે ક્રેયાન્સ  ના ડાઘા કાઢવા સમર્થ છે.

૧૦.  આંખની નીચેના કાળા ડાઘા કાઢી શકે છે.

અહંકાર – અલંકાર

July 7th, 2010

અહંકારઃ વ્યક્તિ સારા નરસાનું ભાન ભૂલે છે

 અલંકારઃ વ્યક્તિ ખોટા ભ્રમમા રાચે છે. ( હું સારો દેખાઉ છું.)

અહંકારઃ  મારા જેવું કોઈ નથી.

અલંકારઃ  મારા જેવા કોઈના સુંદર નથી.

અહંકારઃ વ્યક્તિની અધોગતિ માટે કારણ છે.

અલંકારઃ વ્યક્તિની પ્રગતિનું ચિન્હ છે.

અહંકારઃ વ્યક્તિને સદાય અળખામણો બનાવે છે.

અલંકારઃ ધારણ કરનાર વ્યક્તિ ચર્ચાને જન્માવે છે.

અહંકારઃ દૂષણ દૂર કરવું નામુમકીન છે.

અલંકારઃ તેનું પ્રદર્શન જરૂરી છે.

અહંકારઃ જ્ઞાનના દીપથી નિયંત્રણમા આવે છે.

અલંકારઃ સ્થળ અને સમય પ્રમાણે શોભે છ

માનવામા ન આવે તેવા દૃશ્યો

May 29th, 2010

        કૂતરો બાબાગાડીમાં!

           બિલાડી માટે છત્ર પલંગ!

             માતાપિતા વૃધ્ધાલયોમાં, ઘરમાં કૂતરા અને બિલાડી.

                બાળકો આયા પાસે અને મમ્મીપાપા ‘ડીસ્કોમાં’.

                   પત્ની રસોડામાં પ્રેયસી સાથે હોટલોમાં મિજબાની.

                       ટેલીફોન પર હળાહળ જુઠ્ઠાણું અને બાળકને સાચું બોલવાની સલાહ.

                           ગરીબને ત્યાં હાંલ્લા કુસ્તી કરે, તવંગરના કચરાપેટી ઉભરાય.

ખતરનાક

May 25th, 2010
 ૨૧મી સદીમા સહુથી   ખતરનાક અને કાતિલ રોગ હોય
તો તે ‘તનાવ’  ( Stress) છે. જેને માપવું યા ગંભિરતા
જાણવી મુશ્કેલ છે.  તેના કારણ અગણિત છે.
      માનસિક, શારિરીક, સંસારીક કે પછી વ્યવહારીક.
કામધંધાને કારણે.  આ પરિસ્થિતિમાં વિચારો ઍટલી
ઝડપે ચાલતા હોય છે કે સામાન્ય માનવ તેના મગજની
સમતુલા ગુમાવી બેસે છે. આનો સામનો બે રીતે થાય તમે
ક્યાં તો તેને ‘લડત’ આપો અથવા તો તેનાથી ડરી ને ‘ભાગી
જાવ’.
        જેને પરિણામે શરીરમાં ખાંડનું પ્રમાણ વધે, (મધુપ્રમેહ)
શ્વાસ લેવાંમાં તકલિફ,  લોહીનું દબાણ વધે ( બ્લડ પ્રેશર),
હ્રદય રોગનો હુમલો અનુભવાય. વ્યક્તિ જ્યાં ત્યાં ફાંફા મારે,
માંગ અને પુરવઠાના નિયમ પ્રમાણે ( Demand & Supply)
માંગ વધતા પુરવઠાને પહોંચી વળવા માનવ જે આંધળી દોટ
મૂકે છે ત્યારે તેના ખ્યાલ બહાર રહી જાય છે અને તનાવનો
શિકાર બને છે. લાગણીશિલતામાં તણાઈ તનાવની તિવ્રતાનો
પંજામાં ફસાય છે. ઘણીવાર વધારે પડતી ચોકસાઈ માનવના
 હાલ ભુંડા કરે છે. સમાધાન વૃત્તિનો સદંતર અભાવ. ધંધા યા
નોકરી પર સમય મર્યાદાની પાબંધી. આ બધા કારણોસર માનવ
તનાવ નામના અજગરની ચુંગલમાં એવો ફસાય કે પછી તેનથી
છૂટવા આખી જીંદગી દવાની ગોળીઓ ગળ્યા કરે.
       શરીરના અંગો જકડાઈ જવા, પીઠનો દુખાવો, માથાનો દુખાવો,
શરીરમા તેજાબ તત્વની તીવ્રતા અથવાતો ચાંદા પડવા. સતત
તનાવ અનુભવવાનો અંજામ ખતરનાક છે. નાના, મોટા ગમે તે હોય
આ બિમારી આસાનીથી તમને સંકજામા લઈ શકે છે.  
      આ બિમારીનો ભોગ બનનાર ને ઘણી ચેતવણી મળે છે કિંતુ તેને
સહજ ગણી આંખ આડા કાન કરવમા સફળતા પ્રાપ્ત થાય છે. જ્યારે
તે હદ બહાર ગુજરી જાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
        મિત્રો આજે આ વાંચીને વિચાર કરો અને કાલે શું કહીશ તેનો
ઇંતજાર——  
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.