Archive for the ‘વિચાર ના વહેણ’ category

ટીકનો તરખાટ

March 14th, 2011

 

ટીકુઃ પાપા, ગુજરતી સાહિત્ય સરિતાએ ૧૦ વર્ષનો જે સમારંભ

          યોજ્યો તેમાં તમને શું ગમ્યું.

 પાપાઃ બેટા, આવો અઘરો સવાલ ન પૂછ, મહેરબાની કરીને.

ટીકુઃ   કેમ પાપા?

પાપાઃ બેટા ‘હું ગુજરાતી સાહિત્ય સરિતામાં દસ વર્ષથી

        નિયમિત જાંઉ છું. મારી માત્ર ઈચ્છા ,  માતૃભાષા

         પ્રત્યે નો પ્રેમ સતત વહેતો રાખવાની છે.

કિરતાર

January 8th, 2011

        ગીર્દીમા ખોવાઈ જવાય. સમુહમા એકલતા અનુભવાય.

         અંતરમા ડૂબકી મરાય. શાંતિના પરવાળા પમાય.

          આત્માના ઓજસ પથરાય, મૌનનું સંગિત સુણાય

          કિરતાર,  લાગે છે ત્યારે તારી ઝલક જણાય

તારી આંખનો અફિણી

January 3rd, 2011

તારી આંખનો અફિણી તારા બોલનો બંધાણી

તારા રૂપની પૂનમનો પાગલ એકલો

       આ અતિ સુંદર, યાદગાર ગીત ના રચયિતા

 શ્રી દિલિપ ધોળકિયા  આપણી .વચ્ચેથી વિદાય

પામ્યા છે. આ અમર ગીત દ્વારા તેમના જીવનની

સુવાસ સદા મૌજુદ રહેશે.

   એક બચપનની મસ્તી યાદ આવે છે. તે સમયે

અમે ગાતા

  ” તારો બાપ છે બંગાળી તારી મા છે મદ્રાસી

   તારો દિકરો છે થાણાનો પાગલ એકલો”

     પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

માતૃદેવો ભવ

December 24th, 2010

    કવિ જ્યારે કવિતા લખે છે ત્યારે નીચે પોતાનું નામ લખે છે.

   ચિત્રકાર જ્યારે કૃતિનું સર્જન કરે છે નીચે પોતાનું નામ લખે છે.

   માણસ જ્યારે ઈશ્વરની પ્રતિમા બનાવે છે ત્યારે નીચે નામ લખે છે.

   દાતા જ્યારે દાન કરે છે ત્યારે પોતાનું અને કુટુંબીઓનું નામ લખે છે.

  મંદિર બંધાવનાર કોની સ્મૃતિમા બાધ્યું છે તે નામ લખે છે.

    હોસ્પિટલ બંધાવનાર કોની પાછળ બંધાવી તે નામ લખે છે.

   કુદરત તેના સર્જન પાછળ નામ નથી લખતી પણ તે જગજાહેર છે.

                                       જ્યારે    માતા

   સર્જન કરે છે અને પાછળ નામ ” બાપનું ” લખાય છે.

                             હે માતા, તને લાખો પ્રણામ. 

                                   માતૃદેવો ભવ

ગેરહાજરીમા હાજરી વરતાઈ

October 31st, 2010

જન્મ દિવસની ખૂબ  વધાઈ

ગેરહાજરીમા હાજરી વરતાઈ

સદા તમારી ખોટ સઘળે છવાઈ

પ્રભુની કૃપા ચારેકોર છે ફેલાઈ

બાળકોની ચહલપહલમા સંતાઈ

દાદાની નજરની અસર જણાઈ

આનંદના અવધિમા જઈ સમાઈ

વિચાર માગી લે તેવી વાત

October 26th, 2010

         આજે શાળાએથી છૂટીને જ્યારે વિવેક ઘરે આવ્યો ત્યારે બાળ

માનસ સમાધાન ઈચ્છતું હતું. પાપાની ઓફિસેથી આવવાની રાહ

જોતો હતો. ત્યાં જમવાનો સમય થયો.

      નસિબ જોગે ડાઈનિંગ ટેબલ એ એક એવું સ્થળ છે જ્યાં અન્ન

દેવ દરેકને સંતોષે અને કોઈને ઉતાવળ ન હોય. અમેરિકામા ખાસ

કારણ કામવાળી બાઈ કે રામો નગારા ન વગાડતો હોય.

           વિવેક કહે પાપા લડાઈ કેવી રીતે શરૂ થાય? પ્રશ્ન સહજ અને

નિર્દોષ હતો. બાળ માનસને અનુરૂપ જવાબ આપવો આવશ્યક સમજી

વિનય બોલ્યો.

   બેટા દાખલા તરીકે આપણે વિચારીએ ‘પહેલું વિશ્વયુધ્ધ ‘ શરૂ થયું તેનું

કારણ હતું જર્મનીએ બેલ્જીયમ ઉપર હુમલો કર્યો.

      અર્યાઃ વિવેકની મમ્મી, વચમા કહે વિનય સાચો જવાબ આપને કે

પાયામાં કોઈનું ‘ખૂન’ થયું હતું.

  વિનય કહે જરાક વાતનો રણકો બદલી, વિવેકે તને પૂછ્યું કે મને ?

તું શું કામ વચ્ચે ટપકી પડી.

ખલાસ—————-

જમવાનું પિરસવાનું છોડી આર્યા રસોડામાં ગઈ. જોરથી

બારણું પછાડી દરવાજો બંધ કર્યો. અને રસોડામાંથી તડાતડ

કાચના વાસ્ણો ફૂટવાનો અવાજ જ્યારે બંધ થયો અને શાંતિ

પ્રવર્તિ ત્યારે વિવેક બાળ સહજ સ્વભાવથી બોલી ઉઠ્યો

પાપાઃ  હું બરાબર સમજી ગયો “લડાઈ યા યુધ્ધ કેવી રીતે

શરુ થાય,”

લગન- લગ્ન

October 20th, 2010

   હમણા, હમણા આ વિષય ખૂબ ચર્ચાનો બની રહ્યો છે.

એક વ્યક્તિને બીજી વ્યક્તિની ‘લગન’ (પ્રેમ) લાગે ત્યારે

પરિણામે છે ‘લગ્ન’.

      જે આવશ્યક અને અનિવાર્ય બંને છે. હા, તેનો અર્થ એ

નથી કે જેણે લગ્ન ન કર્યા હોય તેઓ નિકમ્મા છે. આ તો

સહુની પસંદગીનો પણ સવાલ છે.

     હવે પ્રશ્ન એ થાય છે કે આજનો યુવાન વર્ગ શા કારણે

હિચકિચાય છે?     

૧. મારી સ્વતંત્રતા.

૨. મારા જીંદગીના સ્વપ્નો.

૩. મારી જીંદગીમા કોઈની દખલ.

૪. મારું સ્થાન.

૫. મારા માતા-પિતા.

   હવે જ્યારે એક છોકરો એક છોકરી પ્રત્યે આકર્ષાય ત્યારે જે

વસ્તુ ગૌણ છે તેને શામાટે મહત્વ આપવું.  સમય સમયનું કામ

કરે છે.

         ‘જુવાની છે દિવાની’ તેને માણી લો. એક બીજાના પ્રેમને

સહારે ભલભલા તૂફાનનો સામનો કરી શકાય. ધ્યેય પર લક્ષ્ય

અને મંઝિલ પર કદમ.

       સમય સમયનું કામ કરશે. જ્યારે પ્રેમના વૃક્ષના મૂળિયા

વિશ્વાસની જમીન પર ઉંડા ઉતરી ગયા હશે તો કોઈની તાકાત

નથી તે વૃક્ષને હચમચાવી શકે.   

               આદર બંને પક્ષે આવકાર્ય છે. વડીલો બાળકોને સહાય

કરો નહી કે તેમના જીવનમા દખલ. સ્વતંત્રતા આપો. તેમને જીવન

બાગ હરિયાળો કરવા દો. તેમને તમારી ‘અનુભવી વાણી’ દ્વારા અવળા

મારગે ન દોરો.

         પુસ્તકનું જ્ઞાન તેમને જીવન જીવવા માટે સાચે રસ્તે વાળશે. હા,

ભૂલ કરશે ,શું આપણે નહોતી કરી?  એકબીજાને વિશ્વાસે અને સહારે

કેવા તરી ગયા.

          જ્યારે જુવાન આવી ને ‘જેના પ્રત્યે લગન છે તેની સાથે લગ્ન

કરવા કે નહી’ તેવો જટીલ પ્રશ્ન પૂછે છે ત્યારે દિલ દર્દ અનુભવ કરે છે.

                 ‘ હું લગ્ન માટે તૈયાર નથી’ એવું વાક્ય પ્રચલિત છે. શું લાલ, પીળી

કે લીલી લઈટ થવાની હોય?  જ્યાં સુધી ‘છોકરો અને છોકરી’ પરણવા તૈયાર

હોય ત્યાં બીજા કોઈ રોડાં ન નાખવા.

      એક જમાનો હતો તેમની પ્રથમ મુલાકાત ‘લગ્નમંડપ’માં થતી. અરે, આજે

પણ તેવા બે પ્રસંગ સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ ન બેઠો.

તૈયાર નથી

October 18th, 2010

    દશેરા આવ્યા અને ગયા. 

કહેવાય છે રામ સીતાને રાવણ પાસેથી પાછા અયોધ્યા લાવ્યા.

આપણે ‘રામ’ ક્યારે જીવનમાંથી રાવણને મારી ‘સીતા’ પાછી પામીશું ?

મનના મલિન વિચારો, મનસૂબા, તરંગોને વિદાય કરવાનો સમય પાકી ગયો છે.

૬૦ની ઉપર પહોંચેલી કોઈ પણ વ્યક્તિ કાઢ્યા એટલા કાઢવા માટે તૈયાર નથી.   

શરદ પૂર્ણિમા આવશે અને દિવાળી બારણા ખટખટાવી રહી છે. 

હે મન, જાગ્રત થા. સમય ઝૂઝ છે કામ ઘણા આટોપવાના છે.

આળસ ખંખેર અને કામે લાગ. 

 સમય પસાર નથી થતો.

આપણે પસાર થઈ રહ્યા છીએ.

પાછું વળીને નહી આગળ નજર સ્થિર કરી કદમ ઉપાડ.

 મનનો ધર્મ છે ‘ચંચળતા’.

ધૈર્ય, સહનશિલતા, મૌન, વિવેક ,સદભાવનાનું પંચામૃત બનાવ.

૧૦–૧૦–૧૦

October 9th, 2010

૧૦–૧૦–૧૦ ખૂબ પવિત્ર અને અણમોલ દિવસ.

૧ .     પાછો નવરાત્રીના દિવસોમા. જેમાં દસમો

          દિવસ હોય ” દશેરા”.

૨ .     દશાંશ પધ્ધતિ સારા જગમાં પ્રચલિત.

૩ .     ૦,૧,૨,૩,૪,૫,૬,૭,૮,૯

           જે આંકડા વગર વિશ્વની સ્થિતિ કલ્પવી અસંભવ.

૪ .     બે હાથ પણ આંગળા દસ.

૫ .      શ્રીમદ ભાગવતનો દસમો સ્કંધ.

૬ .     હિંદુ ધર્મની દસ અગત્યની ગણાતી —–

          ૧. પુસ્તકઃ     ગીતા

           ૨.દેવઃ          ગણપતિ

            ૩.તીર્થઃ       કાશી

            ૪.પ્રતિકઃ       ૐ

             ૫.પ્રાણીઃ      ગાય

             ૬.નદીઃ        ગંગા

              ૭.છોડઃ         તુલસી

               ૮.ફળઃ          શ્રીફળ

               ૯.શુકનઃ        કુમકુમ

               ૧૦.આંગણેઃ   સ્વસ્તિક

૭.     કોણ સર્વમાન્ય

          ૧. વચનઃ             રામનું

           ૨.બળઃ                 ભીમનું

           ૩.દાનઃ                કર્ણનું

          ૪.ક્રોધઃ                  દુર્વાસા મુનીનો

           ૫.બાણઃ               અર્જુનનું

           ૬.ઝેરઃ                 નાગનું

            ૭.દોસ્તીઃ            શ્રીકૃષ્ણ અને સુદામાની 

            ૮.શિતળતાઃ       ચંદ્રની

           ૯.સત્યઃ                રાજા હરિશ્ચંદ્રની

          ૧૦.સત્સંગઃ           સજ્જન યા ફકીરનો

૮.     શું અપનાવશો ?

          ૧.     ઘડિયાળઃ             સમય સૂચકતા

          ૨.     દરિયોઃ                 વિશાળતા,  ઉદારતા

          ૩.     કીડીઃ                    સંગઠનતા

          ૪.     દીવડોઃ                 ઉજાસ ( જાતે બળીને)

           ૫.     વૃ ક્ષઃ                  પરોપકાર

           ૬.      સૂર્યઃ                  નિયમિતતા

          ૭.     કૂતરોઃ                વફાદારી

         ૮.     ધરતીઃ                સહનશિલતા 

         ૯.     મધમાખીઃ          ઉદ્યમી પણું 

        ૧૦.     ગુલાબઃ            સુગંધનું પ્રસરણ (સત્કાર્યના)

૯.    આચરણઃ

        ૧.     જાન સમર્પણઃ                મિત્ર યા દેશકાજે

        ૨.    મશ્કરી ન કરવીઃ            અપંગ યા ગરીબની

         ૩.   વેગળા રહોઃ                    અભિમાન યા આડંબરથી

        ૪.   ન કરોઃ                             પર નિંદા

        ૫.   સંયમઃ                             ગુસ્સા પર

        ૬.   કાન બંધઃ                        સ્વની સ્તુતિ સાંભળવા

        ૭.   અડગતાઃ                         સત્ય વચન

        ૮.   દુશ્મનીઃ                         આળસ, નિષ્ઠુરતા

        ૯.    વિકાસઃ                         બુધ્ધિ,  શરીર

       ૧૦.   યાદ રહેઃ                     ઉપકાર,  ઉપદેશ.

૧૦.

         દસમો ગ્રહ ( ભારતમા જગ જાહેર (“જમાઈ”)

प्रर्थना PRAYER

September 30th, 2010

                  PRAYER 

                  

       OM Sahanavavatu, Sahanou bhunaktu

       Saha virym karavavahai

       Tejasvinavadhitamastu, ma vidvisavahai

       OM Santih, Santih, Santih

 

        May he protect us both (teacher & student)

        May he nourish us both.

        May we both work together with great energy

       May our study be enlightening and fruitful

          May we not hate each other.

           Om Peace,  Peace ,  Peace

 

2.          Sarve bhavantu sukhinah

             Sarve santu niramayah

             Sarve bhadrani pashyantu

            Ma kaschi dukhabhagbhavet

              OM Santih, Santih, Santih  

 

          May all be happy

         May all be free from disease

         May all see things auspicious

        May none be subject to misery

        OM  Peace, Peace , Peace        

 

   આપણા બાળકો માટે જેમને ગુજરાતી યા

સંસ્કૃતમા તકલિફ હોય.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.