need proof December 17, 2007
Posted by pravinash in : ચિંતન લેખ , trackbackશાનો પુરાવો જોઈએ છે
અસ્તિત્વનો હાજરીનો કે ગેર હાજરીનો
પુરાવો અપનાર અને લેનાર આપણે કોણ
શું હું સમક્ષ છું તે પૂરતું નથી
અસ્તિત્વનો ઉદય અને અસ્ત હોય
હાજર, ગેરહાજરીમાં પણ હાજર હોય
ગેરહાજર પરિસ્થિતિ પર અવલંબિત છે
આંખે દેખ્યું પણ ખોટું હોઈ શકે
કાને સાંભળ્યું પણ વાહિયાત હોય
પુરાવો પુરાવો પુરાવો
બૂમો ના પાડો
ના ઠુકરાવો
અહિં જ છે
સમક્ષ છે
શ્વાસમાં છે
ઉછવાસમાં છે
હમણાં છે
ક્ષણમાં છે
સંગીતમાં છે
લયમાં છે
આંગણમાં છે
ચોતરફ છે
અણુ અણુમાં છે
ધડકનમાં છે
ઈશની કૃપામાં છે


Powered By
Comments»
no comments yet - be the first?