Archive for December 30th, 2007

30 Years

December 30th, 2007

        જન્મભૂમિ ત્યજી આ દેશની ધરતી પર પગ મૂક્યો ત્યારે ખબર ન હતી કે
   જીવનમાં કેવા કેવા અનુભવોમાંથી  પસાર થવું પડશે. હા, પણ તેનું જ નામ
   તો જીંદગી છે.
    
      લગ્ન જીવનનો સુહાનો અને યાદગાર  સમય પાછળ છોડીને વાસ્તવિક્તા
   માં પગરણ માંડ્યા. નાના નાના બે બાળકોને આંગળીએ વળગાડી,નવો દેશ,
  નવી સભ્યતા અને નવા વાતાવરણમાં પ્રવેશી. એકજ વાક્યમાં તેનો ચિતાર
   આપું. ઘરમાં ગાડી પણ ક્યાં જાંઉ , ઘરમાં ફોન પણ કોને કરું? ૩૦મી ડિસેમ્બરે
   શિકાગોની ધરતી પર પગ મૂક્યો. હૈયે હોંશ અને ઉમંગ એટલો કે પ્રિતમનો
   સથવારો હતો.
  
    સંતાનોની પ્રગતિ એ જ જાણે જીવનનો ધ્યેય બની ગયો.નસિબદાર કે પતિનો
   પ્રેમ  અને સહયોગ  સાંપડ્યો. આજે  બાળકો ખૂબ સુખી છે. ચાર નાના પૌત્ર અને
   પૌત્રી છે. જવાની વિતી ગઈ,હાથ ઝાલનારનો હાથ છૂટી ગયો. ખાલીપણાનો
   ખાલીપો સંતાનના હર્યાભર્યા સંસારની સુવાસથી ભરાઈ ગયો.

     વતનની  યાદ અને સંસ્કાર આજે પણ ધબકે છે. આજે છું કાલે શું તેની ખબર
    નથી.  હરખ, શોક શાના! અંતરે ઉમંગ ભર્યો છે. જીવનમાં ન કોઈ સંતાપ,
   ઉરે ઉલ્લાસ, કુટુંબની  પ્રગતિ પર હૈયે છે  “હાશ”. ઈશ્વર પર છે સંપૂર્ણ વિશ્વાસ.    

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.