Archive for December, 2007

અખાના પદ

December 14th, 2007

 તિલક  કરતાં  ત્રેપન ગયા,  જપમાલાના  નાકાં  ગયા
       તીરથ ફરી  ફરી થાક્યાં ચરણ તો યે ન પહોંચ્યા હરિને શરણ
      કથા સુણી સુણી  ફૂટ્યા કાન અખા તો યે ન આવ્યું બ્રહ્મજ્ઞાન
     
       એક  મૂરખને  એવી  ટેવ  પત્થર  એટલા પુજે  દેવ
       પાણી  દેખી  કરે  સ્નાન  તુલસી  દેખી  તોડે  પાન
       એ  અખા વડું ઉત્પાત ઘણાં પરમેશ્વેર એ ક્યાંની વાત
      એક નગરમાં  લાગી  લાય પંખીને  શો  ધોકો  થાય
      ઉંદર  બિચારા  કરે  શોર  જેને  નહીં  ઉડવાનું  જોર
      અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે જેની અનુભવ પાંખો આકાશે ફરે
       આંધળો સસરો ને શણઘટ વહુ એમ કથા સાંભળવા ચાલ્યા સહુ
       કહ્યું  કાંઈ  ને  સમજું  કશું  આંખનું  કાજળ  ગાલે  ઘસ્યું
       ઊંડો  કૂવો  ને  ફાટી  બોખ  શીખું  સાંભળ્યું  સર્વે  ફોક
       દેહાભિમાન   હતું  પાશેર   તે  વિદ્યા  ભણતા  થયો  શેર
       ચર્ચાવાદમાં   તોલે  થયો  ગુરુ  થયો ત્યાં  મણમાં  ગયો
       અખા  આમ  હલકાથી  ભારે  થાય  આત્મજ્ઞાન સમૂળું જાય
       સો  આંધળામાં  કાણો  રાવ આંધળાને  કાણા પર  ભાવ
       સહુના  નેત્રો  ફૂટી  ગયા  ગુરુઆચારજ  કાણાં  થયા
       શાસ્ત્ર તણી છે એક જ આંખ અનુભવની ઉઘડી અખા નહી આંખ

લોહીના દબાણનો રામબાણ ઈલાજ

December 13th, 2007

     અમારા  કાંતીકાકાને  રોજની ફરિયાદ આજે મારું દબાણ ઉંચુ છે.
      ગયા  અઠવાડિયે  નીચુ  હતું.
      મારે  ઘરમા ભલેને  ત્રણ ડોક્ટર હોય  પણ  ઘરની  સમજ પૂર્વકની
          દવા કરવી ગમે.

      તો ચાલો  અજમાવી  જુઓ.

      જો દબાણ વધારે હોય તો!
  
      ‘ધિરજની’  બે  ગોળી  સવાર સાંજ જમ્યા પછી  લેવી
 
            સવારે  નરણે કોઠે ૧/૨  કપ  પ્યારમાં
            ૧.  લીંબુ
            ૨.  ચમચી  ખાડ  નાખીને  પીવું.
        દાંત સાફ  કર્યા  પછી  ૧૫  મિનિટ  પ્રાણાયામ કરવો.

        બપોરે  બે  કલાક  મૌનવ્રત  પાળવું.
       રાતના  સૂવા  જતા  પહેલા  પ્રાર્થનાના  હુંફાળા પાણીથી
             સ્નાન  કરવું.
         પથારીમાં લંબાવ્યા  પછી  આંખોમીચી  ઈષ્ટદેવનું
               નામ  સ્મરણ  કરવું.
         બે  અઠવાડિયા  પછી  મને  કહેજો  વધારે દબાણ હશે તો
            ઓછું  થશે  અને  ઓછું  હશે  તો  નિયમિત  બની જશે.

           ચાલો  ત્યારે  કરો  શુભ  શરૂઆત.

   

       
     

આખું કોળુ

December 13th, 2007

 રવિઃ     આ બાજુ વાળો  કવિ રોજે છાપા વાંચવા લઈ જાય છે.
         પાછા આપવા છેક બીજે દિવસે આવે. અરે છાપા લઈ
               તેનો  વાંધો નહી ટેવાઈ ગયા. નવી  કોઈ પણ ઈલેક્ટ્રીકલ
               વસ્તુ માંગવાને   હમણા  પેધો  પડ્યો છે. એને  બરાબર
                પાઠ ભણાવવો  પડશે. બસ  કલાક બે કલાકમાં  આપી
                જઈશ પછી ભાઈ દેખા જ ન દે.

    કવિઃ    ગયે અઠવાડિયે  ગામ જઈને પરણી આવ્યો. આજે  રજા હતી.
   
    રવિઃ   અરે  તું પરણીને નવી  વહુ લઈને આવી ગયો. અભિનંદન.
 
         આજે  તારે  ઘરેથી  નવી  વસ્તુ  જોઈએ છે.
 

     કવિઃ  લઈ જાને  મને શું વાંધો  હોય.

     રવિઃ   તારી  નવી વહુને  બે કલાકમાં———

lakir

December 12th, 2007

 મટકું  માર્યા  વગર  દૃશ્ય  માણી  રહી   હતી
      રાઝ  તેનો  માત્ર  હું   જ    જાણતી   હતી
     ચારેકોર  મારી  સમાંતર  લકીરો  તણાઈ  હતી
     ન  નાની  કે   મોટી  સહુ  એક  સરીખી   હતી

      એકલતા  છતાંયા  તે  જીવન   સંગીની  હતી
      નજર્યુંને  ન  જણાય  તો દિલમાં ગમગીની હતી
       દોરી  ખેંચતાં  તે અલપ  ઝલપ રમતી  હતી
       હર  રાતે તેને મળવાની  દિલમાં તલપ  હતી

        અમાસની  રાતે ઢુંઢું  તોયે  જણાતી  ન  હતી
         પૂનમની  રાતે  ખૂબ  રંગીની  રેલાવતી  હતી

        તમને થશે  આ શેનું  સુમ્દર  વર્ણન  છે.

     બારી  પર  લટકતા  “મીની  બ્લઈન્ડ” ની
    કરામત છે. કદીક  સમય મળે તો જોજો કેવું
     સુંદર  દૃશ્ય  દૃષ્ટિગોચર થશે.  છેલ્લાં પાંચ
      વર્ષથી  આ મારો સિલસિલો  થઈ ગયો છે.

કબીર——-પ્રવિણા ઉર્ફ ‘પમી’

December 11th, 2007

 kabir.jpg

 કબીરની વાત આપણે   સહુ  જાણીએ છીએ.
       તેમનું  રચેલું  પ્રસિધ્ધ ભજન
     ”  ઝીની રે ઝીની   ચદરિયા”

    એના પર મારા વિચારોમાં  નાનો શો પ્રયાસ.

     

      ચદરિયા  મૈલી રે કીની
          બુનનેવાલેને  પ્યારસે બુની
           મુરખ  મૈલી કીની
            ચદરિયા મૈલી રે કીની

            જગકે  રંગમેં  ઐસી  રંગી
            સ્વાર્થસે  મૈલી કીની
              ચદરિયા  મૈલી રે કીની

    
              ડૂબ  સંસારમેં  પ્યારન કીનૉ
              મોહમેં  ગંદી  કીની
                ચદરિયા  મૈલી રે કીની

              સત્યસે  આંખ મિચોલી ખેલી
               જૂઠમેં  ઉલઝી મુંદી
                 ચદરિયા  મૈલી રે કીની
           નિર્મલ વિચારકી  ગંગા છાંડી
             મલિન  જલમેં હોડી
               ચદરિયા  મૈલી રે કીની
             દાસ  ‘પમી’કી  અરજી  સુનો
             કબીરકી  બાત હૈ માની
              પ્રયત્ન  ઔર પુરૂષાર્થ  કીનો
                મૈલ  ધોનેકી  ઠાની

                ચદરિયા  ધોકે  વાપસ દીની
                  ચદરીયા ધો કે વાપસ દીની

        ” દાસ  કબીરને  ઐસી  ઓઢી                
            જ્યોં કી ત્યોં ધર દીની”

       ‘ચદરિયા  જીની રે જીની’
          
 

kevo

December 10th, 2007

    ચિત્ત  નથી  તો  ચિંતન  કેવું
       મન  નથી તો  શંશય  કેવો
             બુદ્ધિ  નથી  તો  નિર્ણય  કેવો
                    આશય  નથી  તો  ગુન્હો  કેવો
                             કર્તાભાવ  નથી  તો  બંધન  કેવું
                                      અહં  નથી  તો અજ્ઞાન  કેવું
                                             અપેક્ષા  નથી  ત  નિરાશા કેવી                
                                                  ચંચળતા નથી  તો  અસ્થિરતા કેવી
                                                         શ્રધ્ધા  નથી  તો  ભક્તિ   કેવી
                                                              વિશ્વાસ  નથી  તિ  જીવન  કેવું
                                                                   શરણાગતિ  નથી તો  મોક્ષ  કેવો

Guess what?

December 7th, 2007

નાનપણામા ઉખાણા રમતા હતા યાદ હશે?

નાનો શો પ્રયાસ કર્યો છે.

આશાછે તમને ગમશે.

૧. જળમાંહી છુપાયો હું
નરી આંખે જોઈ શકાતો હું
શાંત જળમાં અદૃશ્ય હું
કંકર મરો પ્રત્યક્ષ હું

૨. નક્કર છતાં નજુક હું
ઘા સહુ ન ઘાય લ હું
ભાર ઉપાડું, કોમલ હું
આંખોને લલચાવુ હું

૩. અધિષ્ઠાન છતાં ન શૂન્ય
પ્રલયકાળમાં પ્રકાશથી લુપ્ત
હાજર છતાં ગેરહાજર વરતાય
અનુભવ છતાં અલિપ્ત જણાય

૪. છેણી હથોડા સાથે પ્રીત મારે
આંગળીઓની કારીગરી
દિમાગ માગે દાદ મારી
વાંચો સમજો તો જીંદગી તારી

૫. વિંધે છતાં નિકળે ન લોહી
ઘાયલ છતાં દવા ન જોઈ
હળાહળની જરૂરત ન જાણી
જીવતા લાશ થાયે જુની કહાણી

જવાબ. કેટલા સાચા પડ્યા?
ખોટું બોલશો તો ચાલશે.
૧. તરંગ
૨. થાંભલા પર કોતરેલી પૂતળી
૩. બ્રહ્મમય જગત
૪. શિલાલેખ
૫. શબ્દના બાણ

વિણેલા મોતી

December 6th, 2007

ગઈકાલે જોયા વિણેલા મોતી

આજે માણો અનુભવના મોતી.

આશ છે ગમશે?

પ્રતિ ઉત્તરની રાહ જોઈશ.

૧. શ્રિંગાર શતક લિખનેવાલે સે વૈરાગ્ય શતક લિખવાયા
ઈશ્વર તેરી અપાર કૃપા બગકો હંસ બનાયા

૨. રોતે બાલકકો મિલે મા ભુખોકો મિલે ભોજન
રામ કિશન ગોપાલ મિલને ચલના ન પડે જોજન

૩. તૂ ચાહે યા ન ચાહે તેરે ઈરાદાઓં કા પલ્લા ભારી નહીં
ઈશ્વરકી ઈચ્છાકે આગે તેરી દાલ ગલનેવાલી નહીં

૪. ક્યોં પરેશાન હોતે હો ક્યા જીના નહીં આતા
ક્યોં બંધનમેં બંધે હો ક્યા છુડાના નહીં આતા

૫. વૈરાગ્ય તેરે મનમેં હૈ વૈરાગ્ય તેરે કાર્યમેં
વૈરાગ્યકો વરણાગી કૈસે જાને યે સંસારમેં

૬. પ્રભુ માંગના મેરા સ્વભાવ નહીં હૈ
ઔર દેખકે આંખ મુંદના તેરા સ્વભાવ નહીં હૈ

૭. પ્રભુ જો ભી દે મંજુર મુઝે
યાદ રહે બદનામી ના લગે તુઝે

વિચારના વહેણ

December 5th, 2007

૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો.

૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો
માલિક નહીં.

૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે
ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે?

૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત
ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો
આભાર માનજો.

૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ.
દરેક માણસનો અંત તો એક સરખો જ છે. ‘મૃત્યુ.’
મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો.

૬. આજે કરેલા કર્મનું ફળ કદાચ કાલે મળે કદાચ વર્ષે, બે વર્ષે
કે પાંચ વર્ષે મળે. કદાચ આ જન્મે નહી તો આવતા જન્મે
મળે. કર્મની ગતિ અતિ ગહન છે.

૭. એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવું પડશે. આ વાત જો
સાચી હોય તો જરૂર કરતાં વધારે ભેગું કરવાની શી જરૂર છે?

શું સુંદર વાત છે . આપણા બધિર કાન તેં કેમ સાંભળતા નથી.
હવે વિચાર કરી અમલ કરવાની ઘડી આવી ગઈ છે. ૬૦ વર્ષની ઉમર
વટાવી ચૂકેલા સર્વે માટે ખાસ.
” હવે કાઢ્યા એટલા નથી કાઢવાના.”
અમેરિકામા ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ જોઈએ. ઉપર જવા માટે
કોઈ લાગવગ ચાલતી નથી.
મજાક ખાતર લખ્યું છે. કિંતુ સનાતન સત્ય છે.

વિચારના વહેણ

ક્યાં ગમે?

December 5th, 2007

શબ્દ જ્યાં સરતો નથી
વાણી જ્યાં વહેતી નથી
દ્રષ્ટિ દેખી ના શકે
તે વાસમાં વસવું ગમે

પવન જ્યાં પાણી ભરે
અંધકાર જ્યાં ઓગળે
સૂર્ય પહોંચી ના શકે
તે વાસમાં વસવું ગમે

આભ જ્યાં સિમિત બને
વિજળી જ્યાં સ્થગિત બને
વાદળ વર્ષા ના કરે
તે વાસમાં વસવું ગમે

શાંતિ જ્યાં જઈ સળવળે
ઘોંઘાટ જ્યાં ગુંજી રહે
મૌનનું સંગીત સુણાય
તે વાસમાં વસવું ગમે

જીંદગી જ્યાં ઝગમગે
મૃત્યુ જ્યાં મહેકી ઉઠે
ઇશને જ્યાં ઓળખાય
તે વાસમાં વસવું ગમે

હા, હા, હા

તે વાસમાં વસવું ગમે

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.