શું ખરેખર ૨૦૦૭ વિદાય લેવાનું

December 24th, 2007 by pravinash Leave a reply »

     આંખે  દેખ્યું હોય , સાચું  હોય અને  અનુભવ્યુ  હોય  તોયે  મન ન માને તો  શું
      કરવું. કાંઈ નહી  તો  મિત્રો ને  જણાવવું. ૨૦૦૭  વિદાય  લેવાની  તૈયરીમાં છે.
    ૨૦૦૮ નો  ઘોડો  બારણે  ઉભો  થનગની  રહ્યો  છે.
          
           લગ્ન  ઘરઘરની  સળગતી  સમસ્યા છે. નસિબદાર  મબાપના  બાળકો
       પરણી  ગયા  છે.  પછી  ભલે ને તે પ્રેમ લગ્ન   હોય કે  બીજી રીતે. આજે 
       સમાજમાં  ૩૦ થી ૩૫  વર્ષના  યુવાન , યુવતીઓ નજરે  ચડશે જેઓ સાથીને
       મળવાના  પ્રયાસ આદરી  રહ્યા  છે.

           તમે  કદાચ  નહી  માનો  કે જે  હું  લખવા  જઈ રહી  છું તે સત્ય હકિકત
       છે યા  મનમાંથી  ઉપજાવેલી. કિંતુ  ‘ગીતા  પર હાથ મૂકીને  કહીશ જે પણ લખું
       છું  તે સત્ય  છે અને સત્ય સિવાય  બિજું કાંઈ નથી’.

       આજે  રવીવારની  સવાર હતી. મારો પ્રાતઃકર્મ  પતાવી ને કામમં પરોવાઈ.
    છેલ્લા  બાર  વર્ષથી  રેડિયો પર  અમે ચારેક  મિત્રો  અપીએ  છીએ. પછી ત્યાંથી
      એક  વાગે  ખૂબ  સુંદર પરિવારમાં  ભજન ગાવાનો  કાર્યક્રમ હોય  ત્યાં  જઈએ.
   સાચે  રવીવારની  તેથી  હું કાગડોળે  રાહ જોતી  હોંઉ  છું. આ રવીવારે એક સુંદર
     સાધારણ દેખાવની   યુવતી  આવી  હતી. તેનું  હાસ્ય તો  મધુરુ  હતુ કિંતુ  નામ
     મન મોહીલે  તેવું. આ વાતમાં  તમે  કદાચ  મારી  સાથે સહમત નહી થાવ
      તેથી  વધુ  નહી  લખું. એ  મારો  અંગત  અભિપ્રાય  છે.
      વાતમાંથી  વાત નિકળી અને  મારાથી ઉમર પૂછાઈ  ગઈ. એના જવાબથી
      મેં  હસીને  કહ્યુ ‘એક  જમાનામાં  વર્ષો પહેલા  મારી  પણ  એ ઉંમર હતી.
    વાતમાં ને વતમા મેં તેને  પૂછ્યું  કેટલા વર્ષ થયા લગ્નને. તો કહે કે સાત.
    તે  પોતે  કમપ્યુટરમા  માસ્ટર્સ  હતી. તેનો  પતિ  કેમિકલ એન્જીયર હતો.
    જેણે  પી.એચ. ડી. કર્યું  હતું. જો કે  આજકાલ  ભણતરની  કિંમત ખબર
       હવાથી  બાળકો  મહેનત કરિને તે પામે છે.
          વિસ્મય  તો  ત્યાં થયો કે  બંને  જણા  લગ્ન  પહેલાં  એકમેકને મળ્યા
      પણ  ન  હતા! લગ્નને  દિવસે  પ્રથમવાર દર્શન અને સ્પર્શ પામ્યા.હવે તમે
      માનશો ને મારા પ્રતિભાવનો  ———–
      થોડીવાર  અમારે  વાત  થઈ બનવાકાળ સાથે જમ્યા .પરિચય થોડો થયો
      એટલે  મારાથી  રહે વાયુ નહી ને કહ્યુ  તમે  કઈ સદીમાં  વસો છો એ મારા
      માનવામાં  નથી  આવતું? ———————-        

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.