Archive for December 21st, 2007

આજુબાજુ ચાલતા અવનવા દ્રશ્યો

December 21st, 2007

          ૨૦૦૭  નું વર્ષ  લગભગ  પુરું  થવાની  અણીપર  છે. ૨૦૦૮  દરવાજો
  ખટખટાવે  છે કે ક્યારે  બારણું ખૂલે  અને  પ્રવેશ  પામે. જ્યારે  શાળામાં ભણતી
  હતીને  વર્ષ બદલાય  ત્યારે ખૂબ  ગમતું.  આજે  નથી  ગમતું  એમ ન  કહી
   શકું  કિંતુ  તે વખતે  બાળપણ હતું , ભોળીભાલી  હતી. ગમ્મત મઝામાં દિવસો
   ગુજરતા હતા.
      હું તો એકની એક હતી તેથી  ખૂબ સરળ જીંદગી  જીવી. મારી  ખાસ  સહેલી
   માલતી. માતા પિતા અને ચાર ભઈ બહેન . પૈસા વાળાની  દિકરી પણ કુટુંબમા
    જમેલા ચાલતા તેની અમે બંને ઘણીવાર  ચર્ચા કરતા. બાળમાનસ પર તેની છાપ
    પડેલી  તે આજે  રહી રહી ને ઉભરી આવે છે.
      કુટુંબમાં  ઉભરાતા પ્રશ્નો, કોઈના લગ્ન  લેવાના  હોય. કોઈને દવાખાને દાખલ
    કરવાના હોય.  મામા કે માસીનો  દીકરો  ગામથી  મુંબઈ  ભણવા આવ્યો હોય. પાડોશીને
    ત્યાં  દીકરાની  બાધા ઉતારવાની હોય કે પછી  મૂળા કે મૂઠા ધોવાના હોય. સાંભળીને
    ત્યારે  તો હસવુ  આવતુ. દાદીમા  ગુજરી  જાય તો તેમનું બારમું ને તેર્મું થરું હોય.
   બા,  દાદા  ,વડીલ ઘરમાં તેમની  આમન્યા જળવાતી. તેમના આદર થતા. આવું
     ઘણું બધુ  મનના  ભંડારામાં ભરાયું  હતું.
      જ્યારે  અજે ૨૧મી  સદીમા, અને એમાંય  પાછા અમેરિકામા. વાત જ ન પૂછશો.
   એ જ છે માત્ર  વાઘાં  બદલાયા છે. સાડી ને બદલે  પંજાબી એ પ્રવેશ કર્યો છે. માથે
     ઓઢીને  ફરનાર  આજે  સ્કર્ટ અને બ્લાઊઝમાં છે.
      હા, આજે  પ્રેમ લગ્નો  વધ્યા છે તેમ ઈન્ટરનેટ પર પણ લગ્નો લેવાય છે. ઓળખીતા
     પાળખીતાના છોકરા  છોકરી આપસમાં  મળીને  લગ્ન  સંબંધ  બંધાય છે.
       અવસાનના  પ્રસ્ંગે  બ્રાહ્મણોને  તડાકો પણ પડે છે. હિંદુસ્તાનમાં વર્ષો પહેલા
     ચાલતા રિતરિવાજો  પ્રમાણે લગ્નો  લેવાય છે. અમુક બાળકો માબાપની પસંદ નાપસંદની
     કોઈ  પરવા કરતા નથી. આજ કાલની  યુવા પેઢી ભણતર મેળવીને કમાય છે તેથી
      કશાની  પરવા શાકાજે  કરે. દીકરીઓ  ૨૫ ,૩૦ અરે ૩૫ વર્ષની થાય યોગ્ય પાત્ર
       મેળવી શકતા નથી. અને જે પરણેલી છે તેઓને કોઈના બાપની સાડાબારી નથી.
          કોલેજકાળમાં અમે બહેનપણીઓ માબાપને રૂઢી ચુસ્ત માનતા હતા. કિંતુ
     તેમની  આમન્યા તોડવાનો સ્વપ્ને પણ વિચાર ન કરતાં. કહેવાય છે કે
         ‘દિકરી ને ગાય દોરે ત્યાં જાય.’ કિંતુ આજે ગાયની વસ્તિ પણ દેશમાં ખૂબ
    વધી ગઈ છે. તેથી   ‘દિકરીને ગાય  ફાવે ત્યાં જાય;’ ઉચીત લાગે છે.
       આજે હાથ જોનારા ભવિષ્ય ભાખનારાને તો લોટરી લાગી ગઈ છે. હિંદથી
     ભણવા આવેલો બુધ્ધિશાળી યુવા વર્ગ  બેફામ પૈસા અમેરિકામાં કમાય છે. આજે
     રોકડાને ઉધાર કાલેની માફક ‘ આજે લગ્ન ને છૂટાછેડા કાલે’. અરે કાલે શું કામ
     બે ચારબાળકો થયા પછી પણ.
      શું  આ આપણી સંસ્કૃતિ છે? 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.