Guess what? December 7, 2007
Posted by pravinash in : Uncategorized , add a commentનાનપણામા ઉખાણા રમતા હતા યાદ હશે?
નાનો શો પ્રયાસ કર્યો છે.
આશાછે તમને ગમશે.
૧. જળમાંહી છુપાયો હું
નરી આંખે જોઈ શકાતો હું
શાંત જળમાં અદૃશ્ય હું
કંકર મરો પ્રત્યક્ષ હું
૨. નક્કર છતાં નજુક હું
ઘા સહુ ન ઘાય લ હું
ભાર ઉપાડું, કોમલ હું
આંખોને લલચાવુ હું
૩. અધિષ્ઠાન છતાં ન શૂન્ય
પ્રલયકાળમાં પ્રકાશથી લુપ્ત
હાજર છતાં ગેરહાજર વરતાય
અનુભવ છતાં અલિપ્ત જણાય
૪. છેણી હથોડા સાથે પ્રીત મારે
આંગળીઓની કારીગરી
દિમાગ માગે દાદ મારી
વાંચો સમજો તો જીંદગી તારી
૫. વિંધે છતાં નિકળે ન લોહી
ઘાયલ છતાં દવા ન જોઈ
હળાહળની જરૂરત ન જાણી
જીવતા લાશ થાયે જુની કહાણી
જવાબ. કેટલા સાચા પડ્યા?
ખોટું બોલશો તો ચાલશે.
૧. તરંગ
૨. થાંભલા પર કોતરેલી પૂતળી
૩. બ્રહ્મમય જગત
૪. શિલાલેખ
૫. શબ્દના બાણ


Powered By