Archive for June 7th, 2007

ધીમેથી હસજો

June 7th, 2007

પાપા અમેરીકા આવ્યે પાંચ વર્ષ પછી.
       પાપાઃ  બેટા હવે તું ૨૦ વર્ષની થઈ.
       પૂજાઃ   હા પાપા.
     પાપાઃ  આપણી ન્યાતનો છોકરો જોવા માંડીએ.
     પૂજાઃ   પાપા હમણાં નહીં.
     પાપાઃ  બેટા, કોઈ પણ ભારતીય ચાલશે.
     પૂજાઃ  સારું.
          બીજા ત્રણ વર્ષ પછી.
     પાપાઃ હવે તું M.B.A. પણ થઈ ગઈ.
         બેટા ચાલને તારું મન માનતું હોયતો
             અમેરિકન કે કાળીયો કોઈ પણ ચાલશે.
     પૂજા ; પાપા શું ઉતાવળ છે?
     પાપાઃ બેટા , હવે તું ત્રીસની થવા આવી .
          તારે જેને પરણવું હોય તેને પરણજે.
          પરંતુ યાદ રાખજે કે તું “છોકરા”ને
              પરણજે.
       
         પાપાની હાલત જોવાજેવી કેટલી બદલાઈ ગઈ.

છેટાં રહેવામાં

June 7th, 2007

 ઝેરનાં પારખાં જાણી જાણી કીધાં
   માણ્યાં અનજાણ બનીને
        વાલમજી મારા સજા છે
              છેટાં રહેવામાં
   ઝેરનાં અમૃત મીરાં એ બનાવ્યા
   શીવજીએ કંઠમાં પરોવ્યા
   વિશ્વનાથે સહાય કરીને
   નીલકંઠ થઈ વખણાયા
      વાલમજી મારા સજા છે
            છેટા રહેવામાં
   જાણી જોઈને હરિજન વાસે
   માધવનાં ગાણા ગવાણાં
   નરસૈયાનો સ્વામી શ્યામ
   શામળીયો થઈને પંકાણા
       વાલમજી મારા સજા છે
            છેટા રહેવામા
   માણ્યા કે માણશું અજાણ થઈને
   પ્રિતમ વિયોગનાં ટાણાં
   અડધે વસ્ત્રે વનમાં રઝળી
   યમરાજ પાસથી તેડાવ્યાં
       વાલમજી મારા સજા છે
           છેટા રહેવામાં
    મુજ દિલમાં ઢુકીને ભાળો
    નજર્યુંના તીર સંધાણા
    મળ્યાં કે મળશુ ભવના સાથી
    પ્રીતની દોરે બંધાણા
          વાલમજી મારા સજા છે
              છેટા રહેવામા

કેનકુનનો દરિયા કિનારો

June 7th, 2007

      તું મુજને મળવા આતુર છે
     હું તુજને મળવા તરસું છું

     તારા મારા મધુર મિલનની
     સુખદ  પળો ને   ઝંખું  છું

     આવેગ સહિત તું આવે છે
     હું મન હી મન મુંઝાઊ છું
    
     તારી ઉત્કટ ભાવના દેખી
     મનમાં ખુશી અનુભવું છું
    
      ભાનભૂલી ને તારી પાસે
      ધસમસતી દોડી  આવું છું

     તુજને આલિંગી તુજમાં સમાઈ
     જગને     વિસારી    વિરમું  છું

    

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.