jump to navigation

દગો દેશે June 8, 2007

Posted by pravinash in : ભજનો , 2 comments

    જીવન સંધ્યાનું ટાણું
    પ્યારું ઘરનું આંગણું
    સહુ સાથ છૂટી  જશે
    તન પણ દગો  દેશે
    આ પિંજર પડી જશે
   તિમિર ગયું ને પ્હો થયો
   મળસ્કાનું મધ્યાહન થયું
   સંધ્યાના  સુહાના  રંગ
   રાત્રિમાં થયે પરિવર્તન
   બાળપણાનું  ભોળપણ
   શૈશવનું  મધુરું  જિવન
   જુવાની આવે  ઘોડાપૂર
   ઢળતી ઉમરનું શાણપણ
   સઘળાં કર્મોનું નિરાકરણ
   જિંદગી ના બને ભારણ
   મૌન સેવી નિરખ ગગન
   શાતા પામ બન  મગન
 

વાવો-પામો

Posted by pravinash in : ચિંતન લેખ , 1 comment so far

   શું   વાવ્યું  ને  શું    પામ્યા
   થોર  પર   ગુલાબ   આવ્યા
   મોગરાના સાપ આજે રિસાયા
   રાતે રાતરાણી બાગમાં મુરઝાયા
   ધતુરાના ફૂલ સુગંધે  ઉભરાયા
   કેવડિયાના  કાંટા ન  ચુભાયા
   લજામણીના મસ્તક ઉંચકાયા
   કમળ ઝરણાંમાં ખીલી ઉઠયા
   ચાંદનીએ ઉકળાટ ફેલાવ્યો
   સૂરજ મધ્યાહને શિતળ થયો
   મેઘધનુષના રંગ ગાયબ થયા
   વાદળાં શાંતિથી ગરજી ઉઠયા
   ૨૧મી સદીના પ્રાંગણમાં આજે
   આંખોએ નવા તમાશા ભાળ્યા
 વાવો પામોના સમીકરણો બદલાયા

 Type in