૧. તમને અને તમારા પરિવારને પ્યાર કરો.
૨. તમારા પર વિશ્વાસ રાખો.
૩. જ્ઞાન અને વિદ્યા નો આદર અને આગ્રહ રાખો.
૪. જિંદગી સૌજન્ય અને પ્રમાણીકતાથી ભરો.
૫. જિંદગીનું નામ છે પરિવર્તન, આવકારો.
Archive for June 11th, 2007
પંચશીલ
June 11th, 2007શાંતિ અને સંતોષ
June 11th, 2007 જેણે સંસારનાં સુખો ચાહીને માણ્યાં છે’
જેણે વિષય સુખ ઝંખીને ભોગવ્યું છે.
જેને હું મારું ને જગત આજે પણ પ્રિય છે,
જેને માનસિક તેમ જ સામાજિક સુરક્ષાની ગરજ છે,
તે વ્યક્તિ સત્ય- સમર્પિત કે મોક્ષ-સમર્પિત જીવન જીવી નહિ
શકે. નૈતિક મૂલ્યો જાળવીને, સંસારિક દાયિત્વો નભાવીને ચિત્તને
શાંત રાખવાના અને શરીરને સ્વસ્થ રાખવાના ઉપાયો કરી શકે. પોતાના
સંસ્કારોનો પરિચય કેળવીને પ્રતિક્રિયાના હુમલા ખાળી શકે. આહાર-વિહારનો
સંયમ સાધી શકે. એટલું તમે કરો તોયે શાંતિ – સંતોષભર્યું જિવન ઉપલબ્ધ
થશે.
વિમલા ઠકાર
ધીમે થી હસજો
June 11th, 2007વેપારીઃ ભાઈ નવી ઘડિયાળ છે. સારી ચાલે છે.
ગ્રાહકઃ ભાઈ જલ્દી બગડી તો નહી જાયને?
વેપારીઃ બગડી જશે તો બંધ પડશે.
ગ્રાહકઃ મારી પત્ની બગડે તો ચાલુ થઈ જાય છે.
સંસારીઃ સાધુમહારાજ, મારી પત્ની ખૂબ હેરાન કરે છે.
સાધુઃ નિસાસો નાખતાં. જો તેની સલાહ હું આપી શકતો
હોત તો હું સાધુ શામાટે બન્યો હોત.