પાપા (father’s Day) June 17, 2007
Posted by pravinash in : વિણેલા મોતી , 1 comment so far ઘરમાં પ્રવેશતાં તમારા નયનોમાં
પ્રેમની ઉષ્મા ભાળી
તમારા ગાઢ આષ્લેશમાં હ્રદયની
વિણા ગુંજી ઊઠી
વાણીના વહી છતાં સંદેશાની
આપ લે થઈ
બસ પાપા તમારો પ્યાર મુને
જિવનનું ભાથું સાંપડ્યું
વરસાદ
Posted by pravinash in : હાસ્ય રસ , 1 comment so far નાનકોઃ મા વરસાદ આવે છે.
માઃ {કાનમાં જરાક બહેરી}
કોનો સાદ આવે છે? મને સંભળાતું નથી.
નાનકોઃ મા,મને છત્રી આપ.
માઃ હા, બેટા સોળ દુ બત્રી.
નાનકોઃ મા, ધ્યાન આપ અને બરાબર સાંભળ.
માઃ લે બરાબર કહું છું. સાંકળ વાસી દીધી છે.
નાનકોઃ થાકી ને. સારું મા હું હવે કાઈ નહી બોલું.
માઃ સારું બેટા, તું સૂઈજા હું તને ઓઢાડું.
નાનકોઃ હારી થાકીને વરસાદમાં પલળતો ઘર
બહાર દોડી ગયો.
છત્રી લેવાનું સાવજ વિસરી ગયો.


Powered By