Archive for June 27th, 2007

એવો એક દિવસ આવશે?

June 27th, 2007

 

 કોમલ જ્યારે કેતનની પાછળ સ્કુટી ઉપર બેઠી હતી ત્યારે મનમાં  કેટ કેટલાં ઉમંગો ભર્યા હતા. તે વીસ વર્ષની અને કેતન ત્રેવીસ  વર્ષનો. આજે બંને જણા ઘર છોડીને જઈ રહ્યામ હતાં. ઘરનાં  વડીલોને સમજાવવાના બધામ જ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યાં હતાં.   કોમલે માત્ર ગળામાં સાદી મોતીની માળા અને હાથમાં કાચની  બંગડી પહેરીને કેતનની પાછળ બેઠી હતી. તેને શંકા હતી કે તેના  વકીલ પિતા કેતનને ચોરીના બહાનામ હેઠળ જેલભેગો ન કરે. 

 

   કોમલ નો કેતન પહેલો પ્યાર હતો. માત્ર જુદી ન્યાતના હતા તેથી  બંનેના વાલીઓ ને વાંધો હતો.  એકબીજા નાં પ્યારમાં મશગુલ  કોમલ અને કેતન દુનિયાની પરવા કર્યા વગર ભાગી છૂટ્યાં.રાતના  સિનેમા જોવા જવાનાં બહાને કોમલ ઘર બહાર નિકળી ગઈ. નક્કી  કર્યા મુજબ કેતન સાથે ભાગી નિકળી. બાર સાડાબાર સુધીતો કોઈને  ગંધ આવવાની જ નહતી. ત્યાં સુધીમાં તો બંને જણા ખૂબ દૂર નિકળી  ગયા હતા.

       ભાડાની ટેક્સીમાં આગળનો પંથ કાપી રહ્યાં હતા. જરૂરિયાત પુરતી  બંને જણા વાતો કરતાં હતા. ખબર નહી કેમ કરીને ટેક્સીવાળાને ગંધ આવી  ગઈ. બંને પ્રેમ પંખીડાને સહાય કરવાને બદલે અડધે રસ્તે ઉતારી મૂક્યા. 

 કેતન, કોમલને ધીરજ બંધાવતા બોલ્યો ‘કોમલ તુ જરાય ચીંતા નહી કરતી, રાત   જેમતેમ પસાર કરી સવારે જે પણ ગામમાં હોઈશું ત્યાં આપણે બંને કોર્ટમાં જઈને લગ્ન કરી લઈશું. પછી આપણાં માબાપ આપણને કશું નહીં કરી શકે 

 

  કોમલને કેતન ઉપર ગળા સુધી વિશ્વાસ હતો. એતો કેતનને ગળે વહાલથી  બાઝી પડી. બંને જણાં  રાતનાં અંધારામાં દીવા દેખાતા હતા  એ દીશામાં ચાલવા લાગ્યા. સાચો પ્રેમ નીડર હોય છે. ભીતી તેમની નજીક  ઢુંકતી પણ નથી. બંને જણાએ હિંમત કરીને કોક અજાણ્યાનું બારણું ઠોક્યું. ઘડિયાળમાં રાતનાં ત્રણ વાગ્યા હતા.

  સુનિતા બહેને બારણુ ખોલ્યું. હાથમાં હાથ પરોવીને ઉભેલા કોમલ અને કેતનને જોયા. ખૂબ સરળતાથી  કોમલે પરિસ્થિતિ વર્ણવી. સુનિતાબહેન, સામાજીક કાર્યકર હતાં. તેમને આ  બંનેની વાતમાં વિશ્વાસ બેઠો. ખબર નહીં કેમ તેમને તેમાં સત્યનો રણકો સંભળાયો.   આ બાજુ કોમલના વકીલ પિતાશ્રીએ પોલિસનાં બારણાં ખખડવી તેમની મદદ  માગી. કેતનનાં મા એકલા હોવાથી સવાર પડવાની રાહમાં રાત ગાળી.  

   સુનિતાબહેન, કેતન અને કોમલને સવારનાં પહોરમા ઉઘડતી કોર્ટે સિવિલ મેરેજથી જોડી દીધાં.

કેતનનાં મા ને તો સમજાવાયા પરંતુ કોમલનાં બાપુજીએ કોમલનાં નામનું નાહી નાખ્યું.

તેમનો અસ્વિકાર કોઇને નડતો નહોંતો ફક્ત બળજબરી મનને ડંખતી હતી.. તેઓ માનતા કે એક દિવસ આવશે જ્યારે કોમલ પસ્તાશે અને કોમલ માનતી કે એક દિવસ આવશે ને પપ્પને મનાવી લઇશ…

તમે શું માનો છો?

એવો એક દિવસ આવશે?

 

 

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.