બંને પ્રભુને અપ્રિય છે.
ઘમંડઃ માટીના પૂતળાં શાના પર ઘમંડ.
પાખંડઃ જેના આચરણથી માંહ્યલો નારાજ.
ઘમંડઃ નાની નજીવી વાતોમાં પોરસાવવું.
પાખંડઃ ખોટો દેખાડો, ફુગ્ગા જેવો.
ઘમંડઃ અહંકારનો પ્રાણવાયુ.
પાખંડઃ ખંડનો ચોથો ભાગ.
ઘમંડઃ અસત્ય, અરાજકતા, આંધાધુંધી ફેલાવે.
પાખંડઃ વિદા કરો, શાંતિ સ્થપાયે.
ઘમંડઃ પાખંડઃ બને સમાન રીતે હાનિકર્તા છે.
ઘમંડઃ પાખંડ બંનેનો ત્વરિત ગતિ એ ત્યાગ કરો.
ઘમંડઃ પાખંડઃ બંનેમાંથી એકને પણ પ્રોત્સહાન ન આપો.