૧.
       પંચમહાભૂતથી બનેલો આ નશ્વરદેહ જ્યારે અમૂર્ત થાય છે.
       ત્યારે રાખ સિવાય કાંઈજ શેષ રહેતું નથી.એજ દેહ
           કરૂણા, દયા, નિસ્વાર્થ, સહનશિલતા અને ક્ષમા
           જેવા પાંચ તત્વોનો બન્યો હોય તો અંત સમયે સુગંધ
           પ્રસારતો પ્રક્રુતિમાં ફેલાઈ જશે અને અવશેષ રૂપે મધુરી
           યાદો ખોબલાં ભરીને રહેશે.
    
      ૨.
       જો  દિલ તૂટે અને ગાંઠ પડતી હોય  તો  લાંબા અરસા
           પછી દિલ, દિલ મટીને ગાંઠોનો દડો બની જશે.
         એક વસ્તુ જરૂર કરવી દિલ તૂટે એનો અવાજ ન
            આવવા દેવો અને ગાંઠ પડવા ન દેવી.
    ૩.
        જીંદગીનું ચઢાણ કપરૂં છે, ખાડાટેકરાવાળું છે કિંતુ
             કુદરતની આપેલી શક્તિ અમાપ છે. શ્રધ્ધા સંપૂર્ણ
             છે.
    ૪.
        જીંદગીના રાહ પર ચાલતા થાકી જવાય તે મંઝૂર
             છે પણ હારી  જવાય,
            ના— ના—- ના—–.
    ૫.
       સંવાદ      વિવાદ      વિખવાદ
           સંવાદઃ    શાણી સમજદાર અને અનુભવી વ્યક્તિ
                      વચ્ચે સંવાદ સર્જાય છે.
 
       વિવાદઃ    એકજ વિષયમાં પારંગત વ્યક્તિઓ
                       વચ્ચે તંદુરસ્ત વિવાદ સંભવ છે.
       વિખવાદઃ  સંસારમાં એક્થી વિષેશનાં સાન્નિધ્યમાં,
                       સામેવાળી વ્યક્તિની હા માં હા કરવાથી
                       વિખવાદ ટાળી શકાય છે.
                       

