મૂઢ મન મૂર્છામાંથી જાગ
       દાઝતાં જ્ઞાન છે આગ
        જ્ઞાન કાંઈ સિમિત નથી
        તેને આરંભ કે અંત નથી
        સાગર કિનારે છિપલાં અનેક
        એકઠાં કર્યા વિધવિધ બારેક
         પુસ્તકોનું ઉછીનુ ગાન
         માની બેઠો તેને જ્ઞાન
         અજ્ઞાનીની મેંઢક જેવી વાણી
         જ્ઞાનીને મુખે ફૂટે સરવાણી