જનની

May 13th, 2007 by pravinash 1 comment »

images59.jpg

    મીઠા મધુ ને મીઠાં મેહુલા રે લોલ
    એથી મીઠી તે મોરી માત જો …
       જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ
    વ્હાલના ભરેલ એના વેણ જો
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    અમીથી ભરેલ એની આંખડી રે લોલ
    હૈયું હેમંત કેરી હેલ જો
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
    શશીએ સીંચેલી એની સોડ્ય જો
          જનનીની જોડ સખી નહી જડે રે લોલ
    જગનો આધાર એની આંગળી રે લોલ
    કાળજામાં કંઈક ભર્યા કોડ જો
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
    પળના બાંધેલા એનાં પ્રાણ જો
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    મુંગી આશીષ ઉરે મલકતી રે લોલ
    લેતાં ન ખૂટે એની લ્હાણ રે
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    ધરતી માતાય હશે ધ્રુજતી રે લોલ
    અચળા અચૂક એક માય રે
           જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
    સરખો એના પ્રેમનો પ્રવાહ રે
           જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ
    માડીનો મેઘ બારે માસ રે
            જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
   ચળતી ચંદાની દીસે ચાંદનીરે લોલ
   એનો નહીં આથમે ઉજાસ રે
           જનનીની જોડ સખી નહિ જડે રે લોલ

     કવિ શ્રી બોટાદકર આ કાવ્ય રચી ને અમર થઈ ગયા.
    આવું સુંદર કાવ્ય રચવા બદલ તેમને પ્રણામ.

    ‘HAPPY MOTHER’S DAY’

છીંપલા

May 11th, 2007 by pravinash 3 comments »

images5.jpg 

    આ વાનગી નાસ્તા માટેની છે. ઘરમા મિજબાની હોય અને
    શરૂઆતમાં મહેમાનોને ખુશ કરવા પીણા સાથે મૂકી શકાય.
    

   સામગ્રીઃ      ૨         વાટકી મેંદાનો લોટ.
            ૧/૪      વાટકી તેલ
                    ૨         નાની ચમચી વાટેલા મરી.
                   મીઠું સ્વાદ પ્રમાણે.
                   તળવા માટે તેલ
                   (મોટા દાંતાનો કાંસકો)
 
   રીતઃ             લોટમાં  તેલ  ઉમેરી  બરાબર  ભૅળવવું.પછી
                             તેમા મીઠું , મરી નાખી  પાણીથી લોટ બાંધવો.
                  લોટ બહુ ઢીલો કે  કઠણ  નહીં. પરોઠા જેવો ચાલે.
                  નાના ના ગોયણા કરવા. પાણીપૂરીની પૂરી કરતાં
                             સહેજ મોટા. એક  ગોયણું  લઈને મોટા  દાંતાના
                            કાંસકા પર દબાવવું. તેના પર કાંસકાના આરકા
                             પડશે. બે છેડા ભેગા કરીને દબાવવુ. પછી પેણીમાં
                             તેલ મૂકીને આછાં ગુલાબી  તળવા.

                              દેખાવમાં અને સ્વાદ મા ખૂબ સરસ લાગે છે .

કઈ જાતિ

May 11th, 2007 by pravinash 1 comment »

images43.jpg

  મગન ;      અરે યાર હમણાંથી આસપાસમાં પુ.મચ્છર બહુ વધી
                        ગયા હોય એમ લાગે છે.
  
   છગનઃ        કેમ એવું કહે છે. તું શું મચ્છરનો ડોક્ટર થઈ ગયો
                        કે શું? તને તેની જાતિ પણ ખબર પડવા લાગી.
  
   મગનઃ        શું વાત કરું યાર, હું જ્યારે બિયર પીતો હોંઉ ત્યારે
                       તેના ગ્લાસ ઉપર અચૂક બેસે છે. માલતી પાર્લેનું
                       મેંગોલા પીએ તેના ઉપર પુ.મચ્છર નથી બેસતો.
  
   છગન;       એક દાખલા ઉપરથી તું કેમ માની શકે.

   મગન;     તું પણ ઉતાવળો છે. હું અને માલતી વરંડામાં પાના
                       રમીએ ત્યારે એ માલતીને છંછેડે અને તેનેજ ચટકા ભરે.
                    બોલ હવે તો તું માનીશ ને? 

નવો નિશાળીયો

May 11th, 2007 by pravinash No comments »

images17.jpg

       અરે વિદ્યાલયમાં પ્રથમ આવેલો નીશ જ્યારે નોકરી શોધવા નિકળ્યો
   ત્યારે તેને  ખબર  પડી’ કેટલી  વીસે સો  થાય.’ હા,  શરૂમા  તેને  લાગ્યું
   કે નોકરી મળવામાં વાંધો નહી આવે. કિંતુ સાધારણ કુટુંબમાંથી આવતો
   નીશ કોઈ લાગતા વળગતાની ભલામણ  ચિઠ્ઠી લાવવામા  નાકામયાબ
   નિવડ્યો. માતાપિતાને તેન ઉપર ખૂબ મદાર હતો. અને તેમની વાત
   ખોટી પણ ન હતી. નાના ગામમાંથી આવેલો, મહેનતે તેને યારી આપી
   હતી. મોટા શહેરમાં રહેવા ખાવાની સગવડ માંડ માંડ તે કરી શક્યો.
    છાપામાં જાહેબર જોઈ તે અરજી નાખતો. કોઈક હરીના લાલે તેને
   ઇંટરવ્યુ માટે બોલાવ્યો. ભણવામાં રચ્યોપચ્યો રહેનાર નીશ દેખાવમાં
   સાધારણ લાગે, કિંતુ જો તેને બોલતો સાંભળે તો તેની છટા અનેરી દર્શાય.
  પ્રથમ ગ્રાસે મક્ષિકા, તેને પસંદ કરવામાં ન આવ્યો. નીશ નિરાશ ન થતા
   પ્રયત્ન ચાલુ રાખ્યો. આખરે કોઈક દિવસતો એના નસિબ આડે નું પાંદડું
  હટવાનું જ છે. તેને પોતાની જાતમાં ખૂબ વિશ્વાસ હતો. કેમ ન હોય?
 માતાપિતાની પ્યાર ભરી માવજત, પોતાની તનતોડ મહેનત અને પ્રભુમાં
  અપાર શ્રધ્ધા.
        બીજો ઇંટરવ્યુ આવ્યો, નીશ ખૂબ ખુશ જણાતો હતો. આ વખતે જરા
   તૈયાર પણ સરખો થયો હતો. તેની બહેનપણીનો અભિપ્રાય અને સલાહ
   લીધાં. જેની  સાથે ભવિષ્યના રંગીન સ્વપના તે જોતો હતો. સમય આવ્યો
  બધું જા બરાબર ચાલતું હતું. તેની હોંશિયારી, આવડત અને ડીગ્રી બધું જ
   અનુકૂળ જણાતું હતું. અચાનક એક સવાલ તેની તરફ ફેંકાયો. તમને અનુભવ
   કેટલો છે?
         નીશ એક પળ ખચકાયો. પોતાની જાત ઉપર કાબૂ જાળવી, અભય થઈને
   બોલ્યો,’ અરે, મહિના પહેલાં પરિણામ આવ્યું છે અનુભવ તો તમે નોકરી આપો
   પછી આપોઆપ મળી જશે.’ હવે વારો હતો સવાલ પૂછનારનૉ, તે પળવાર
   ઝંખવાણા પડી ગયા. જાત ઉપર કાબૂ લાવી બોલી ઉઠ્યા , શાબાશ નવયુવાન
   હું તારા જવાબ ઉપર વારી ગયો.
        નીશ તે નોકરી મેળવવા સફળ થયો. આજે પણ તેનો ઇંટરવ્યુ લેનાર ભગવાનનો
   આભાર માને છે કે તેણે પસંદગી નીશ ઉપર ઉતારી હતી.        
    
   

ફરિયાદ

May 10th, 2007 by pravinash No comments »

images90.jpg

સરજનહાર તું સુણ ફરિયાદ
તારી સૃષ્ટિ માગે છે દાદ
એમાં પોલંપોલની મોટી ફાંદ
બહેરો ના થઈશ સાંભળ સાદ
ઘડપણમાં અપંગ બનેલાં
રોગથી અશક્ત થયેલાં
યાદોથી વિરક્તિ પામેલા
તુજને ઢુંઢી ઢુંઢી થાકેલાં
તેમને કાં ન બોલાવે?

સરજનહાર તું સુણ ફરિયાદ
ભરરે નીંદર્થી જાગ જરા
તારા રાજમાં છે અંધેર
દુર્જન માણે લીલા લહેર
હાંડલા કુસ્તી સજ્જન ઘેર
વરતે સઘળે કાળો કેર
તેમને કાં સતાવે?

સરજનહાર તું સુણ ફરિયાદ
નાના નાના ભુલકાંઓને
જુવાન જોધ યુવાનોને
નવપરણિતાના પરણેતરને
કાં બોલાવે
કાં રંજાડે
કાં તેમની
આંતરડી કકળાવે
કર વિચાર
ન્યાય કર
ધિરજ ધર
બની શકેતો
ઇલાજ કર

જિવનનુ પ્રયોજન

May 9th, 2007 by pravinash 2 comments »

images18.jpg    

     જિવનમામ તારું કામ શું
      કામ ક્યાં અરે  નામ  શું
      તુજ વિણ જિવન વહેવાનુ
      કદી  નહી અટકવાનું
      વનવગડે જઈ ભમવાનું
      મનગમતા નગરે ફરવાનુ
      જે  મળે તેમા મહાલવાનું
      મુસિબતોથી નહી ડરવાનું
      અપશબ્દોથી નહી વિંધાવાનું
      વાવાઝોડાથી નહી મુંઝાવાનું
      અભય બનીને ફરવાનું
      અપમાને મૌન પાળવાનું
      સંજોગો સામે ઝઝુમવાનું
      પ્રેમને આધિન થવાનું
      તિરસ્કાર પામી મુસ્કુરાવાનું
      પ્રયત્નોમાં તત્પર રહેવાનું
      કુદરતનું ગાન સુણવાનું
      કઠીન પરિસ્થિતી સુલઝાવાનું
      જનમ  સફળ  કરવાનું
      કિરતારનું સાંનિધ્ય માણવાનું
      મૌનનું સંગીત સુણવાનું
      અંતે મૃત્યુને આલિંગવાનું

દોસ્તી

May 8th, 2007 by pravinash 1 comment »

   સુદામા અને કૃષ્ણ બાળપણના ગોઠિયા. સાંદિપની ઋષિના
   આશ્રમમા સાથે ભણેલા, સાથે લાકડા કાપેલા. તેમની ગોઠડી
   ખૂબ પ્રખ્યાત. એક વાર સુદામા એ વાત છેડી, તારી માયાની
   તારી લીલાની ખૂબ ચર્ચા સાંભળી છે,કોઈકવાર તેનો અનુભવતો
   કરાવ. કૃષ્ણ કહે એમાં માલ નથી જવા દે ને. સુદામા માન્યા
   નહીં. ચાલ ત્યારે આપણે જમુનામાં નહાવા જઈએ.
     બંને જણા ચાલ્યા, ડૂબકી મારી. બસ સુદામાજી આવી ગયા
   અજાણી નગરીમાં. ત્યાંનો રાજા મરી ગયો હતો. સ્મશાનેથી ડાઘુ
   બધા ઘરે પહોંચતા હતા. જે સામે મળે તેણે રાજાની કુંવરીને
   પરણી રાજપાટ ભોગવવાના એવું ઠરાવ્યુ હતું. સામેથી આપણા
   સુદામાજી ચાલ્યા આવતા જણાયા. પકડીને રાજદરબારે લઈ
   જવામાં આવ્યા. જબરદસ્તીથી તેમણે લગ્ન કર્યા. ખૂબ સુંદર
   રીતે રાજપાટ ભોગવ્યું. ચાર બાળકો થયા.
   ખૂબ લીલા લહેર ભોગવતા હતા. અચાનક રાજાની કુંવરી બિમાર
   પડી. ગામે ગામ થી વૈદ તેડાવ્યાં. દવાદારૂમાં કોઈ કસર રાખવામાં
   ન આવી. પણ ટુટીની બુટી નથી. કુંવરી એ અંતિમ શ્વાસ લીધો અને
   પ્રેમાળ પતિ અને બાળકોને મૂકીને લાંબી યાત્રા એ નિકળી પડી.
    તેને સ્મશાને લઈ જઈ ચીતા ઉપર ચડાવી બધા ડાઘુઓ સ્નાન કરવા
   નદીમાં ડુબકી લગાવી. જુએ છે તો કૃષ્ણ સુદામાને કહે છે, અલ્યા કેટલી
   વાર કરી , બહુ લાંબો સમય પાણીમાં રહેવાથી રામ બોલો ભાઈ રામ
   થઈ જવાય તને ખબર નથી.  સુદામા, વિચારમાં પડી ગયા, આ બધું
   શું થઈ ગયું. કૃષ્ણ મનમાં ને મનમાં મુસ્કુરાતા હતા. લે જોઈને મારી લીલા  

એક પંખી રામે પાળ્યું

May 7th, 2007 by pravinash 1 comment »

images13.jpg

           એક પંખી રામે પાળ્યું
           હો એક પંખી રામે પાળ્યું
           કરૂણામયી સીતાએ એને
          વ્હાલે ચૂમી  પંપાળ્યું
                     હો એક પંખી——
     તેજ તિમિરની લીલા નિહાળી  હસતી એની આંખો
     નભગંગાઓ   સમેટી  લેતી  એની  પવન  પાંખો
     પાંખ  પસારી  રમતાં  એણે  વાયુ  મંડળ  ખાળ્યું
                       હો એક પંખી—-
     ઊંડે આભલું આંબી, એને સ્વર્ગ પ્રુથ્વી સૌ સરખાં
     સાત ગગનની આરપાર ઊડવાના એને  અભરખા
     ઊડી ઊડીને આખર એણે જિવન  રામપદ  ઢાળ્યું
                        હો એક પંખી—–
    જાનકીને લોચનિયેથી કંઈ  ટપક્યાં  મોંઘા  મોતી
    ચણ્યા સ્નેહથી એણે  સઘળાં  મોતી  ગોતી  ગોતી
      ત્યજી ટચૂકડો દેશ  વિરાટે  પ્રયાણ  એણે  વાળ્યું
                  હો એક પંખી——  

poet: Chandrakant Desai

પ્રેમ સગાઈ

May 5th, 2007 by pravinash 1 comment »

ca88w2tr.jpgimages8.jpg   

    સબસે ઊંચી પ્રેમ સગાઈ
    દુર્યોધનકો મેવા ત્યાગો
    સાગ વિદુર ઘર ખાઈ
          સબસે ઊંચી પ્રેમ સગાઈ
    જૂઠે ફલ શબરી કે ખાયે
    બહુવિધિ  પ્રેમ  લગાઈ
           સબસે ઊંચી પ્રેમ સગાઈ
    પ્રેમ કે બસ ન્રુપ સેવા કીન્હી
    આપ બને હરિ નાઈ
           સબસે ઊંચી પ્રેમ સગાઈ
     રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર કીન્હોં
      તામેં જૂઠ ઉઠાઈ
             સબસે ઊંચી પ્રેમ સગાઈ
      પ્રેમકે બસ અર્જુન રથ હાંક્યો
       ભૂલ ગયે ઠકુરાઈ
             સબસે ઊંચી પ્રેમ સગાઈ
       ઐસી પ્રીતિ બઢી વ્રુદાવન
        ગોપિયન નાચ નચાઈ
       સુર ક્રૂર ઈસ લાયક નાહીં
       કહાં લગિ કરીરે બડાઈ
          સબસે ઊંચી પ્રેમ સગાઈ

   ખુબ સુંદર અને મનભાવન ભજન
    ————————

સહજ

May 5th, 2007 by pravinash No comments »

creatures_021.gif

     જિવન  સરળ  સહજ  છે મુક્તિ
     સંયમી  જિવનની  છ  યુક્તિ

     જિવને હળવે પ્રસરે ધાર્મિક્તા
     જીવો જિવન ન બનો  ભોક્તા

    સદાય જિવને રેલાય ન્યાયયુક્તા
    કોમળ હ્રદયે છલોછલ  દયાળુતા

    કપટ અન્યાયથી  જોજન  દૂરતા
    વિષાદ  ઘમંડથી  કરે  ધ્રુષ્ટતા

   પંકમાં નિપજે પંકજ નિષ્કપટતા
    કરૂણા  સભર  નયને  ભાવુકતા

    વર્તને  વિનય સંયમ સૌમ્યતા
    નમ્રતા પ્રવેશે પામે સૌજન્યતા

    પુરૂષાર્થ કરી પામે સર્વશ્રેષ્ઠતા
    ધન્યઘડી પળ લાધે માનવતા
   

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.