Happy Mother’s Day

May 9th, 2008 by pravinash No comments »

મિત્રો , માતૃદિન આવે છે આ મહિનામા.
પિતૃદિન છે જૂનમા.

ચાલો ત્યારે માતાપિતા જે સંબંધમા પતિ પત્ની છે તેમના
વિશે વિચારીએ.

પતિઃ જો તમારી પત્ની ને કોઈ ભગાડી જાય તો સજા ‘ભલે તે તેને રાખે.’

પત્ની:   જો પતિ બીજી જોડે લફરામા પડે તો ‘ટાઢે પાણીએ ખસ ગઈ.’

પતિઃ જો પત્નિ અનૂકુળ હોય તો અભિનંદન. નહી તો બની જાઓ
ચિતનકાર.

  પત્ની:          જો પતિ અનૂકુળ હોય તો સોનામા સુગંધ ભળે.

પતિઃ પત્નિ હંમેશા પ્રેરણાદાયી બને , કિંતુ પ્રગતિમા અવરોધો
હોમે.
પત્ની  :પતિ, પ્રગતિથી ખુશ, કિંતુ ઘરે આવે એટલે ‘ રસોઈ
તૈયાર છે?’

પતિઃ    સ્ત્રીને શું જોઈએ છે? (અનુત્તર)
પત્ની:   પતિ કેમ ખુશ રહે? (અનુત્તર)

પતિઃ       કદીયે સવાલનો જવાબ હા કે ના મા નહી?
પત્ની:      હંમેશ બે વાર પૂછવાનું.
૧. પૂછે ત્યારે વિચારમાંથી જાગે.
૨. સાંભળીને વિચારમા પડી જાય.

બંનેને અનૂકુળઃ
દર અઠવાડિયે ઓછામાં ઓછું એકવાર બહાર જમવા જવાનું.

પતિ શનિવારે. પત્નિ રવીવારે.

ખૂબ સહેલી તરકીબઃ

જો તમારા ખાતામા બહુ પૈસા કૂદતા હોય અને તેને અડધા કરવા
હોય તો તરત પરણી જાવ.

બિચારો પતિઃ લગ્ન પછી એકવાર મોઢું ખોલે જ્યારે વિરોધ યા ઝઘડો
થવાનું ટળે.
બગાસુ ખાય ત્યારે.

લગ્ન પછી ‘છૂટાછેડા’ના મહાવ્યાધિથી બચવું હોય તો ખોટા હોય
ત્યારે હાર સ્વિકારવી અને સાચા હોય ત્યારે મૌનવ્રત પાળવું.

લગ્ન પછી પતિ પત્નિ સિક્કાની બે બાજુ છે. કદી એકબીજાની
આંખમા આંખ પરોવી જોયા વગર એક બીજાની સાથે રહે છે.

બાળકો, તેઓ સંભંધમા પતિ પત્ની છે પણ યાદ રહે તમારા માતાપિતા.
તે બંન્ને તમોને પ્રાણથી પણ અધિક ચાહે છે.
એમાં એકમત છે.
માતૃદેવો ભવ.
પિતૃદેવો ભવ.

                On Mother’s  Day  let’s play Tribute to her.

                    A Mother  Continues  the Legacy

                                      Educate  the  Present

                                     Builds  the  Future.

છે છે અને છે

May 8th, 2008 by pravinash No comments »

              

 આમ તો દુનિયામા સહુ સ્વાર્થિ જણાય છે

શાકાજે મને સઘળે સજ્જન દેખાય છે

દૃષ્ટિ તેવી સૃષ્ટિ નિયમ વ્યાપક છે

સારાને સારા નરસાને નરસા ભટકાય છે

એમ તો કદી કડવા અનુભવ થાય છે

વિચારતાં સંજોગોની માયાજાળ જણાય છે

ખાલીપણું જીવનનું બીજું નામ છે

માણસોથી ભરવું અઘરું કામ છે

નદીને ક્યાં ખબર છે ક્યાં જાય છે

તું સપનામાં આવી સરી જાય છે

કિરતાર સહુમા સદબુધ્ધિ દે છે

સુંદર ભાવના સઘળે રેલાય છે
                         

આ ટાણે કોણ ?

May 4th, 2008 by pravinash No comments »

            
       બારણે  ટકોરા  પડ્યા  આ  ટાણે  કોણ ?
 
       ન  કાગળ  ન પત્તર  આ  ટાણે ો ણ ?

       વહેલી  પરોઢ થઈ  આ  ટાણે  કોણ ?

       હ્રદયામા  ફાળ  પડી  આ  ટાણે  કોણ ?

       દિલ  ધક  ધક  કરે  આ  ટાણે  કોણ ?

       શંકા  કુશંકા  ઉભરે  આ  ટાણે  કોણ ?

       પાનીએ  પાણી  નિતરે  આ  ટાણે  કોણ ?

       હથેલીએ ખુજલી  ઉઠે  આ  ટાણે  કોણ ?

       કાંગરે  કાગ  બોલે  આ  ટાણે  કોણ ?

       મનનો  માનેલ  મિતવા  બારણું  ખોલ.                 

મધુરાષ્ટકં

May 3rd, 2008 by pravinash No comments »

अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं
ह्रदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं
चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरोः पादौमधुरौ
नृत्यं मधुरं सख्यं मधुरं महुराधिपतेरखिलं मधुरं

गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं
रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं
वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा
सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं
ईष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

गोपा मधुरा गावो मधुरा यष्टिमधुरा सृष्टिमधुरा
दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं

इति श्रीमद वल्लभाचार्य विरचितं मधुराष्टकं संपूर्णम

દર્દ તો દર્દ છે !

May 2nd, 2008 by pravinash No comments »

  

                          દિલમા  દિમાગમા  બદનમા  દર્દ  તો  દર્દ  છે

                        સવારના  સાજે  મધરાતે   દર્દ  તો  દર્દ  છે

                        દિલમા  ફેલાવે  દિવાનગી  દર્દ  તો  દર્દ  છે

                         દિમાગે  વ્યાપેલ  અણકહ્યું  દર્દ  તો  દર્દ  છે

                         વદને  નિતરતી  નારાજગી  દર્દ  તો  દર્દ  છે

                         વહાલાના  હોય  અસહ્ય  દર્દ  તો  દર્દ  છે

                          “ગીતા”  બનાવે  સહ્ય  દર્દ  તો  દર્દ  છે

                           જીવતરની  સગે  જોડાયું  દર્દ  તો દર્દ  છે

                           હસતે  મુખે  જીરવાયું   દર્દ  તો  દર્દ  છે

                           સર્વે  દર્દની  દવા ચંપી,પપ્પી, યા  કુપ્પી
                            કુપ્પી =  શરાબ          

કોણ ઈમાનદાર?

April 30th, 2008 by pravinash 1 comment »

   નક્કી કરજો. જ્યારે મચ્છર કરડે છે ત્યારે આપણા કાન પાસે
ગુનગુન કરે છે. માનવ ઉંઘમા પણ હોય તો તેને ઉડાડી શકે
છે. પછી જો તમે ન ચેતો ત્યારે એ તમને કરડવાની હિંમત
દાખવે છે.

માનવ પહેલા દોસ્તીનો હાથ બઢાવે છે. જ્યારે હાથ થામી
ભાઈબંધી બાંધે બાદ ક્યારે પેટમા પેસી પગ પહોળા કરે છે તે
ખબર પણ પડવા દેતો નથી.

સજ્જન માનવી એક વખત નાતો બાંધે પછી સમયની
ગતિ તેમજ દિશા બદલાય પણ સાથ છોડતો નથી યા કદી
ગદ્દારી કરતો નથી.

તેથી જ તો કહેવાયું છે કે મૂરખ મિત્ર કરતા દાનો
દુશ્મન સારો.

મસાલા પનીર ભુરજી

April 29th, 2008 by pravinash 1 comment »

                 મસાલા  પનીર  ભુરજી

         સામાગ્રીઃ
    
           અડધા        ગેલનના  દુધને ફાડી  પનીર બનાવવું.
                    અથવા
           ૪૦૦            ગ્રામ  પનીર તૈયાર.               ૨         મોટા  ટામેટા
            ૪                કાંદા                                      મીઠું  સ્વાદ પ્રમાણે
            ૨                ગાજર                                     ૩         રીંગ  પાઈનેપલ
            ૫                મરચા  લીલા                         ૧૦         લાલ  દરખ
            ૨”              આદુનો  ટુકડો                          ૨૦         દાણા   શીંગનો ભૂક્કો
            ૮                કળી  લસણની                        ઝીણી  કાપેલી  કોથમરી
             ૩                ટેબલ  સ્પુન  તેલ
                                           બનાવવાની  રીત

          પનીર  છુટ્ટુ  રાખવુ. કાંદા ઝીણા  કાપી તેલમા  સાંતળવા.
           ટામેટા ઝીણા  કાપી  થોડી વાર પછી  કાંદા સાથે સાંતળવા.
          બંનેને  સાથે થડીવાર સાંતળી અંદર છીણેલુ  ગાજર નાખવું.
          આદુ, મરચા અને લસણની વાટી એક પછી એક તેમા નાખવા.
          પછી તેમા સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવવુ. પનીર ઉમેરી,
           હલાવી.એક બેકીંગ ડીશમાં થોડુ તેલ યા ‘પેમ’ છાંટી પાથરી
           દેવુ, અંદર પાઈનેપલની રીંગ ગોઠવી ૧૫ મિનિટ ૩૫૦ % પર
            બેક કરી લેવુ.
                                   પિરસતી વખતે ઉપર શીંગનો  અધકચરો વાટેલો ભુકો
                                  અને  કોથમરી ભભરાવવા.

                                           ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાગશે.
                                         બનાવો ત્યારે મને યાદ જરૂર કરજો.
   
 

વિચાર માગીલે તેવી વાત

April 27th, 2008 by pravinash 1 comment »

          
    શામાટે  સ્ત્રીઓને  માનસિક બિમારી  લાગુ પડે છે.
    ૧.   સ્ત્રીઓની  ચીંતા કરવાની  આદત.

    ૨.   સહેલી અને સરળ વસ્તુ યા પરિસ્થિતિને ઉલઝનમા ફેરવવી.

    ૩.   ગાડીના “ગ” સિવાય બીજી વસ્તુ વિષે અનજાણ.

    ૪.   પતિ તથા  બાળકોની સ્વતંત્રતા પર અતિશય દબાણ.

    ૫.   ઘર બહાર કામ વધુ  વળતર ઓછું. ( પુરૂષોની સરખામણીમા)

    ૬.   મુખ પરની  કરચલીઓથી જેમે દૂર ભાગે તેમ વધુ જણાય.

    ૭.   વારેવારે તેના વિચારો અને આચારોમા થતા  ફેરેફાર.

    ૮.   કપડા, દાગીના પર્સ અને જૂતા પાછળ નિરર્થક પૈસા વેડફવાની આદત.

    ૯.   દેખાદેખી  અને ઈર્ષ્યામા રાચી ઘરમા અશાંતિનો ફેલાવો.

    ૧૦.  પોતાના પરિવાર અને પતિની અવગણના અને “ફોન”ની મહત્તા.

    ૧૧.   ‘મને બધુ આવડે છે’ એ રોગની જીવલેણ બિમારી. (

    ૧૨.   મુસાફરીમા પૈસા ઓછા અને સામાન વધારે ની ફિલસુફી.

    ૧૩.    રસોડામા સામ્રાજ્ય તેથી પરવાનગી વગર કશું થાય તો ઉહાપોહ.

    ૧૪.   જો કોઇ આમંત્રણ આપવાનું ભૂલી ગયું તો ખુન્નસ.

    ૧૫.   ‘તેની ઘરમા કશીજ કિંમત નથી ‘ તેવી માનસિક બિમારી.

    ૧૬.   ‘તેની ના અને હા ખૂબ કલાત્મક.’ સમજવા તેટલાજ મુશ્કેલ.

    ૧૭.   જ્યારે કોઈ તેને નિરખે ત્યારે શરમાવું. તે એની કરામત્.
  
    ૧૮.   કોઈને ત્યાં  લગન ઘરમા  જઘન.

      ૧૯.   ઘરમા ભલે શાક લાવવાના પૈસા ન હોય બ્યુટિ પાર્લરમા જરૂર જવાનું.

    ૨૦.  પોતાની ખુશી કાજે  ઘરમા યા જ્યાં હોય ત્યાં જાણે અજાણે ફેલાવતી નાખુશી. 
 

પ્રાર્થના

April 25th, 2008 by pravinash No comments »

પ્રાર્થના જીવનનું ગાન છે.

પ્રાર્થના શ્વાસ માટે પ્રાણવાયુ છે.

પ્રાર્થના નિરાધારનો આધાર છે.

પ્રાર્થના અંતઃકરણ શુધ્ધ કરવાનો સાબુ છે.

પ્રાર્થના પ્રભુ તરફ સરવાનો સરળ માર્ગ છે.

પ્રાર્થના લોહીના દબાણનો રામબાણ ઈલાજ છે.

પ્રાર્થના ‘સ્પેર વ્હીલ’ નહી ‘સ્ટિયરીંગ વ્હીલ’ છે.

પ્રાર્થના એ પ્રભુ પાસે ભીખ માગવાનો વાટકો નથી.

પ્રાર્થના મારફત ક્યાંય પણ વિના તકલીફે જઈ શકાય છે.

પ્રાર્થના જીવનનું અવિભાજ્ય અંગ છે.

આંખ બંધ કરી શાંત મને કરેલી પ્રાર્થના પ્રભુ જરૂરથી સાંભળે છે.

પ્રાર્થનામા માગણી નહી શાણાગતિ હોવી જરૂરી છે.

પ્રાર્થનાની કોઈ ભાષા નથી.

ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

બુઢાપામા————-

April 23rd, 2008 by pravinash 1 comment »

      દરેક બાળકને જીવનના તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. માત્ર
એકજ રસ્તો એવો છે કે જો ત્યાં વળી જાય તો બુઢાપામાંથી બચી જાય.
અને એ જગજાહેર માર્ગ છે મૃત્યુનો.
    
     બુઢાપો તેની સાથે ઘણી ઘણી વસ્તુઓ લઈને આવે છે. માન ન માન
મૈં તેરા મહેમાન. આંખે ઝાંખપ, કાન કાનપુર, કેડે ચસકો ને ચાલ ડગમગ.
ખેર, આનાથી તો છૂટકો ન થાય. કિંતુ સાથે લાવે છે, ડહાપણ, કોઠાસૂઝ,
વિવેક, અનુભવ અને બીજા અગણિત ગુણો. સુંદર સંસ્કારી કુટુંબ તો તેના
મીઠા મીઠા ફળ છે.
    

      એક વસ્તુ જે મને હૈયા સોંસરવી ઉતરી ગઈ તે આ ખાનગી વાત છે.
જો જો જહેરમા તેની ચર્ચા કરશો નહી. ‘બુઢાપા સાથે ગરીબી ન હોવી
જોઈએ.’ હવે એ તો કોઈના હાથની વાત નથી. આખી જીંદગી મહેનત કરી
કુટુંબ અને સંસારની ગાડી ચલાવી તેનું શુભ પરિણામ આવ્યું.

       ખેર , ગરીબીની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે. જો સંતોષ ધન આવે
તો ભલભલા કુબેર ની વિસાત નથી. જો જીવન જરૂરિયાત પર નિયંત્રણ હોય
તો માણસ અંત કાળે ખૂબ ધનિક છે. વાચા અને વર્તન નિર્લેપ હોય, સંસાર
અસાર છે અને ત્યાગ તરફ વળે તો ધન એ શું ચીઝ છે. બાકી બાપ કરતા
બેટા સવાય એ ઉક્તિ પ્રમાણે બાળકો માબાપ કરતા ચડિયાતા એ તો ગૌરવ
અનુભવવા જેવી વાત છે.બાકી તો સહુને વિદિત છે.

             પીપળ પાન ખરંતા હસતી કુંપળિયા
             મુજ વીતી તુજ વિતશે ધીરી બાપલિયા

       બાપ કરતા બેટા સવાયા, એ ઉક્તિ અનુસાર બાપા બેટા કરતા તો પૈસે
ટકે બેટા કરતા તો પાછળજ રહેવાના. એ તો કોઈ પણ માતા પિતા માટે ખૂબ
ગૌરવની વાત છે. માબાપે જ્યારે પોતાના તન, મન અને ધન ખર્ચ્યા હશે
ત્યારે બળક પોતાની મહેનત અને ઈશ્વરની કૃપાથી આજે તેણે આ સ્થાન પ્રાપ્ત
કર્યું હશે. મારું માનજો કોઈ પણ બાળક આ વાત ભૂલતું નથી. હા , આજુબાજુનું
વાતાવરણ તેને ગમે તેટલા ધમપછાડા કરી બદલાવવા માગે તો તે સઘળા
પ્રયત્નો નિષ્ફળ નિવડે છે.
   

     બાકી બુઢાપામા બાળક દિકરો હોય કે દિકરી માબાપને સમાન પ્રેમ કરે છે.
હા, પ્રેમનું પ્રદર્શન અલગ તરી આવે એ સ્વાભાવિક છે. તે હું દાવા સાથે કહી
શકું. પછી તે ભારતમા હોય કે અમેરિકામા કોઈ તફાવત નથી. બાકી બુઢાપો
જો આવે તો તેને કેમ દિપાવવો તેની તૈયારી પહેલો સફેદ વાળ દેખાય ત્યારથી
કરવો તે કહેવું અતિશયોક્તિ ભરેલું નથી. એવું મારું માનવું છે,બાકીતો———

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.