વહેમ
April 26th, 2010 by pravinash No comments »વહેમ એ એક એવો ભયંકર રોગ છે જેની દવા હજુ સુધી કોઈ
બનાવવા શક્તિમાન થયું નથી અને થશે એવી કોઈ એંધાણી
જણાતી પણ નથી.
ઈશ્વર કૃપાએ માતા પિતા વહેમમા બહુ માનતા નહી અને
પતિ વળી એથી ચડિયાતો હતો કે પુછવું જ શું? કિંતુ ચારે બાજુ
નજર કરો તો તે ચુંગલમાંથી છૂટવું અશક્યજ લાગે. નાનપણમાં
જ્યોતિન્દ્ર દવેનો લિખિત એક પાઠ ભણી હતી. બિલાડી આડી ઉતરી
તેથી એક ભાઈ પાંચ મિનિટ પછી નિકળ્યા. પરિણામ બસ ચૂકી ગયા,
તેથી નોકરીની પરિક્ષામા મોડા પહોંચ્યા. જેથી નોકરી હાથ તાળી દઈ
ગઈ. આમા વાંક કોનો બિલાડીનો જ બીજા કોનો.
આવું છીંક આવે તો અપશુકન થાય. ભાઈ છીંક તો કાંઈ કહીને
આવતી હશે. આજકાલ તો કચરાની એલર્જી એટલી વધી ગઈ છે કે છીંક
આવે તો ડઝનના ભાવમા.
હા, ચંપલ ઉતાવળમા ઉંધો થઈ જાય તો સીધો કરી લઈએ પણ તેને
કારણે ઝઘડૉ થયો એ ક્યાંનો ન્યાય. સાવરણી ઉભી ન મૂકાય. રાતના
વાસીદુ ન કઢાય. ઘણી વાર તો એમ થાય આખો દિવસ એક ચોપડી
લઈને ફરો જેમા ક્યારે શું થાય અને ક્યારે શું ન થાય એની બધી
માહિતી વિગતવાર હોય.
“દુખનું ઓસડ દહાડા વહેમનું ઓસડ માળા” કાંઈ ન મળેતો બેસો
ઈશ્વર સમક્ષ અને ફેરવો માળા. હવે હાથમા ચપ્પુ ન લેવાય,કેમ?
કાતર હાથમા ન અપાય. આ બધા શું ધતિંગ છે. વાત તો ત્યારે
વણસી ગઈ કે એક વાર હોસ્પિટલમા કોઇને મળવા ગઈ હતી.
બાળકને હાથમા લઈ પાછું મુક્યું અને સ્ત્રીના ઓશીકા નીચે મોટો
છુરો. રાતના ભૂત પ્રેત ન સતાવે તેના માટે. મીઠુ હાથમા આપીએ
તો ઝઘડો થાય.
આપણે ત્યાં લગ્ન વખતે ઘણા કુટુંબોમા જન્માક્ષર મેળવે છે.
એક બ્રાહ્મણભાઈએ બરાબર જન્માક્ષર તપાસી જોયા. બધાજ
ગ્રહો મળ્યા.સુખી કુટુંબ ખૂબ રંગેચંગે લગન લેવાયા. પાણીની
માફક પૈસા ખર્ચ્યા. નતીજો છ મહિનામા છૂટાછેડાની નોબત
આવી.
શ્રાધ્ધમા આપણે લગ્ન જેવું પવિત્ર કામ ન કરીએ. મારી
એક સહેલીના પિતાને નછૂટકે કરવા પડ્યા. ગયા અઠવાડિયે તેની
૨૫મી ,રજત જયંતિ ઉજવાઈ.
આપણા સમાજમા દયનીય હાલતતો છે વિધવાની. જો કે ભલુ
થજો ૨૧મી સદીનું આજના બાળકો અને મોટા ભાગના વડીલો હવે
બદલાયા છે. છતાં પણ યુગો જૂનો આ માનસિક સડો સંપૂર્ણ રીતે
ગયો નથી. એક લગ્નમા હાજરી આપવાની હતી. ખાસ સંબધ એટલે
આગળ બેસવાનું . બ્રાહ્મણભાઈ જેરીતે લગ્નની વિધી અને શ્લોક્નું
ઉચ્ચારણ કરતા હતા તે જોઈ તથા સાંભળીને હું દિંગ થઈ ગઈ.
આની વિરૂધ્ધમા બીજા એક લગ્નમા જવાનો મોકો મળ્યો.
પુત્રના આગ્રહને માન આપી પિતાની ગેરહાજરી છતાં માતાએ પ્રેમથી
દિકરા, વહુને પરણાવ્યા અને નવી દુલ્હનને પોંખી ઘરમા કુમકુમના
પગલાં પડાવ્યા.
આપણે એવું માનવાની જરૂર નથી કે માત્ર આપણેજ વહેમમા માનીએ
છીએ. ના, એ માનવ સહજ નિર્બળતા છે. વહેમને દેશ, કાળ કે પહેરવેશ સાથે
કોઈ મતલબ નથી. આ મનુષ્યનો સહજ સ્વભાવ છે બને ત્યાં સુધી આપણી
રોજીંદી જીંદગીમા ખલેલ ન પહોંચે તે ખ્યાઅ રહે.—-
ગુજરાતી સાહિત્ય સરિતા
April 25th, 2010 by pravinash No comments »ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનમા વહી
વેગ ધર્યો, સરળ અને સહજતાથી વહી રહી
નિત્ય નવિન રસિક મિત્રોને આકર્ષી રહી
સરિતા સાહિત્યની સમૃધ્ધિ ફેલાવી રહી
એક ડગ ધરા પર ૧૫
April 18th, 2010 by pravinash No comments »
શાન, ઘરે જઈ રહી હતી. સ્કૂટરની ઝડપ તો સરકારના કાયદા મુજબ
હતી. કિંતુ મગજમા ઉઠેલા વિચારોની ઝડપ પર તેનો કોઈ કાબુ ન હતો.
ભણવામા મશગુલ રહેતી શાનના વિચારો ડહોળાઈ જતા અને તેને પાછા
ઠેકાણે લાવવા શાનને ખૂબ પ્રયત્ન કરવો પડતો. “શું દિકરી થઈને અવતરવું
એ ગુન્હો છે?” એ સળગતા પ્રશ્નએ તેના મગજમા આકાર લેવા માંડ્યો હતો.
જો કે તે વિચાર સાથે શાન જરા પણ સહમત ન હતી. હા તેની આજુબાજુ
બની રહેલા પ્રસંગો કાંઈ જુદુ જ ચિત્ર ખડું કરતા હતા. સંજોગોની સામે
અટલ ઉભા રહી તેમાંથી માર્ગ કાઢવાની શાનની વિચિક્ષણતા દાદ માગી
લે તેવી રહી છે.
ઘરનું સુંદર સંસ્કાર ભર્યું વાતાવરણ, માતા,પિતા અને ભાઈલાનો પ્યાર
શાનને દિવસે દિવસે મજબૂત બનાવતા. તેના આત્મવિશ્વાસને પુષ્ટિ મળતી
અને દક્ષતાથી કાર્ય કરી શક્તી. ૨૧મી સદીની શાન વિચારી રહી હતી કે મારા
ભારત દેશની જે આન બાન હતી તે કઈ રીતે પાછી લાવી શકાય. બહેન, દિકરી
પર થતા અત્યાચાર માટે સહુની આંખો ખોલવાનો નુસ્ખો કયો છે. સ્ત્રી જન્મદાત્રી
તેના પર અત્યાચાર તેનું મન કબૂલ કરવા તૈયાર ન હતું.
સ્ત્રીને માત્ર ‘ઉપભોગનું’ સાધન ગણનાર વ્યક્તિ પર તેને ઘૃણાને બદલે દયા
આવતી. સ્ત્રી આદર, સમ્માનની હકદાર છે. તેના થકી તો ઘર,સમાજ અને દેશ
ઉજળૉ છે. સ્ત્રી અને પુરુષ જીવન રથના પૈડાં છે. બંને એક ધરીને વળગી સ્વતંત્ર
રીતે ગોળ ફરી રહ્યા છે. તેમાં કોઈ ઉંચુ નથી કોઈ નીચું નથી. દરેકની કાર્યક્ષમતા
અલગ છે. બંનેના કામની કોઈ લક્ષમણ રેખા નથી. અરસ પરસ સમજીને, ખભે
ખભા મિલાવીને સંસાર રથ સુગમતા પૂર્વક ચલાવે છે.
એવું કયું તત્વ છે જે સ્ત્રીમા હોવાને કારણે તેની અવહેલના સમાજ કરે છે.
એને તત્વ કહેવું એના કરતા દ્રષ્ટિ વધારે યોગ્ય શબ્દ છે. પુરૂષનું પુરૂષત્વ હંમેશા
તેની આડે આવ્યું છે. કિંતુ પુરૂષ એ કબૂલ કરવા તૈયાર નથી કે ‘સ્ત્રી’ના સહયોગ વગર
તે અધુરો છે. તેવું સ્ત્રી માટે પણ કહી શકાય. બંને એકબીજાના પૂરક છે. તો પછી આ
સળગતો પ્રશ્ન શામાટે? દહેજ એ એક એવી બલા છે જે સમાજમા કેન્સરની માફક
ફેલાયો છે. જેનો ઉપાય હજુ સુધી પામ્યા નથી. શાનનું મગજ ઘણી વાર બધિર થઈ
જતું. આમતો તે કુમળી કન્યા છે અને તેથીજ તો સમાજનું આવું પાશવી વલણ તેની
સમજમા આવતું નહી. તે વ્યાકુળ થતી ભલું થજો કે તેના વિચારોમાં ન તો મલિનતા
હતી કે ન કોઈ પૂર્વગ્રહ.
શાન ના માતાપિતા ખૂબ કાળજી પૂર્વક તેનું અવલોકન કરી તેને સહાયરૂપ થતા.
શાન કોઈ પણ સમસ્યાનો પાર ન પામી શકતી ત્યારે વિના સંકોચે તેમની પાસે પહોંચી
શાતા પામતી. વિચારોમા ગુંથાયેલી શાન ક્યારે નિંદ્રા દેવીને શરણે સમર્પિત થઈ તેનો
તેને ખ્યાલ પણ ન રહ્યો. શાનના કમરામા પ્રકાશ જોઈ તેના પિતાએ ડોકિયું કર્યું અને ધીરેથી
સરકી બત્તી બુઝાવી દરવાજો બંધ કર્યો.—–
એક ડગ ધરા પર—–૧૩
March 29th, 2010 by pravinash No comments »શાન, સુલુ અને નેહા ત્રણેય ગહન વિચારમા ગરકાવ થઈ ગયા. સાપ મરે નહી
અને લાકડી ટૂટે નહી. એ ઉક્તિ પ્રમાણે હિનાના પ્યારમા જરા પણ અવિનય ન વરતાય
તેનો ખ્યાલ જરૂરી હતો. હિના હરિશને દિલોજાનથી ચાહતી હતી. તેને હરિશને માત્ર પાઠ
ભણાવવો હતો કે પત્નીના પ્રેમ આગળ બીજા બધા સંબધ ફીકા છે. વળી તેને સારા દિવસ
ચડ્યા હતા તે શાન, સુલુ અને નેહા સિવાય કોઈને ખબર ન હતી.
સુલુનો અવાજ ખૂબ કોમળ અને સામી વ્યક્તિને ગમે તેવો હતો. હિના પાસેથી
ફોન નંબર લીધો અને પછી ફોન દ્વારા ઇ-મેઈલ પણ લીધો. હવે હરિશને પાઠ ભણાવવાનો
હતો. ઇ-મેઇલ સુલુનો પણ વાતચીતનો દોર બધો હિનાએ સંભાળી લીધો. જયારે પુરુષ પત્ની
છોડી બીજી સ્ત્રી પાછળ પાગલ થાય છે ત્યારે મોહમા અંધ થઈ સારા નરસાનું યા સત્ય અસત્ય
વચ્ચેનું અંતર વિસરી જાય છે. તેની વિવેક બુધ્ધી ગિરવે મૂકે છે.
ન કરવાનું કરે અને ન આચરવાનું આચરે. સારું હતુ કે અનજાણતા સામે
પક્ષે તેની પત્ની જ હતી. હિનાએ તેને બરાબર સાણસામા ફસાવ્યો. સરસ મઝાનો વખત જોઈ
એવી પરિસ્થિતિ ઉભી કરી અને સમાજમા બદનામી વહોરવાને બદલે હરિશના ઘરવાળાઓ
હિના ને ઘરે તેડી લાવ્યા. હિનાના પેટે ચાડી ખાધી. મિંયા પડ્યા પણ ટંગડી ઉંચી. હિનાનો
આદર કરવાને બદલે હરિશતો ઇ-મેઇલ વાળીની પાછળ ગાંડો થયો હતો. હિના વર્તનદ્વારા
હરિશની દુખતી રગ દબાવતી રહી. હરિશની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ હતી.
હરિશ બાળક પોતાનું હોવા છતા હિનાને પ્યાર દાખવી શક્તો નહી અને ઇ-મેઇલવાળીને
ભૂલી શકતો નહી.
હિનાને એકવાર ત્રણે બહેનપણીઓ મળવા આવી. ઘરમા કોઇ હતું નહી તેથી બિન્દાસ
વાતો કરીને પરાક્રમ પર હસી રહ્યા હતા. વાતોમા એવા મશગુલ હતાકે માથુ દુખવાને બહાને
વહેલા ઘરે આવેલા હરિશ પર કોઇનું ધ્યાન ગયું નહી. હરિશે વાત થોડી સાંભળી અને ચાલાકી
પુર્વક આખી વાતનો તાળો મેળવી લીધો. ગોદડું ઓઢીને સૂઈ ગયો. બહેનપણીઓ ગયા પછી
હિના સૂવાના પલંગ પર હરિશને જોઈ ચોંકી ઉઠી. ચહા બનાવીને લઈ આવી. ખબર પણ ન
પૂછ્યા. હરિશે નાટક ચાલુ રાખ્યું. મનમા થયું ‘શામાટે સાચું ગુલાબ છોડી હું કાગળના ફુલ
ઉપર મોહ્યો.’ ઇ-મેઇલનું નાટક જે મહિના સુધી ચાલ્યું હતું તેમા પોતાની નબળાઈ છતી
થઈ પણ હિનાનું વિશુધ્ધ અંતર તેના પર જાદુઈ અસર કરી ગયું. માફી માગવાની ઈચ્છા
અહંની આગમા ધુંવા થઈ ગઈ. હિનાને થયું પુરુષની જાત છે કબૂલ નહી કરે. ખેર માફ કરી
દંઉ. સ્ત્રીના હ્રદયની વિશાળતા અને પવિત્રતાનો અંદાઝ પુરુષ જાત કદી નહી લગાવી શકે?
હરિશના બદલાયેલ વર્તનને ધ્યાનમા લઈ એક રાત હિના ઘટૉસ્ફોટ કરવા જતી
હતી ત્યાં બત્તી બુઝાવી હરિશે તેને પડખામા લઈ કંઇ પણ ન બોલવા મજબૂર કરી. ઘણા
વખત પછી આનંદ મિશ્રિત પ્રેમ પામવા હિના સમર્થ બની અને પોતાના પ્યારની જીત
બદલ પ્રભુનો મનોમન આભાર માનવા લગી. ક્યારે આંખ મળી ગઈ તેનો પણ ખ્યાલ ન
રહ્યો અને વહેલી સવારે ઉદરમા પાંગરી રહેલ પારેવડાની હિલચાલની મોજ માણી રહી.
હરિશને શરમના માર્યા તે વાત કરી તેને પણ આનંદમા ભાગીદાર બનાવ્યો.——–
એક ડગ ધરા પર—૧૨
March 4th, 2010 by pravinash No comments »એક ડગ ધરા પર—૧૨
સઘળા દુઃખની એક જ દવા છે. તે છે ‘સમય’. સમય ભલભલું કઠીન દર્દ મિટાવવા
સમર્થ છે. માતા પિતાની જગ્યા કોઈ પણ વ્યક્તિ પૂરવાને સમર્થ નથી. તેમની મધુરી
યાદ અને શીળી છાયાના સંભારણા જીંદગી જીવવા માટે પૂરતા હોય છે. દરેકને એ
રસ્તે વહેલા કે મોડા જવાનું છે. સોનમ અને સાહિલ જીવનની ઘટમાળમા પરોવાઈ ગયા.
શાન કોલેજમા આવી અને પ્રગતિને પંથે ચાલવા લાગી તેની સહેલી સુલુ, જેને
સાવકીમા હતી એક દિવસ કહે મારા લગ્ન નક્કી થઈ ગયા. સુલુ પણ ભણવામા ખૂબ
હોંશિયાર હતી. શાન તો સાંભળીને છળી પડી. કહે શું વાત કરે છે? કોની સાથે? ક્યારે?
કેમ આટલા જલ્દી? સુલુ બિચારી શું બોલે! એનું રડવું માતુ ન હતું. એને ભણીને પોતાની
જીંદગી સુંદર રીતે જીવવી હતી. તેના પિતાજીનું કશુંજ નવી મા પાસે ચાલતું ન હતું.
સુલુની ઉંમર હજુ માંડ સત્તર વર્ષની હતી. જેની સાથે લગ્ન થવાના હતા એ
બીજવર હતો. નવી માને પૈસામા રસ હતો. નહી કે સુલુ સુખી થાય તેમા. શાન, નેહા અને
સુલુની ત્રિપુટી મસલત કરવા માંડી. સોળે સાન આવે એ ઉક્તિ મુજબ તેમની વિચાર શક્તિ
ખીલી હતી. ૨૧મી સદીની છોકરીઓ ઘણી ચબરાક અને સારા નરસાનું ભાન ધરાવતી
હોય છે.
શું કરે તેના વિચારોમા ખોવાઈ ગયા. ૧૭ વર્ષ એ તો કાંઈ પરણવાની ઉમર ગણાય?
આજે સમાજમા ચારેકોર નજર ફેરવો. ૩૦ થી ૩૫ વર્ષની છોકરીઓ જણાશે. ઘંઉ વીણું કાંકરા
વીણું માં કુંવારી રહી ગઈ હોય છે. શરૂઆતના ૨૫ વર્ષના થાય ત્યારે તેમનો જવાબ હોય
છે “અમે પરણવા માટે તૈયાર નથી”. શું તેના માટે લાલ કે લીલા સિગ્નલ ઝબુકતા હોય છે?
અમારે અમારું ભવિષ્ય બનાવવું છે. ત્યાં સુલુ ને જુઓ. કાંઈક તરકીબ કરવી પડશે જેથી
પરણવા આવનાર મૂરતિયો હા પડી જ ન શકે. સુલુને પોતાની બંને કીકી વચમા લાવવાની
ફાવટ હતી. સુમનભાઈ મોટી ફાંદવાળા જ્યારે તેને મળ્યા ત્યારે વાતો કરતા સુલુ ચાલાકીથી
તેમે કરતી. ‘બાંડામાં બોંતેર ” લક્ષણ હોય સુમનભાઈએ તો ધસીને ના પાડી દીધી. શાને તેના
માનમા સુલુ અને નેહાને પારસી ડેરીનો મસ્ત આઈસ્ક્રિમ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો.
શાનને હવે ભણવાની સાથે સાથે આ બધી વાતોમાં ઉંડો રસ લેવા માંડ્યો. તેને થયું
જેટલું ભણવું જરૂરી છે તેટલુંજ સાથે ભણતી સહેલીઓના જીવનમા આવતા નાનામોટા
અવરોધોને સુલઝાવવાનું પણ તેટલું જ અગત્યનું છે. શાનનું શાણપણ તેની બહેનપણીઓના
પ્રમાણમા ખૂબ ચડિયાતું હતું. તેમા મુખ્ય ભાગ માતાનો પ્રેમ, સમયસૂચકતા અને દાદા, દાદીની
સુંદર કેળવણી હતા.ચાલો હાલ પૂરતો સુલુનો વિકટ પ્રશ્ન ઉકલી ગયો.
તેવામાં શાનની બહેનપ્ણી નેહાની કાકાની દિકરી હિના લગ્ન કરીને બે વર્ષમા પિયર
પાછી આવી. કારણ તો કહે પૈસાવાળાનો નબીરો ખોટી આદતોમા ગળાડૂબ હતો. ઉપરથી
ઘરે આવીને હિનાને મારે તે નફામા. સારું હતું કે બાળકની ઝંઝટ હતી નહી. તેને બરાબરનો
પાઠ ભણાવવાનું આ ત્રિપુટીએ નક્કી કર્યું. ‘
જાસુસી કરવા માંડીકે હરિશભાઈ ક્યાં જાય છે અને કોને મળે છે. આવા બધા કારસ્તાન
ઘરમા કહે તો ગુસ્સો સહન કરવાનો વારો આવે, કિંતુ પરિણામ સફળ આવે ત્યારે ધીરે રહીને
મમ્મીને શાન બધું જણાવતી. સોનમને, શાન બહેન પણીને મદદ કરે તેમાં વાંધો ન હતો.
તેને પોતાના લોહી તથા તેની સમજદારી પર ગર્વ હતો. શાનને સમઝાવતી ‘બેટા વગર
વિચાર્યું કામ ન કરીશ કે જેથી મારે ,તરા પપ્પાને અને તારા ભાઈલાને નીચું જોવાનો
વારો આવે,”.
હરિશભાઈને પાઠ ભણાવવા ત્રિપુટી કામે લાગી ગઈ. હિનાએ સાફ શબ્દમાં જણાવ્યું
તેને હરિશ ઉપર પ્યાર છે. વધુ પડતા બે નંબરના પૈસાને કારણે તે આડે રસ્તે ચડી ગયો
છે. હા, તને સીધે રસ્તે લાવવા કાજે હું કાંઈ પણ કરવા તૈયાર છું. જીવનમાં પ્રથમ પ્યારની
મહેકનું વર્ણન કરવું અશક્ય છે. નાની ઉમરમા થતો પ્યાર આંખની ભ્રમણા છે. કિંતુ સમઝદારી
દ્વારા પાંગરેલું પ્યારનું પુષ્પ તેની સુંગધ જીવનભર ફેલાવે છે. આ કાંઈ કાગળનું ફુલ નથી.
તે કદી મુરઝાતું નથી. દિવસે દિવસે ખીલે છે. તેનું સૌંદર્ય અંગ અંગમાંથી પ્રગટે છે. જીવન
પ્યારનું પરિણામ છે. પ્યારને સસ્તો સમઝવાની ભૂલ કદી ન કરનાર હિનાએ, પોતાનો પ્યાર
મેળવવા કમર કસી. તેમાં સહકાર સાંપડ્યો શાન, સુલુ અને નેહાનો————–
વાહ વાહ અમેરિકા
February 4th, 2010 by pravinash No comments »વાહ વાહ અમેરિકા
હા, વાત સાવ સાચી છે. અમેરિકાનું નાગરિકત્વ વર્ષોથી મેળવ્યું છે.
ભારત મારી “જન્મભૂમિ” છે. અમેરિકા મારી કર્મભૂમિ છે. બંને ધરતી પ્રત્યે
મને પુષકળ માન છે. આજે અમેરિકાની આવી દશા જોઈ અંતરે દુઃખ થાય
છે.
એક સુંદર વિચાર સ્ફૂર્યો છે. કેટલા બધા ‘જોબ’ આપણા ભારતમાં ખસેડાયા
છે. (Out sourcing). ઓબામા પ્રેસિડન્ટ થયા ત્યારે લાગતું હતું કે કંઈક ઉકાળશે. પણ આણે તો દેશનું દેવાળું કાઢવા માટે કમર કસી છે. પહેલી વાર ઘર લેનારને ડોલર ૮૦૦૦, પાછા મળશે. નવા માણસને નોકરી પર રાખવા માટે ડોલર ૫૦૦૦, માલિકને મળશે. ઓબામા વાણિયો નથી. કેટલાય લોકો આનો લાભ ઊઠાવશે. જો અમેરિકા ‘પ્રેસિડન્ટની’ નોકરી આપણા ભારતમાં મોકલે તો પહેલી વાત પગારમા કેટલો બધો તફાવત. બીજું આપણા વડાપ્રધાન ખૂબ હોંશિયાર વ્યક્તિ છે. સમયમાં પણ એકદમ ફાવટ આવે. અંહી અમેરિકામા શનિ – રવિ રજા હોય . અમેરિકામા સવાર ભારતમા રાત, ભારતમા સવાર અમેરિકામા રાત. વીમાના દરમાં આસમન જમીનનો તફાવત. આતો માત્ર ઝલક બતાવી જો બધું ઉંડાણથી વિગતે લખું તો મારે આખી રાત જાગવું પડે. આપણે ભારતવાસી થોડામા ઝાઝું સમજીએ એવા છીએ—————-સમય બદલાયો છે
February 2nd, 2010 by pravinash No comments »સમય બદલાયો છે?
શું સૂરજ પૂર્વમાં નથી ઉગતો?
શું તે પશ્ચિમમાં નથી આથમતો?
શું નદી પર્વતમાંથી નિકળી સમુદ્ર ને નથી મળતી?
શું કોઈ પણ માને બાળક ગર્ભમાં “૯ માસ”નથી રાખવું પડતું?
તો પછી સમય ક્યાં બદલાયો?
“હા, પણ જો શબ્દ, સમાન હોય ને તેના અર્થ બદલાય તો
સમજજો “સમય” બદલાયો છે.
હસવાની મનાઈ છે
February 1st, 2010 by pravinash No comments »હસવાની મનાઈ છે
ગયા સોમવારે હું કોર્ટમાં ગઈ હતી. ગાડી ઉપર સ્ટીકર જુનું હતું .
નવું બતાવ્યું તો દંડ ન ભરવો પડ્યો. મારી બાજુમાં એક જુવાન
બહેન બેઠા હતા. કહે મારી ગાડી ગરાજમાથી કાઢીને રસ્તા પર
આવી. પોલિસ ત્યાંથી પસાર થતો હતો. સીટ બેલ્ટ બાંધ્યો ન હતો
એ ગુના માટે ટિકિટ આપી.
મને વિચાર આવ્યો . ગાડીમા સીટ બેલ્ટ પહેરવિ ફરજીયાત છે.
જેમ એક શરીર માટે હોય તેમ એક આડો “મ્હોં” માટે જોઈએ.
કારણ જે પણ બાજુમાં હોય તે આખે રસ્તે ગાડી કેમ
ચલાવવી તેનું ભાષણ ન આપે. ————
હા હા હા હા હા—————–
એક ડગ ધરા પર—–૯
January 29th, 2010 by pravinash No comments »એક ડગ ધરા પર—–૯
કંકુ તો ઘરે ગઈ પણ શાનની નિંદર સાથે લેતી ગઈ. ઘણા પ્રયત્ન
કર્યા શાને અને વિચારમા ગરકાવ થઈ ગઈ કે આવું પણ બની શકે. શહેરમા
રહેલી, જન્મેલી, મોટી થયેલી શાનની કલ્પના બહારની વાત હતી. વિચારમા
ને વિચારમા ક્યારે ઉંઘ આવી ગઈ તેની ખબર પણ પડી નહી. રાતના નિંદર
મોડી આવી તેથી સ્વાભાવિક છે સવાર પણ મોડી પડી. નાની સવારની ચા
પી રહ્યા હતા ‘આજે મારી દિકરી ખૂબ શાંતિથી સૂતી છે.’ તેમને ક્યાં ખબર
હતી કે શાનના દિમાગમાં શું ગડમથલ ચાલે છે.
સવારે ઉઠી મોં સાફ કરીને આવી શાન નાનીના ખોળામા લાડ કરવા આવી.
નાનીને અચરઝ તો થયું પણ કાંઈ બોલ્યા વગર તેના માથામા વહાલથી હાથ
પસવારવા લાગ્યા. ધીરે રહીને ગરમ કેસર બદામવાળા દૂધનો ગ્લાસ પકડાવ્યો.
દૂધ પીતા શાન કહે હેં નાની પંદર વર્ષની ઉંમરે લગ્ન થાય ખરા? હવે નાની
ચમક્યા. શું વાત કરે છે બેટા!
હા, કાલે કંકુ કહેતી હતી. હવે તેણે ભણવાનું છોડવું પડશે અને તેના માતા પિતા તેને
પરણાવી દેશે. નાની શાનને સમજાવવા લાગ્યા. બેટા સુથાર જાતિમા દિકરીઓને ભણાવે
ઓછું. તેઓ દિકરીઓને ‘સાપનો ભારો ગણે.’ બોલતાતો બોલાઈ ગયું પણ પછી શાનને
સમજાવતા નેવના પાણી મોભે ચડ્યા. નાનીને પસ્તાવો થયો પણ તીર કમાનમાંથી
છૂટી ગયું. પરિણામ જગજાહેર છે. ખૂબ પ્રેમથી નાની શાનને સમજાવી રહ્યા હતા.
શાન વાતો ખૂબ ધ્યાનથી સાંભળતી હતી. જીવનમા પહેલીવાર તેના ડગ થરક્યા.
તે ખૂબ નાની પણ ન હતી તેમ જ મોટી પણ નહી. કિંતુ તેના માનસ પર ઉંડી છાપ
પડી. હવે કંકુ ને શું કહી સમજાવવી. નાની કહે બેટા આ તેના ઘરની વાત છે. આપણાથી
કાંઈ ન કહેવાય. કિંતુ શાન તે માનવાને તૈયાર ન હતી.
કંકુ આવી તેને શાન ઉપર ભરોસો હતો . શાન દીદી શહેરની છે, સુંદર છે. કુશળ છે.
શાન કહે ચાલ ને આપણે તારા માતા પિતા પાસે જઈએ. બંને કંકુને ઘરે આવ્યા. શાનની
પ્રતિભા અસરકારક નિવડી. ધીરે ધીરે કંકુની મા જમનાને વિશ્વાસમા લીધી. શહેરની વાતો
કરી. વિનમ્રતા અને સાલસતા જમનાને જચી ગયા. શાન પછી શાળાની પોતાની ડોક્ટર
બનવાની મહેચ્છા વિગેરે વિગેરે જનાવી રહી હતી. એકદમ જમના પણ બોલી ઉઠી, અરે
મારી કંકુને પણ ડોક્ટર થવું છે. બસ શાન સાવધ થઈ ગઈ. હા, માસી કંકુ ભલે નાના
ગામમા રહે છે. પણ ખૂબ હોંશિયાર છે. હવે તો ગામમા પણ કોલેજ શરૂ થઈ ગઈ છે.
વડોદરા તો ૩૦ કિલોમિટર દૂર છે. એસ.ટી. બસની સગવડ છે. હું પણ કદાચ વડોદરા
ભણવાની છું. વાતોનો દોર બંધાતો ગયોને કંકુની મા સ્વપનામાં ડૂબતી ગઈ. તીર
નિશાના પર બરાબર લાગ્યું હતું. જમનાને વિશ્વાસમા લીધી. પચાસ ટકા કામ થઈ ગયું.
શાનને ખબર હતી પોતાને ત્યાં મમ્મી પપ્પાને કેવી રીતે પટાવી શકતી હતી.
રાતના કંકુના પિતા જગાભાઈ વખારેથી ઘરે આવ્યા. જમનાએ તેમની ભાવતી
વાનગી પીરસી. કામકાજ પરવારીને આવીને વત છેડી. આજેતો બાજુવાળા શારદાબહેનની
ભાણી આવી હતી. આપણી કંકુને તેની જોડે બેનપણા થઈ ગયા છે. ભણવામા આપણી કંકુ
શહેરની છોકરીની બરાબરી કરે તેવી છે. અરે, સાંભળો છો? કંકુને ભણવું છે. શામાટે પરણાવવાની
ઉતાવળ કરવી. ટી.વી. માં જુઓ છો ને છોકરી હવે છોકરાઓની હારોહાર બધા કામ કરે છે. ભગવાને
આપણને એક છોડી આપી છે. ભલેને તેનું ગમતું કરે. પૈસે ટકે તો આપણે સુખી છીએ. ન્યાતમા
છોડીઉ જલ્દી પરણે તેથી આપણે પણ તેમ કરવું શું જરૂરી છે. તમને પણ હતુંને કે હું બેચોપડી
વધારે ભણી હોતતો તમને હિસાબ કિતાબમા સહાય કરત. પણ લગન પછી બાર મહિનામા
કાનો આવ્યો ને બીજે વરહે કંકુડી. તમારી મનની મનમા રહી ગઈ. એ તો ભગવાને હારો
દી દેખાડ્યો અને આપણે બે પાંદડે થયા.
જગાને જમના પર ખૂબ વહાલ. કેમ ન હોય. કાના ને કંકુ જેવા બે સુંદર બાળકો દીધા હતા.
જગાના માબાપને ખૂબ આબરૂભેર સાચવતી. તેને પણ થયું કંકુ દીકરી છે તેથી કાંઇ ગુન્હો
કર્યો. ભલેને જીવન પોતાની મરજી મુજબ બનાવતી. જગો નવા જમાનાની હવાથી વાકેફ
હતો. તે સમજતો હતો કે સ્ત્રી હવે માત્ર રસોડાની રાણી નથી રહી. તેને પણ અરમાન હોય
છે. હિંદી ચલચિત્ર જોતો હતો. જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. પોતાની આવી સુંદર
દિકરી ભલેને ભણતી. કહ્યાગરી, ઘરકામમા પાવરધી પણ છે. તેનું હૈયું ઠારીશ તો તના
આશિર્વાદ પામીશ. જમનાની કેળવણી અને સંસ્કાર પર તે મુસ્તાક હતો. જમનાને સાતે
કોઠે ટાઢક થઈ. સવારે કંકુ ઉઠે ત્યારે સારા સમાચાર આપવા તલપાપડ થઈ રહી અને
વિચારમા આંખો મીંચાઈ ગઈ.
કંકુને તો કાંઈ જ ખબર ન હતી. ભણવા મળશે કે પરણવું પડશે તેની દ્વિધામા
આકાશના તારા ગણતી રહી.—————– શાન ને ઢાઢસ બંધાઈ હતી. તેને વિશ્વાસ
હતો કે કંકુની મા જમનામાસી જરૂર કાંઈક કરશે—–