પ્રેમે પસવાર્યો રે લોલ

July 14th, 2010 by pravinash No comments »

 

પ્યારો છે ચાંદ શિતળ  ચાંદનીરે લોલ

એથી પ્યારો છે મારો તાત રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

આંગળી ઝાલી ચાલતા શીખવ્યું રે લોલ

મૌનમા વરસે જેનો પ્યાર રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

વહાલે પંપાળી મુજને થાબડે રે લોલ

ઉછાળે ગગને આંબવા ચાંદ રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

વાણી ભલેને તેની આકરી રે લોલ

હર શબ્દે વહે પ્રેમનો પ્રવાહ રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

આબેહૂબ પ્રતિકૃતિ તાતની રે લોલ

શીર તેનુ ગર્વે ઉંચકાય રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

વિશ્વાસને ધૈર્ય જેણે શિખવ્યા રે લોલ

આદરથી મસ્તક જેને નમે રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

સંયમનો ઘુઘવે પેલો સગર રે લોલ

અસ્તિત્વ મારું જેને શીર રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

જીવનભર ઋણ જેનું પામ્યો રે લોલ

તાત તારો અગણિત ઉપકાર રે

પિતાએ પ્રેમે પસવાર્યો રે લોલ

 મીઠા મધુને મીઠા મેહુલારે લોલ

એથી મીઠી છે મારી માત રે

જનનીની જોડ સખી નહી જડે રે લોલ

જઠરાગ્નિ

July 13th, 2010 by pravinash No comments »

                  મહેફિલ જામી હતી. ચારે બાજુ હાસ્યની છોળો રેલાઈ રહી હતી.

શરાબની બાટલીઓનો ટંકારવ કર્ણપ્રિય લાગતો હત. સંગીતના સૂર પર

સહેલાણીઓ ઠુમકા મારી રહી હતી. ધરતી પર જો સ્વર્ગ હોય તો અંહીજ છે

એમ ભાસતુ હતું.

             આદરણિય મિનિસ્ટર સાહેબ હજુ પધાર્યા ન હતા તેથી મહેફિલ થોડી

કાબૂ બહાર હતી. છતાંય સંયમની મર્યાદા જાળવી સહુ પોતાનું વર્તન કરતા

હતા. કેમ ન કરે સમાજનો ઉપલો વર્ગ મળ્યો હતો.

        સમાજનો એ વર્ગ , જેના ખિસામા પૈસાનું જોર હોય છે તેઓ પોતાની

જાતનૅ ખૂબ હોશિયાર સમજે છે. અભિમાન તો તેમને નાકને ટેરવે બેઠેલું હોય

હું પણું તેમના વાણી અને વર્તન દ્વારા છતું હોય. તેમના અવાજનો રણકો શંખ

નાદ કરતા પણ બુલંદ હોય.

         એટલામા મિનિસ્ટર પધાર્યાની ઘોષણા થઈ. સોય પડે તો પણ સંભળાય

તેવી શાંતિનું સામ્રાજ્ય ચારેકોર છવાઈ ગયું. ટુંકૂને ટચ  ભાષણ આપી સહુને

આવકારી મિનિસ્ટર બેસી ગયા. બે પાંચ નાનામોટા ભાષણ થયા.

          મિનિસ્ટર સાહેબને બીજા બે અગત્યના રોકાણ હતા તેથી દરેક જણ પોત

પોતાની જગ્યા પર ગોઠવાયા અને કતારબંધ ખાવાનું પિરસવાવાળા નિકળી

પડ્યા. જેની સોડમ આટલી સુંદર હોય તે અન્ન કેટલું ભવ્ય અને સ્વાદિષ્ટ હશે

તેની કલ્પના જ કરવી રહી.

             ભોજન બધુ પરોસાઈ ગયું. સમૂહમા પ્રાર્થના કરી દરેકે જમવાની શરૂઆત

કરી. હજુ તો અડધું પણ નહી ખવાયું હોય ત્યાં અચાનક “આગ્ની ભય સૂચક” ઘંટડી

વાગી સહુથી પહેલા મિનિસ્ટર એંઠા હાથે દરવાજા તરફ દોડ્યા.

            મિનિસ્ટર જાય એટલે હાજર રહેલી કોઈ પણ વ્યક્તિ ક્ર્વી રીતે ભોજનનો

રસાસ્વાદ માણી શકે. દરેક જણ મિનિસ્ટરને અનુસર્યા. અને મોટા શણગારેલા

ભોજનના કમરામાંથી બહાર નિકળી વરંડામા જમા થયા.

                     સહુ બહાર નિકળ્યા ત્યાંતો બીજી તરફના બારણેથી લગભગ ૩૦૦

જેટલા ગરીબ બાળકો અંદર ધસી આવી સહુના એંઠા ભાણા પર ટૂટી પડ્યા. બે

મિનિટ પછી વરંડા બાજુના બારણા ખૂલ્યા. ભય સૂચક ઘંટ બંધ થયો હતો. બારણું

ખુલતાની સાથે અંદરનું દૃશ્ય જોઈ મહેમાનોની આંખો પહોળી થઈ ગઈ.

               મિનિસ્ટરનો માઈક ઉપરથી અવાજ સંભળાયો. આમંત્રિત મહેમાનો, જે જોઈ

રહ્યા છે તે સત્ય છે. મારી વિનવણીથી આ નાટક કરવામાં આવ્યું હતું. યાદ રહે આપણા

“ભારતના ગરીબ વર્ગનો જઠરાગ્નિ” જે દિવસે જાગશે ત્યારે ખંડેરની ભસ્મ કણી ન લાધશે.

                      સમજો તો સારું નહીતર પરિણામ માટે તૈયારી રાખજો. આ તો માત્ર ઝલક છે.

એ હતા આપણા લાંચરુશ્વતથી અળગા રહેનારા મિનિસ્ટર————————-

જીંદગીનું નગ્ન સત્ય

July 13th, 2010 by pravinash No comments »

જો જીવનમાં કાંઈ ન હોય ત્યારે અભાવ નડે

    થોડુ ઘણું હોય ત્યારે મોંઘા દાટ ભાવ નડે

        જીવનનું નગ્ન સત્ય છે કે ઈશ્વર કૃપાએ બધું હોય

           ત્યારે સ્વભાવ નડે.

   અને જ્યારે કાંઇ ન નડે ત્યારે વગર કારણે કોઈના

પ્રત્યે ક્ભાવ ————-

વાંચો અને વિચારો

July 12th, 2010 by pravinash No comments »

       સ્ત્રીની સહુથી મોટું દુશ્મન જો કોઈ પણ હોય તો તે સ્ત્રી છે.

         તો    સ્ત્રીનૉ સહુથી સારો મિત્ર કોણ ?

 

       સ્ત્રી જ સ્ત્રીને નથી સમજી શકતી તેમાં વાંક કોનો ?

        સ્વાર્થના ચશ્માનો.

          

હળવાશ અનુભવીશુ

July 11th, 2010 by pravinash No comments »

 

Go to fullsize image

ગરમી ગરમી શું કરો છો

  દિમાગમા છે ભુસુ

નરમી રાખો સારા બદનમા

    શિતળતાથી જીવશું

 ગરમી છે તો ઠંડીની

    મહત્વતા જાણીશું

ગરમી ઠંડી એકમેકથી

  અભિન્ન છે માનીશું

ગરમીથી બચવા છાશ, પનો

    હરખે ગટ ગટ પીશુ

ગરમી દિલે કે દિમાગે

સોચો ને  વિચારો

મલમલ સંગે નાતો બાંધી

   હળવાશ અનુભવીશુ

ડૂબકી

July 9th, 2010 by pravinash No comments »

અરે તમને  ક્યાં છે યાદ જુવાની દિલથી માણીતી

તમારા પ્યાર ભર્યા સંગે જીવનની મોજ લુંટીતી

પેલા સાગરના સાન્નિધ્યે મોજાની મસ્તી માણીતી

પ્રભાતના પુષ્પોની મહેકે હવાની હસ્તી જાણીતી

આદર સત્કાર આપીને હ્રદયમા સ્થાન પામીતી

પુરાણી યાદમા આજે ખોવાઈ ડૂબકી મારીતી 

કાકડીની કરામત

July 8th, 2010 by pravinash 1 comment »
કાકડીની કરામત માણો

૧. કાકડી પચવામા હલકી અને સ્વાદિષ્ટ છે. તેના સેવનથી

    વિટામિન બી૧,બી૨, બી૩,બી૫,બી૬, ફોલિક એસિડ, ઝીંક,

    ફોસ્ફરસ અને પોટેશ્યમ મળે છે.

૨.  થાક્યા હો ત્યારે કોક અને પેપ્સીને બદલે ‘કાકડી’ ખાવાથી

      થાક દૂર થાય છે.

૩.  બાથરૂમના કાચ પર ઘસવથી ધુમ્મસ હટાવી ચળકાટ લાવે છે.

૪.  કુંડામા જીવાત હોય તો તેના કટકા મૂકવાથી દૂર થાય છે

૫.  મોઢાપર તેનું છીણ લગાવવાથી લાંબા ગાળે કરચલી ઓછી થાય છે.

૬.  દરવાજાના મિજાગરા પર લગાવવાથી અવાજ દૂર કરે છે.

૭.  બૂટ પોલિશ ખતમ થયું હોય તો તાત્કાલિક તેના પર ચમક લાવે છે.

૮. ગમ યા પિપર ન મળે તો કામચલાઉ મોઢામાંથી દુર્ગંધ વિદાય થાય છે.

૯.  પેન્સિલ, પેન, માર્કર કે ક્રેયાન્સ  ના ડાઘા કાઢવા સમર્થ છે.

૧૦.  આંખની નીચેના કાળા ડાઘા કાઢી શકે છે.

અહંકાર – અલંકાર

July 7th, 2010 by pravinash No comments »

અહંકારઃ વ્યક્તિ સારા નરસાનું ભાન ભૂલે છે

 અલંકારઃ વ્યક્તિ ખોટા ભ્રમમા રાચે છે. ( હું સારો દેખાઉ છું.)

અહંકારઃ  મારા જેવું કોઈ નથી.

અલંકારઃ  મારા જેવા કોઈના સુંદર નથી.

અહંકારઃ વ્યક્તિની અધોગતિ માટે કારણ છે.

અલંકારઃ વ્યક્તિની પ્રગતિનું ચિન્હ છે.

અહંકારઃ વ્યક્તિને સદાય અળખામણો બનાવે છે.

અલંકારઃ ધારણ કરનાર વ્યક્તિ ચર્ચાને જન્માવે છે.

અહંકારઃ દૂષણ દૂર કરવું નામુમકીન છે.

અલંકારઃ તેનું પ્રદર્શન જરૂરી છે.

અહંકારઃ જ્ઞાનના દીપથી નિયંત્રણમા આવે છે.

અલંકારઃ સ્થળ અને સમય પ્રમાણે શોભે છ

હસવાની મનાઈ છે

July 6th, 2010 by pravinash No comments »

  છગનઃ આજે જુલાઈની ૪થી તારીખ છે. મને આજે આઝાદીનો

                બેવડો આનંદ છે.

  મગનઃ  અલ્યા, એવું કેમ?  આનંદ તો મને પણ થયો છે.

  છગનઃ  અરે આઝાદીને પર્વે ,મારી પત્ની પિયર એના

                 બાપને મળવા ગઈ છે.  

  મગનઃ અહં, તો એમ વાત છે———

” ચીલી”

July 5th, 2010 by pravinash No comments »

 ટેક્સાસ વેજીટેરિયન ” ચીલી”

 સામગ્રીઃ

  ૧ ૧/૨                    કપ કીડની યા પીન્ટો બીન્સ

  ૨                             ટેબલ સ્પુન  તેલ

  ૧ ૧/૨                     કપ  જીણા કપેલા કાંદા

  ૫                                લસણની કળી  (વાટેલી)

  ૨                              સિમલા મરચા કાપેલા

   ૪                             મોટા ટામેટા જીણા કાપેલા

   ૨                             ટેબલ સ્પુન ‘બેસીલ’ વાટેલુ

    ૧                            ટેબલ સ્પુન વાટેલું જીરૂ 

   ૧/૨                       ટેબલ સ્પુન મરીનો ભૂકો

    ૫                            તેજ પત્તા 

     ૧                            ટેબલ સ્પુન ચીલી પાવડર

     ૧ ૧/૨                  ટેબલ સ્પુન મીઠુ

    ૧/૪                       કપ  સોયા સોસ

     ૧                            કપ ટીવીપી 

     ૧                            પેકેટ “ફ્રીટો લેઝ” કોર્ન ચિપ્સ

રીતઃ                    બીન્સ રાતે સરખી રીતે ધોઈ, પલાળવા

                            સવારે પ્રેશર કુકર્માં મીઠુ નાખી નરમ ચડવા દેવા

                           મોટા તપેલામાં નાખી અંદર કાપેલા કાંદા, ટામેટા અને

                            સિમલા મિર્ચ નાખી ઉકાળવા.

                                એક પછી એક બધો મસાલો નાખવો. હલાવતા રહેવું

                            પાણી પ્રમાણ સર નાખવું.

                                   બરાબર ઉકળી રહે પછી સોયા સોસ નાખી હલાવી.

                              છેલ્લે ‘ટીવીપી’  નાખી બે મિનિટ ઉકળવા દેવું. જેથી

                               તે બરાબર ચડી જાય.  

                              ખાતી વખતે એક કચોળામા પહેલા ચિપ્સ મૂકી ઉપર

                            ગરમા ગરમ ‘ચીલી. નાખી મિક્સ કરી ખાવું.

        ટેકસાસ મા ‘ચીલી” ગ્રાઉન્ડ મીટ સાથે ખવાય છે. ‘ટીવીપી’ ‘  તેના જેવો

          ઉઠાવ આપે છે.

             થોડા સમયમા ખૂબ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય છે.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.