વાર નથી લાગતી

August 11th, 2010 by pravinash No comments »

હાર અને જીત એ  તો છે જીવનની રીત

 

જિતેલી બાજી હારતા વાર નથી લાગતી

 

અભિમાનમા ચકચૂર એ જીવનની રીત

 

યાદ રહે ફુગ્ગાને ફૂટતા વાર નથી લાગતી

 

સમતા ધારણ કર સુંદર જીવનની રીત

 

મેળવેલું ગુમાવતા વાર નથી લાગતી

 

મધદરિયે સાહસિક તરે જીવનની રીત

 

કિનારે આવી ડૂબતા વાર નથી લાગતી

 

આશાઓના મહેલ ચણવા જીવનની રીત

 

જગમા નિરાશા સાંપડતા વાર નથી લાગતી

 

હારજીતમા સ્થિતપ્રજ્ઞતા જીવનની રીત

 

ગીતા વાંચી ભૂલતા વાર નથી લાગતી

જાણવા જેવું.

August 10th, 2010 by pravinash 1 comment »

  ૧.    ચલણી નાણા કરતાં મોનોપોલીની નોટો વધુ છપાય છે.

૨.    માણસો ઝીણા અક્ષર સ્ત્રીની સરખામણીમા સારી રીતે વાંચી શકે છે.

૩.    સ્ત્રીઓ ના કાન ખૂબ સરવા છે.(સાંભળવા માટે)

૪.    કોકાકોલાનો રંગ પહેલા લીલો હતો.

૫.    અલાસ્કામા સહુથી વધારે માણસો ચાલીને નોકરી પર જાય છે.

૬.    દર કલાકે ૬૧,૦૦૦ પાર્સલ ‘એર બોર્ન’થી જાય છે.

૭.    બુધ્ધિશાળી માનવના વાળમા ઝીંક અને તાંબુ વધારે હોય છે.

૮.    સહુથી પહેલી નોવેલ ટાઈપ સેટ થઈ હતી. “ટોમ સોયર”

૯.    કાળીનો રાજા            કીંગ ડેવિડ

       લાલનો રાજા              ચાર્લ મેગ્ન

       ફુલ્લીનો રાજા              એલેકઝાંડર ધ ગ્રેટ

       ચરકટનો રાજા            જુલિયસ સીઝર

૧૦.    કૂતરો ૧૧ વર્ષનો થાય ત્યાં સુધી ૧૬,૦૦૦ ડોલરનો ખર્ચ.

       સંકલન

દીપક બુઝાઇ ગયો

August 8th, 2010 by pravinash No comments »

   દીપક બુઝાઇ ગયો

   તેલ ખૂટી ગયું

દીપક જલતો ત્યારે

રોશની હતી ઝળાઝળાં

ભલે આજે દીપક

ચક્ષુથી ઓઝલ થયો

સુગંધ તેની ફેલાવીને

પ્યાર વરસાવી રહ્યો

કોડિયુ રડી ઉઠયું

વાટ નિરખી રહી

શબ્દનો પડઘો પડ્યો

યાદોમાં તું દીપક

રોશનીમા તું દીપક

પન્નાનો તું દીપક

દિલોમા વસ્યો દીપક

શ્રીજીની સેવામા દીપક

સહુનો લાડીલો દીપક

      દીપક નાની ઉંમરમા શ્રીજીને ચરણે.

તેને ભાવભરી શ્રધ્ધાંજલી.

ક્યાં ચેન છે ?

August 5th, 2010 by pravinash 1 comment »

        વિદાય લેતો સૂરજ આજે શું સંદેશો આપે છે

        આશા લઈને આવીશ પાછો એ  મારો કોલ છે

        ટાઢ તડકો કે વર્ષા મારો કદી ન રસ્તો રોકે છે

        માંદગી કે કંટાળો મુજને હરગીજ ન સતાવે છે

        રાત્રી અને દિવસ ની મોજ જગત માણે છે

        હાથીને મણ કીડીને કણ રોજ સવારે પામે છે

       હાડ માંસની કોટડી પુષ્ટ પોષણ મેળવે છે

      સારી સૃષ્ટિ ગરવાઈથી લહેરાઈને ઝુમે છે

     જેને દેખી બગિયાના હર ફુલ ખિલી ઉઠે છે 

      દરિયો મુજને આંબવા ખાલી ઝાંઝા મારે છે  

       વિરહની વેદના નથી ઘટ ઘટમાં પ્રેમ છે

       તમારા સહુના દર્શન વિના ક્યાં ચેન છે ?

બટાકા

August 3rd, 2010 by pravinash No comments »

           બટાકા ખાવાથી ગેસ થાય

                   બટાકા વાયડા પડે

                         બટાકા ખાઈએ તો વજન વધે

     આ બધા જૂના ઘીસા પીટા ખ્યાલથી મુક્તિ પામો,

૧.  બ્રોકલી પછી બીજો નંબર બટાકાનો આવે છે.

૨.  સ્ટીલના વાસણમા રાંધવાથી તેની પૌષ્ટિકતા   જળવાય છે.

૩.  કાપેલા બટાકામા લીબુ નાખવાથી રંગ સારો રહે છે.

૪.  છાલ સાથે બટાકા ખાવાથી ગૂણકારી છે.

૫.  બાફેલા બટાકાને દુધ સાથે મિક્સરમા ફેરવી તેનો સુપ બને છે. (મરી,મીઠુ)

૬.  બટાકા કદી ફ્રીઝમા નહી રાખવા તેમા સ્ટાર્ચનું પ્રમાણ વધે છે.

૭.  કાંદા અને બટાકા સાથે નહી રાખવા.

૮.  મુખની સુંદરતા વધારવા તેનું છીણ ઉપયોગી છે.

૯.  આંખ નીચેના  કાળા ડાઘા કાઢી શકાય (છીણ રાખવાથી)

૧૦.  ૭૦ થૉ ૮૦ ટકા તેમા પાણીનો ભાગ છે.

૧૧.  કેન્સર તથા કાર્ડિયો વાસ્ક્યુલર પર તે અકસીર કામ કરે છે.

૧૨.  થોડો ચણાનો લોટ ભભરાવી તળવાથી કુરકુરા થાય છે.

અષ્ટ સખા

August 1st, 2010 by pravinash 1 comment »

અષ્ટ સખા ઉન્નતિના

 ૧. ધ્યાનઃ               ઉંડા શ્વાસ લઈ શ્વાસની આવન જાવન પર શાંત ચિત્તે

                                  મનને સ્થિર કરવું.

૨. સાંભળવું             વાતને ધ્યાનથી સાંભળી કહેનારની દૃષ્ટિથી વિચારવું.   

 ૩.અભિપ્રાયઃ           પૂછ્યા વગર અભિપ્રાય કદી ન જણાવવો.

૪.લાગણીઃ                બને ત્યાં સુધી ‘દિમાગથી અને હ્રદયથી સમય અને સ્થળ

                                    અનુસાર’.

૫. સાતત્યઃ               વર્તન અને વાણીમા આવશ્યક.

૬. જરૂરિયાતઃ           વધારીએ તેટલી વધે અને ઘટાડીએ તેટલી ઘટે.

 ૭.સંમતિઃ                  સમુહમા હંમેશા સલાહસંપથી કાર્ય કરવું/

૮. કાર્યરતઃ                કાર્યમા પ્રવૃત્ત રહી જીવન જીવવું

શું શોધું છું ?

July 31st, 2010 by pravinash No comments »

                   મુસાફરો અનેક મળ્યા આ જીવનની સફરમા

                   મુકામ સુધી સાથ નિભાવે તે સાથી શોધું છું

                   સમઝણની વાતો સુણી સુણી આ કાન થાક્યા

                   સમજે અને સૂર મિલાવે તે સાથ શોધું છું

                 નાની નાની ઘટનાઓથી સભર આ જીવનમા

                  મનના તાલ જાળવી વિણાનો ઝંકાર શોધું છું

                 નિઃસ્વાર્થથી જીવન જીવી સરળ વહે આ જીવન

                   અંતિમ ક્ષણો પર તારે શરણે વિરામ શોધું છું

 

                                   

ગણ માનવો પડે

July 30th, 2010 by pravinash No comments »

 સૌંદર્ય કેમ પમાય સૌંદર્ય બનવું પડે

શાંતિ કેમ જળવાય શાંત બનવું પડે

તન મન વાણીમા સમતા જાળવવી પડે

વિચારોમા ચંચળતાને સંભાળવી પડે

શબ્દોની માયામા સરળતા લાવવી પડે

વાણીના અંદાઝને  વિવેકથી નાથવી પડે 

રંગીન ચશ્મા ઉતારી નરી આંખે જોવું પડે

સ્વાર્થ ત્યજી નિઃસ્વાર્થી બનવું પડે

જીવનમા જીભ પર સંયમ રાખવો પડે

બીજાના દોષો જોવાની આદત ત્યજવી પડે

બાળકોને સંસ્કાર સારા પ્રેમે આપવા પડે

માતાપિતાને કાજ દિલે આદર રખવો પડે

હમેશા પ્યાર પામવા મહોબ્બત કરવી પડે

ફુલોની સુગંધ માણવા કાંટાને સહેવા પડે

સુંદર જીવન  સરજનહારનો ગણ માનવો પડે

વાંચો અને વિચારો

July 29th, 2010 by pravinash No comments »

        

જન્મે મળે માબાપ તેનો હરખે સ્વિકાર 

જીવનમા મળે પ્યાર તો માનો ઉપહાર

 જો પામો ધિક્કાર તો ન કરો તિરસ્કાર

 ઉપહાર યા તિરસ્કાર જેમા પ્રભુનો અણસાર

“૦”

July 28th, 2010 by pravinash 1 comment »

                 જ્યારે ભારતે “૦” ની શોધ કરી ત્યારે તો ગણતરીની શરૂઆત થઈ.

 આજે “૦” પર લખવાનો વિચાર સ્ફર્યો.

    “ऑ पूर्णमिदं”— નો શ્લોક સઘળું કહી જાય છે.  સૂરજ ગોળ, પુનમનો

ચાંદ ગોળ, રૂપિયો ગોળ અરે મનભાવતો લાડુ ગોળ.

             શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન થયું. આમ જોઈએતો શૂન્યની કોઈ કિમત

નથી. વળી જરાક વિચારીએ તો કોઈ પણ આંકડા પછીનું શૂન્ય તેની કિંમતમા

અગણિત ફેરફાર કરી મૂકે છે.

                માથા પરની બીંદી ગોળ, હાથની ચૂડી ગોળ

                રાસ રમંતા ગરબો ગોળ, સાગરમા વમળ ગોળ

      ગોળ અને શૂન્ય બંને દેખાવમા સરખા અને બંનેના મૂલ્ય પણ અદકેરાં.

યાદ હશે ૨૦૦૦ની સાલમા ‘૦’ જેણે ધૂમ મચાવી હતી.

          શૂન્ય પરથી ગોળાકાર પર ઉતરી જવું ખૂબ સરળ બન્યું. પણ શૂન્યની

પૂર્ણતા, શૂન્યનો મહિમા અપરંપાર છે.————–

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.