Archive for the ‘Uncategorized’ category

દુખે દિલડુ

August 16th, 2010
         
        વાત જાણે એમ હતી કે આજે ઝરણાનો પિત્તો સાતમા આસમાને
પહોંચી ગયો હતો.રાતની નિંદર પણ વેરણ થઈ ગઈ હતી. ગઈ કાલે
ખુદની માતા ઉપર ગુસ્સો આવ્યો હતો.
       મા તે મા બીજા વગડાના વાની ઉક્તિ મુજબ મા તે કડવો ઘુંટડો
ગળી ગઈ. માને થયું હશે બાળક છે કામકાજમા ચોવિસ કલાક ઉલઝાયેલું
હોય તો કોઇક વખત ભાન ન રહે કોને શું કહે છે.
           ઝરણા ઓફિસેથી આવી હતી. આવતાની સાથે તેને રસોઈ તૈયાર જોઈએ.
નિરવ અને તે બંને સાથે આવતા. આજે નિરવને બોર્ડ મિટીંગમા જવાનું હતું. તેથી
રાતનું જમવાનું તે બહાર લેવાનો હતો.
           ઘણા વખતથી ઝરણાને કચોરીવાળી દાળ ઢોકળી ખાવી હતી. સવારે મમ્મીને 
કહીને ગઈ હતી. પણ કોને ખબર કેમ મમ્મીને ખિચડી ખાવી હતી તેથી તેમણે ખિચડી
બનાવી હતી. તેમને યાદ ન રહ્યું કે ઝરણા સવારે કચોરીવાળી દાળઢોકળી બનાવવાનું
 કહી ને ગઈ હતી.
        થાકેલી ઝરણા ઘરે આવી. ભૂખનો માર્યો તેનો જીવ નિકળી રહ્યો હતો. ભાણામા
મમ્મીએ મૂકી ખિચડી. જોઈને તેનો પિત્તો ગયો. મા તે આજે આ શું બનાવ્યું ? જાનકી
અચંબામા પડી ગઈ કેમ આમ. પછી તેને યાદ આવ્યું અરે, બેટા હું તો ભૂલી જ ગઈ.
               થાળી ને હડસેલી ઝરણા ઉભી થઈ ગઈ. જમ્યા વગર સૂવા જતી રહી. રાંધ્યા
ધાન રઝળી પડ્યા. જાનકી રસોડામા ઢાંકો ઢૂબો પતાવી માળા લઈને બેસી ગઈ. તેને
થયું ભૂલી ગઈ એ એવો ગુનો તો નથી કે આમ રિસાઈ જવું અને ભુખ્યા પેટે મા પર
ગુસ્સો કરવો.
             જાનકીને તો ભગવાનનું નામ લેતા ક્યારે ઉંઘ આવી તે ખબર પણ ન પડી.
ઝરણાની નિંદ વેરણ થઈ ગઈ. આખી રાત પેટમા ગલુડિયા બોલ્યા અને ઉપરથી ‘મા’
પર ગુસ્સો કર્યો.
         હવે આમા સજા કોને થઈ જાનકીને કે ઝરણાને ? ભલે અપમાન જાનકીનું થયું.
આખી રાત ઝરણા પડખા ફેરવતી રહી!
           દિલડુ દુખ્યુ. દુનિયાનો ધારો છે જે ભોગવે તેની ભૂલ. જે ભૂલ કર્યા પછી દુખ
જેને થાય તે ભોગવે.

જાણવા જેવું.

August 10th, 2010

  ૧.    ચલણી નાણા કરતાં મોનોપોલીની નોટો વધુ છપાય છે.

૨.    માણસો ઝીણા અક્ષર સ્ત્રીની સરખામણીમા સારી રીતે વાંચી શકે છે.

૩.    સ્ત્રીઓ ના કાન ખૂબ સરવા છે.(સાંભળવા માટે)

૪.    કોકાકોલાનો રંગ પહેલા લીલો હતો.

૫.    અલાસ્કામા સહુથી વધારે માણસો ચાલીને નોકરી પર જાય છે.

૬.    દર કલાકે ૬૧,૦૦૦ પાર્સલ ‘એર બોર્ન’થી જાય છે.

૭.    બુધ્ધિશાળી માનવના વાળમા ઝીંક અને તાંબુ વધારે હોય છે.

૮.    સહુથી પહેલી નોવેલ ટાઈપ સેટ થઈ હતી. “ટોમ સોયર”

૯.    કાળીનો રાજા            કીંગ ડેવિડ

       લાલનો રાજા              ચાર્લ મેગ્ન

       ફુલ્લીનો રાજા              એલેકઝાંડર ધ ગ્રેટ

       ચરકટનો રાજા            જુલિયસ સીઝર

૧૦.    કૂતરો ૧૧ વર્ષનો થાય ત્યાં સુધી ૧૬,૦૦૦ ડોલરનો ખર્ચ.

       સંકલન

ક્યાં ચેન છે ?

August 5th, 2010

        વિદાય લેતો સૂરજ આજે શું સંદેશો આપે છે

        આશા લઈને આવીશ પાછો એ  મારો કોલ છે

        ટાઢ તડકો કે વર્ષા મારો કદી ન રસ્તો રોકે છે

        માંદગી કે કંટાળો મુજને હરગીજ ન સતાવે છે

        રાત્રી અને દિવસ ની મોજ જગત માણે છે

        હાથીને મણ કીડીને કણ રોજ સવારે પામે છે

       હાડ માંસની કોટડી પુષ્ટ પોષણ મેળવે છે

      સારી સૃષ્ટિ ગરવાઈથી લહેરાઈને ઝુમે છે

     જેને દેખી બગિયાના હર ફુલ ખિલી ઉઠે છે 

      દરિયો મુજને આંબવા ખાલી ઝાંઝા મારે છે  

       વિરહની વેદના નથી ઘટ ઘટમાં પ્રેમ છે

       તમારા સહુના દર્શન વિના ક્યાં ચેન છે ?

બટાકા

August 3rd, 2010

           બટાકા ખાવાથી ગેસ થાય

                   બટાકા વાયડા પડે

                         બટાકા ખાઈએ તો વજન વધે

     આ બધા જૂના ઘીસા પીટા ખ્યાલથી મુક્તિ પામો,

૧.  બ્રોકલી પછી બીજો નંબર બટાકાનો આવે છે.

૨.  સ્ટીલના વાસણમા રાંધવાથી તેની પૌષ્ટિકતા   જળવાય છે.

૩.  કાપેલા બટાકામા લીબુ નાખવાથી રંગ સારો રહે છે.

૪.  છાલ સાથે બટાકા ખાવાથી ગૂણકારી છે.

૫.  બાફેલા બટાકાને દુધ સાથે મિક્સરમા ફેરવી તેનો સુપ બને છે. (મરી,મીઠુ)

૬.  બટાકા કદી ફ્રીઝમા નહી રાખવા તેમા સ્ટાર્ચનું પ્રમાણ વધે છે.

૭.  કાંદા અને બટાકા સાથે નહી રાખવા.

૮.  મુખની સુંદરતા વધારવા તેનું છીણ ઉપયોગી છે.

૯.  આંખ નીચેના  કાળા ડાઘા કાઢી શકાય (છીણ રાખવાથી)

૧૦.  ૭૦ થૉ ૮૦ ટકા તેમા પાણીનો ભાગ છે.

૧૧.  કેન્સર તથા કાર્ડિયો વાસ્ક્યુલર પર તે અકસીર કામ કરે છે.

૧૨.  થોડો ચણાનો લોટ ભભરાવી તળવાથી કુરકુરા થાય છે.

“૦”

July 28th, 2010

                 જ્યારે ભારતે “૦” ની શોધ કરી ત્યારે તો ગણતરીની શરૂઆત થઈ.

 આજે “૦” પર લખવાનો વિચાર સ્ફર્યો.

    “ऑ पूर्णमिदं”— નો શ્લોક સઘળું કહી જાય છે.  સૂરજ ગોળ, પુનમનો

ચાંદ ગોળ, રૂપિયો ગોળ અરે મનભાવતો લાડુ ગોળ.

             શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન થયું. આમ જોઈએતો શૂન્યની કોઈ કિમત

નથી. વળી જરાક વિચારીએ તો કોઈ પણ આંકડા પછીનું શૂન્ય તેની કિંમતમા

અગણિત ફેરફાર કરી મૂકે છે.

                માથા પરની બીંદી ગોળ, હાથની ચૂડી ગોળ

                રાસ રમંતા ગરબો ગોળ, સાગરમા વમળ ગોળ

      ગોળ અને શૂન્ય બંને દેખાવમા સરખા અને બંનેના મૂલ્ય પણ અદકેરાં.

યાદ હશે ૨૦૦૦ની સાલમા ‘૦’ જેણે ધૂમ મચાવી હતી.

          શૂન્ય પરથી ગોળાકાર પર ઉતરી જવું ખૂબ સરળ બન્યું. પણ શૂન્યની

પૂર્ણતા, શૂન્યનો મહિમા અપરંપાર છે.————–

અભિનંદન

July 27th, 2010

Image-001.jpg     Image-002.jpg                

     ભારતના નાગરિક દુનિયાના ખૂણેખૂણે પહોંચી ગયા છે. કહેવાય

છે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.” બીજી ઉક્તિ છે “જ્યાં ન પહોંચે ક્વિ

ત્યાં પહોંચે અનુભવિ,”

              આજે અભિનંદન આપવાના છે ભારતના સ્ત્રી રત્ન “કમલા પેરસદ”ને

જેઓ બિહાર પ્રાંતના છે. વર્ષો પહેલા ‘ત્રિનિદાદ’ ગયા હતા. આજે ત્યાંની ઉંચી

પદવી ‘ પ્રાઈમ મિનિસ્ટર’ની વર્યા છે.

        પેટ્રીક મેનિંગ જેમણે ૪૨ વર્ષ સુધી એક ચક્રી રાજ્ય કર્યું હતું તેમને હરાવી

ઉંચી બહુમતિ મેળવી ત્રિનિદાદમા પ્રાઈમ મિનિસ્ટરની પદવી ૨૪મી મે,૨૦૧૦મા

ગ્રહણ કરી. શપથ વિધિ વખતે હાથમા હતી આપણી “ભગવદ ગીતા”.       

           ચાલો ત્યારે અભિનંદન આપીએ અને શુભ કામના પાઠવીએ.

દિલ તો પાગલ છે

July 21st, 2010

   તમારા નામની માળા જપે છે

    તમારી આહટની ઝંખના છે

  જાણો છો આ દિલ તો પાગલ છે

   તમે સપના લઈને આવ્યાતા

   તમને  સાજન પ્રેમે નવાજ્યા તા

  જાણો છો આ દિલ તો પાગલ છે

    તમારી અનેરી છટા હતી ન્યારી

    તમારી અદા પર આ દિલ હારી

     જાણો છો આ દિલ તો પાગલ છે.

    જુવાનીનો પહેલો પ્યાર હતો સનમ

      આંખોએ કર્યો   હતો એકરાર સનમ

      જાણૉ છો આ દિલ તો પાગલ છે

        જીવ્યા મર્યાના જુહાર સ્વિકારજો

       જ્યાં હો ત્યાં તમારું મંગલ હજો

     જાણો છો આ દિલ તો પાગલ છે 

ખરખરો કરવા આવજો

July 19th, 2010

 

                                                                   બુધ્ધિની જોડિયા બહેનનું   ઉઠમણુ   
                                                                 આજે સામાન્ય બુધ્ધિનું ઉઠમણું છે.
  જો કે તે દરેકમા હોય છે પણ જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે ભલભલા
ગોથું ખાય છે.
  એ દરેકમા જન્મતાની સાથે હોય છે પણ ક્યારે વિદાય થાય છે તેનો ખ્યાલ
રહેતો નથી. તેનો ઉલ્લેખ કોઈ ચોપડામા પણ નથી.
  જયારે જરૂર હોય ત્યારે તે વહારે ધાય છે.
 જીંદગીમા ધાર્યું મળવું એ જરૂરી નથી.
  છતાં પણ જીંદગી જીવવા જેવી બનાવે છે.
 જીંદગીના વળાંક યા ટેઢામેઢા રસ્તા પર સહાય કરે છે.
 આવક જાવકનો હંમેશા હિસાબ રાખી સરવૈયુ કાઢે છે.
 નાની મોટી માંદગીમા સમતા ધારણ કરવામા સહાય રૂપ થાય છે. 
 બાળકોની જવાબદારીમાંથી છટ્કી શિક્ષકને જવાબદાર ગણવાની
ભૂલ સુધારે છે.
 શિક્ષણને બદલે ખોટે રસ્તે જતા બાળકોને સીધા દોર કરે છે.
 વકિલો અને ડોક્ટરોની ચુંગલમાથી છોડાવવા દોર ઢીલો મૂકે છે.  
 સત્ય, વિશ્વાસ અને શ્રધ્ધા તેના અંગ અંગમા પ્રસરેલા છે.
 અહં અને અંધશ્રધ્ધાથી જોજન વેગળી છે.
 ધર્મ ગુરૂ અને મંદિર જ્યારે દુકાન બને છે ત્યારે તેને
અસહ્ય વેદનાનો અનુભવ થાય છે! 
 
 

જઠરાગ્નિ

July 13th, 2010

                  મહેફિલ જામી હતી. ચારે બાજુ હાસ્યની છોળો રેલાઈ રહી હતી.

શરાબની બાટલીઓનો ટંકારવ કર્ણપ્રિય લાગતો હત. સંગીતના સૂર પર

સહેલાણીઓ ઠુમકા મારી રહી હતી. ધરતી પર જો સ્વર્ગ હોય તો અંહીજ છે

એમ ભાસતુ હતું.

             આદરણિય મિનિસ્ટર સાહેબ હજુ પધાર્યા ન હતા તેથી મહેફિલ થોડી

કાબૂ બહાર હતી. છતાંય સંયમની મર્યાદા જાળવી સહુ પોતાનું વર્તન કરતા

હતા. કેમ ન કરે સમાજનો ઉપલો વર્ગ મળ્યો હતો.

        સમાજનો એ વર્ગ , જેના ખિસામા પૈસાનું જોર હોય છે તેઓ પોતાની

જાતનૅ ખૂબ હોશિયાર સમજે છે. અભિમાન તો તેમને નાકને ટેરવે બેઠેલું હોય

હું પણું તેમના વાણી અને વર્તન દ્વારા છતું હોય. તેમના અવાજનો રણકો શંખ

નાદ કરતા પણ બુલંદ હોય.

         એટલામા મિનિસ્ટર પધાર્યાની ઘોષણા થઈ. સોય પડે તો પણ સંભળાય

તેવી શાંતિનું સામ્રાજ્ય ચારેકોર છવાઈ ગયું. ટુંકૂને ટચ  ભાષણ આપી સહુને

આવકારી મિનિસ્ટર બેસી ગયા. બે પાંચ નાનામોટા ભાષણ થયા.

          મિનિસ્ટર સાહેબને બીજા બે અગત્યના રોકાણ હતા તેથી દરેક જણ પોત

પોતાની જગ્યા પર ગોઠવાયા અને કતારબંધ ખાવાનું પિરસવાવાળા નિકળી

પડ્યા. જેની સોડમ આટલી સુંદર હોય તે અન્ન કેટલું ભવ્ય અને સ્વાદિષ્ટ હશે

તેની કલ્પના જ કરવી રહી.

             ભોજન બધુ પરોસાઈ ગયું. સમૂહમા પ્રાર્થના કરી દરેકે જમવાની શરૂઆત

કરી. હજુ તો અડધું પણ નહી ખવાયું હોય ત્યાં અચાનક “આગ્ની ભય સૂચક” ઘંટડી

વાગી સહુથી પહેલા મિનિસ્ટર એંઠા હાથે દરવાજા તરફ દોડ્યા.

            મિનિસ્ટર જાય એટલે હાજર રહેલી કોઈ પણ વ્યક્તિ ક્ર્વી રીતે ભોજનનો

રસાસ્વાદ માણી શકે. દરેક જણ મિનિસ્ટરને અનુસર્યા. અને મોટા શણગારેલા

ભોજનના કમરામાંથી બહાર નિકળી વરંડામા જમા થયા.

                     સહુ બહાર નિકળ્યા ત્યાંતો બીજી તરફના બારણેથી લગભગ ૩૦૦

જેટલા ગરીબ બાળકો અંદર ધસી આવી સહુના એંઠા ભાણા પર ટૂટી પડ્યા. બે

મિનિટ પછી વરંડા બાજુના બારણા ખૂલ્યા. ભય સૂચક ઘંટ બંધ થયો હતો. બારણું

ખુલતાની સાથે અંદરનું દૃશ્ય જોઈ મહેમાનોની આંખો પહોળી થઈ ગઈ.

               મિનિસ્ટરનો માઈક ઉપરથી અવાજ સંભળાયો. આમંત્રિત મહેમાનો, જે જોઈ

રહ્યા છે તે સત્ય છે. મારી વિનવણીથી આ નાટક કરવામાં આવ્યું હતું. યાદ રહે આપણા

“ભારતના ગરીબ વર્ગનો જઠરાગ્નિ” જે દિવસે જાગશે ત્યારે ખંડેરની ભસ્મ કણી ન લાધશે.

                      સમજો તો સારું નહીતર પરિણામ માટે તૈયારી રાખજો. આ તો માત્ર ઝલક છે.

એ હતા આપણા લાંચરુશ્વતથી અળગા રહેનારા મિનિસ્ટર————————-

ડૂબકી

July 9th, 2010

અરે તમને  ક્યાં છે યાદ જુવાની દિલથી માણીતી

તમારા પ્યાર ભર્યા સંગે જીવનની મોજ લુંટીતી

પેલા સાગરના સાન્નિધ્યે મોજાની મસ્તી માણીતી

પ્રભાતના પુષ્પોની મહેકે હવાની હસ્તી જાણીતી

આદર સત્કાર આપીને હ્રદયમા સ્થાન પામીતી

પુરાણી યાદમા આજે ખોવાઈ ડૂબકી મારીતી 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.