Archive for the ‘સ્વરચિત રચના’ category

વિણેલા મોતી

June 2nd, 2010

સાથી ગુમાવ્યો છે સાથ નહી.

રમતમા હારી નથી સમય ઓછો પડ્યો..

જીંદગીમા સફળતાને આંબી રહી છું.

કોઈ સમજે યા ન સમજે તારી ફરજ ન ચૂકાય.

કુટુંબ અને મિત્રમંડળમા પ્રેમ આપો, તે કદી ખૂટવાનો નથી.

કર્મ કર્યા વગર જીવનમા રહી શકાવાનું નથી.

ભૂલ હોયતો માફી માગવામા શરમ શેની.

જો લાગણી દુભાય તો જરૂરથી સામી વ્યક્તિને જણાવશો.

જ્ઞાનની શક્તિ અપરંપાર છે.

ભક્તિ અને નમ્રતા સુવાસ ફેલાવે છે.

છુઈમૂઈ

May 19th, 2010

   ભાળી લજામણી ન્ર ભોળી ભરમાણી

બાગમાં ખીલી આજ છુઈમૂઈ, છુઈંમૂઇ

અડી ન અડી ત્યાં તો એવી શરમાણી

 બાગમાં ખીલી આજ છુઈમૂઈ,છુઈમૂઇ

 કિરણ સંગ ખેલતી ને વાયરે લહેરાતી 

 બાગમાં ખીલી આજ છુઈમૂઈ, છુઈમૂઇ

નવી નવેલી દુલ્હન પિયુ સ્પર્શે લજાતી

 બાગમાં ખીલી આજ છુઈમૂઈ, છુઈમૂઈ

 નથ ઉતરવાને ખ્યાલે છોરી કંપતી

 બાગમાં ખીલી આજ છુઈમૂઈ, છુઈમૂઈ

પીધેલ પતિને હાકોટે  ખૂણે ગભરાતી

 બાગમા ખીલી આજ છુઈમૂઈ, છુઈમૂઈ

લાજી લજામણીને અંતરને ઓરડે

ઘુમરાયો સાદ ઘેરો છુઈમૂઈ, છુઈમૂઈ   

મહિમા

May 16th, 2010

 દિકરી વળાવ્યાનો મહિમા જૂનો શિરસ્તો છે

દિકરો પરણાવી રુમઝુમ કરતી વહુથી રિશ્તો છે

દિકરીનું કન્યાદાન આપવાનો સુંદર લ્હાવો છે

દિકરો પરણાવી વહુના કુમકુમ પગલાં ધારો છે 

દિકરી માબાપની આંખનો ટમટમતો  સિતારો છે

દિકરો દેવનો દીધેલ કુળનો ઝળહળતો  દિપક છે 

દિકરીને પાનેતર પહેરાવી માબાપ વળાવે છે

વહુને ચુંદડી ઓઢાડી સાસુમા આવકારે છે

દિકરી હોય યા દિકરો માતાને દર્દ સમાન છે

 દિકરા અને દિકરી વચ્ચે અંતર અસમાન છે

૨૧મી સદીનું ગર્વથી મસ્તક ઉન્નત છે

દિકરો  યા દિકરી માતા પિતા પ્રસન્ન છે

મુખડું

May 8th, 2010

જે મુખડા પર મોહ્યા છીએ તેના કલાકારની કમાલ તો જુઓ

જેના પર અતિ ગર્વ છે 

જે જોઈ શકાતું નથી

જે દરેકનું સુંદર છે

જેને રંગ આકાર કે કદની પરવા નથી 

જેના દ્વાર અગત્યના કાર્ય થાય છે

જે કોમળ અંગોથી સજાયેલું છે

જે કાર્ય કરી પણ શકે છે

જે કાર્યનું કત્લેઆમ પણ કરે છે

જે સુંદરતાને નિહાળે છે

જે મધુર આસ્વાદ માણે છે

જે સુમધુર સંગીતમા ડુબી દુનિયા ભૂલે છે

જે સ્પર્શ વિના વહાલ વરસાવે છે

જે મધુરતા પ્રસરાવે છે

જે કડવાશ ઉભી કરે છે.

જે વણકહ્યે બધું સમજાવે છે.

જે સુગંધનું સરનામું છે.

જે આંધળાની લાકડી છે.

જેને જોવા આયનાનો સહારો લેવો પડે છે.

માતૃદિનની સ્મૃતિમા

May 7th, 2010

મા તું હંમેશા ખુશ રહે.

મા તને કેવી રીતે દિલ ખોલીને પ્યાર બતાવું.

મા તું ભગવાનથી અધિક, તું પ્રત્યક્ષ છે.

મા પ્રથમ શ્વાસથી તારા નિઃસ્વાર્થ પ્યારની અનુભૂતી થઈ છે.

મા તારા પ્રેમાળ શબ્દ કાનમા ગુંજે છે.

મા તારી એક એક વાતની ગહનતા આજે સમજાય છે.

મા તારી આંખના અમી હવે ક્યાંય દૃશ્યમાન નથી.

મા તારા હાથના ભોજનનો સ્વાદ હજુ માણું છું.

મા તારા શબ્દો ‘તું આવી’ હજુ કાનમા ગુંજે છે.

મા તને મળવા દોડી આવતી હતી. હવે?

મા તારી વાણી, તારો ઠસ્સો, તારો પ્યાર, તારી કાર્યકુશળતા સહુને વંદન.

મા હવે મળવું ‘અસંભવ’ બસ તારી યાદમાં રાચવું.

મા તારી સહનશીલતાને પ્રણામ.

મા જાણે અજાણ્યે તને દુભવી હોય તો ક્ષમા દેજે.

મા તું જ્યાં હોય ત્યાં સદા ભગવદ સેવામા લીન.

“આંખ”

May 6th, 2010

બોલ્યા વગર ઘણું કહી જાય.

જપક્યા વગર હલબલાવી જાય.

બંધ હોય તો પણ સમજાવી જાય.

ચંચળ છતાં સ્થિર કરી જાય.

જુએ છતાં અવગણી જાય.

સુહાની સૃષ્ટિનું રસપાન કરાવી જાય.

વસંતના વધામણા અંગે  અંગમા ફેલાવી જાય.

ઉજાસ અને તિમિરનો ભેદ ખોલી જાય.

વિના કારણ દિલમા દર્દ જગાવી જાય.

કુદરતની કમાલની પળ પળનો ચિતાર આપી જાય.

જોયું ન જોયું કરી જાય.

સુરદાસના અંતર ચક્ષુ ખોલી જાય.

જોયા ન હોય તેવા ઈશ્વરના ઐશ્વર્યનું વર્ણન કરી જાય.  

ભલભલાના છક્કા છોડાવી, પ્રેમમા પાડી જાય.

કામણ કરી ચૂપકીદીથી દિલમા ઘર કરી જાય.

વિણેલા મોતી

May 5th, 2010

ભાષા સુંદર હોઈ શકે લખતી વખતે. 

ભાષા મીઠી નથી હોતી વાણી મીઠી હોય છે.

ભાષા ગામઠી હોય કે શહેરી શું ફરક પડે છે?

વાત કઈ રીતે અને સંદર્ભમા થાય તે અગત્યનું છે.

સત્ય પણ કહેવાનો એક તરીકો છે.

કાણાને કાણૉ કહેવું તેના કરતા શાથી ખોયા નેણ કેવું?

સત્ય કડવું કહેવું તેના કરતા મૌન આવશ્યક.

ભાષાની સુંદરતાને વ્યક્તિની સુંદરતા સાથે કોઈ સંબંધ નથી.

અંતરની સ્વછતા આગળ બાહ્ય દેખાવ વામણો છે.

મોટે  ભાગે વાણી કરતાં વર્તન વધું બોલે છે.

વાણી યા વર્તન દ્વાર બીજાની માનહાની પાપ છે.

ભલું ન કરી શકો તો વાંધો નહી, જાણતા અજાણતા કોઇનું હૈયુ ન દુભવશો.

આગ કરતા આહમા અગણિત શક્તિ છુપાયેલી છે. 

નીંદા યા ખોટી અફવા ફેલાવવાથી કોને લાભ?

હંમેશા તટ્સ્થ મનથી વિચારો. કોઈના દોરાવાયા ના દોરવાશો!

વાણી, વર્તન, વિવેક, વિચાર, વિષય,વ્યવસ્થા,  વિશેષ  ‘વ’થી શરુ થાય,

જો તેમા અસંગતતા જણાય તો ‘વામણા’ વરતાય. 

વા, વાદળ, વર્ષા અને વાયરો પવનને આધિન છે.

‘વિચાર’, ‘વર્તન’ અને ‘વાણી’  માનવને આધીન છે.

માયા ન મૂકાય

May 4th, 2010
 
 સૂરજ આભે જણાય ભલે વાદળ તેને ઢાંકે
વાદળ વરસી જાય ભલે વાયરો તેને હાંકે
મેહૂલો ગરજે સદાય ભલે વરસે ના વરસે
આંધી ઉડાડી જાય ભલે ફૂલ હોય કે ઝાડ
માબાપ કરે પ્યાર ભલે આદર મળે ના મળે
કુટુંબ સંપે સોહાય ભલે વિચાર ભિન્ન જણાય
જીવન વિત્યું જાય ભલે સરળ યા સંઘર્ષમય
તન પણ છૂટી જાય ભલે ને માયા ન મૂકાય
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.