સંવાદ વિવાદ વિનાનો

September 24th, 2010 by pravinash Leave a reply »

આત્માઃ   

       હા, હા ખબર છે  હું તારો જ અંશ છું.

પરમાત્માઃ

      તેથી જ  તો તારા અને મારામા કોઈ ભેદ નથી.

આત્માઃ

    હું દરેક માનવીના શરીરમા રહું છું અને વ્યક્ત છું.

પરમાત્માઃ

   હું અવ્યક્ત છું  કિંતુ અસ્તિત્વ ધરાવું છું.

આત્માઃ

     નાસ્તિક લોકો તારા અસ્તિત્વની અવહેલના કરે છે.

પરમાત્માઃ

     તેઓ મારા સાકાર સ્વરૂપની અવહેલના કરે છે. કિંતુ——-

આત્માઃ  કિંતુ શું ?

પરમાત્માઃ

                    અનજાણ શક્તિ છે તે સ્વિકારે છે. જેમકે વિજળીના

                    ગોળામાં વિજળીનું હોવા પણું.

આત્માઃ

           તું વ્યાપક છે, હું સીમામા જકડાયેલો છું.

પરમાત્માઃ

           મને સીમાનું બંધન નથી. મારું અસ્તિત્વ શાશ્વત છે.

આત્માઃ

         સુખ અને દુખ મને સ્પર્શતા નથી.

પરમાત્માઃ

           ભલે તું નિર્લેપ છે પણ શરીરને બંધનકર્તા છે.

આત્માઃ

            શામાટે આખી જીંદગી હું તને પામવા માટે પ્રયત્ન કરું છું ?

પરમાત્માઃ

            તું હંમેશા જે નથી તેની પાછળ દોડે છે.

             જે છે તેને શાંતિથી પહેચાનતો નથી.

આત્માઃ

            શરીર સાથેનો સંબંધ આટલો ગાઢ કેમ છે.

પરમાત્માઃ

              તે તારું રહેવાનું સ્થાન છે.

આત્માઃ

                તો પછી——

પરમાત્માઃ

                તેમાં આસક્તિ નહી રાખ. ગમે ત્યારે તે ઘર ખાલી કરવું પડશે.

આત્માઃ

                  હવે એ તો સમજાયું કે આસક્તિ નહિ રાખવાની. પણ અંતે——-

પરમાત્માઃ

            શાકાજે ચિંતા કરે છે અંતે તું મને જ પામીશ. મારામા ઓતપ્રોત

            થઈ જઈશ.

આત્માઃ

          પૃથ્વિ પરનું જીવન જીવવું એ એક કળા છે.

પરમાત્માઃ

           તને બધું જ સમજાવીને પૃથ્વિ પર મોકલ્યો હતો.

           નવ મહિના મહેનત કરી હતી. પણ——-

આત્માઃ

              પણ શું ?

પરમાત્માઃ

            શ્વાસ લેતાંની સાથે તારો અને મારો નાતો તે બદલી લીધો.

           મોહ માયામાં તું એવો લપેટાયો કે અવતરણની સાથે ઉંવા ઉંવા

           ( તું ત્યાં, તું ત્યાં નો રાગ ગાવા મંડી પડ્યો.)

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.