Archive for September, 2010

યોગના પ્રયોગ દ્વારા સ્વાસ્થ્ય —— ૩

September 17th, 2010
યોગના પ્રયોગ દ્વારા સ્વાસ્થ્ય   ૩ 
કમર અને પીઠના દુખાવાનું દર્દ
  પીઠનો દુખાવો થવાનું મુખ્ય કારણ છે ખોટી રીતે ઉભા રહેવાની
તથા બેસવાની ટેવ. વધારે પડ્તી  માનસિક ચિંતા યા શારીરિક 
  લક્ષણ કામ.  વધતી ઉમર ને કારણે પહોંચેલો ઘસારો પણ
દુખાવાનું કારણ હોઈ શકે.
      એક દુખાવો એવો હોય છે જે એક્સ રે યા લોહીની તપાસ
દ્વારા ખબર પડે.  બીજો દુખાવો જે કામ યા નોકરી પરની એવી
ખાસિયત ને આધારિત હોય છે. ઘણીવાર દુખાવો એવા કારણસર
હોય કે જે કળવું કઠિન છે.
      કરોડ રજ્જુ જે બોચીની પાછળથી શરૂ થઈ કમર સુધી જાય છે.
 સી૧ થી  સી૭   ગળાના મણકા  (સર્વાઈકલ)
 ટી૧ થી ટી ૧૨  છાતીના  મણકા (થોરાસીક)
 એલ૧ થી એલ ૫ કમરનો ભાગ (લમ્બર)
  ૫                 સેક્રમ
   એસ ૧ અને એસ ૨  પેલ્વીસ
   ૫    પૂંછડીના   ( કોકીકસ)
    દુખાવાના પ્રકારઃ
    ૧.   મણકાનું ખસી જવું (સ્લીપ ડીસ્ક)
    ૨.  ગળામા મણકાનો દુખાવો.
  ૩.  અકસ્માતથી થતો દુખાવો.(વ્હીપ્લીશ ઇન્જારી)
 ૪.   ગળાના મનકામા સોજો (સ્પોન્ડીલોસીસ)
 ૫.  ચીંતા ને કારણે થતો દુખાવો.
 ૬. ડોક હલાવવાથી થતો દુખાવો
 ૭.  ખુંધ તથા આગળ યા પાછળ વળતા દુખાવો.
        આ દુખાવો ઘણી વાર વહેલી સવારે થાય યા ઉભા રહેવાની ખોટી
        ટેવ ને લીધે પણ થાય.
    ઈલાજઃ
   આરામ, ચત્તાપાટ સૂવાનું
   દવાનો સહારો
  શસ્ત્રક્રિયા
  લોહચુંબકની પધ્ધતિ.
    યોગ દ્વારા માત્ર તેનો ઇલાજ જ નથી થતો પણ તેના મૂળના ઉંડાણ
સુધી પહોંચી તેનો જડમૂળથી નાશ કરે છે.
 અન્નમય કોષ”
      તમારી પોતાની શક્તિનો ખ્યાલ રાખી વજન ઉચકવું. આગળ તથા
પાછળ ખૂબ સાવધાની પૂર્વક વળવું. આંચકા લાગે એવા પ્રયોગો ન કરવા.
‘ લમ્બર સ્ટ્રેચ’ એ ખૂબ સુંદર આસન છે. શવાસનમા સૂઈ બે પગ ઘુંટણથી
 વાળી પગ અને મોઢું વિરુધ્ધ દિશામા રાખવા. આંખો બંધ અને શ્વાસ ઉપર
ધ્યાન કેંદ્રિત કરવું. પછી પગ તથા મોઢાની દિશા બદલવી.  દરેક વ્યક્તિ
પોતાના શરીરની મર્યાદાથી માહિતગાર હોય છે.
 પ્રાણમય કોષઃ
     શ્વાસની અનિયમતતા , ચિંતાને કારણે પ્રાણવાયુ પીઠના હાડકામા
બરાબર પહોંચતો ન હોવાથી દુખાવો રહે. પ્રાણાયામ નિયમિત કરવો.
કપાલભાંતિ હરગિઝ નહી. “પ્રાણિક એનરજાઈઝીંગ ટેકનીક”  છે જેનાથી
ખૂબ રાહત થાય છે. તે ટેકનીકનું પાલન કરવાથી મેટાબોલીક રેટ ઘટે
છે અને ‘પ્રાણ’ નો પ્રવાહ સરળ બને છે જેનાથી દુખાવો કાબૂમા આવે છે.
   મનોમય કોષઃ
          ૐ ની સાધના અને ‘નાદ અનુસંધાન’ કરવાથી દુખાવો ઘણૉ સહ્ય
બને છે અને સતત મહાવરાથી ધીરે ધીરે નાબૂદ થાય છે. પીઠનો યા
કમરના દુખાવાનું મુખ્ય કારણ ખોટી રીતે ઉભા રહેવાની તથા વળવાની
ટેવ છે.
  વિજ્ઞાનમય કોષઃ
      સારું વાંચન, આનંદમય વાતાવરણ અને કોઈ પણ જાતની ભીતિ
યા લઘુતા ગ્રંથિનો  ત્યાગ.
  આનંદમય કોષઃ
       કર્મ કરતા રહેવું. એવું કાર્ય જેમા નિજાનંદ પ્રાપ્ત થાય. ખુશનુમા
વાતાવરણમા હરવું ફરવું.ચિંતા ને તિલાજલી.
   કમર તથા નીચેની પીઠના દુખાવાના આસન.
 ૧. હાથના આંગળા ભીડી સામે તથા ઉપરની બાજુ શ્વાસની
      આવન જાવનના તાલ સંગે લઈ જવા.
        (હેન્ડ સ્ટ્રેચ બ્રિધિંગ) 
    ૨. પગ વાળીને ‘લમ્બર સ્ટ્રેચ’ બ્રિધિંગ’
    ૩. પવન મુક્તાસન
     ૪. સેતુબંધ આસન
     ૫. ‘ડોરસલ સ્ટ્રેચ’
      ૬.  શશાંક આસન બ્રિધિંગ
       ૭.  ભુજંગ આસન
      ૮.  સલભાસન
      ૮.  વારાફરતી પગ ઉપર લાવી શ્વાસની સાથે તાલ
            મિલાવવો.
      ૯.  બાજુ પર સૂઈ પગ ઉચકવો.
      ૧૦. વિપરીતકરણી આસન
     ૧૧.    પરિવૃત્ત ત્રિકોણાસન
      ૧૨.   વક્રાસન
       ૧૩. અર્ધકટિ ચક્રાસન
       ૧૪.  અર્ધચક્રાસન
  ગળાના દુખાવા માટેઃ
       ૧. હાથના આગળાને વારાફરતી હલાવવા.
       ૨.  હાથની મુઠ્ઠી વાળી ઉપર નીચે કરવી.
     ૩.   હાથની કલાઈ ધીરે ધીરે ફેરવવી, ઉપર નીચે કરવી. વિ.
     ૪.    ખભા ઉપર નિચે કરવા, ગોળ ફેરવવા/
      ૫. ધીરે ધીરે ડોક ઉપર,નીચે તથા ગોળ ફેરવવી.
              એક વાર ડાબી બાજુથી શરૂ કરવું ને પછી
                જમણી બાજુથી.
     પ્રાણાયામ
     નાદ અનુસંધાન
     ધ્યાનમા નિયમિતતા
    “ૐ” ધ્વનિનો ઉચ્ચાર
      “મ” ધ્વનિનો ઉચ્ચાર 
      નાડી શુધ્ધિ પ્રાણાયામ
       દુખાવો ન હોય તે સમયે ‘કપાલભાંતિ કરાય
        પણ યાદ રહે એકદમ ટટ્ટાર બેસવું.
                                  ૐ

યોગના પ્રયોગો દ્વારા શારિરીક સ્વાસ્થ્ય : ૨

September 13th, 2010
         આજે આપણે વાત કરીશું ‘ડાયાબિટીસ’ જેને ગુજરાતીમા ‘મધુપ્રમેહ’નું
નામ આપ્યું છે. લોહીની અંદર ખાંડનું પ્રમાણ વધારે થઈ જાય ત્યારે આ
દર્દ છે એમ જાણવું. જેનાથી જીવનમા ઉથલ પાથલ મચી જાય છે.
        જેનાથી શરીરમા કાંતો જરુર કરતા વધારે ‘ઇનસ્યુલીન’ ઉત્પન્ન
થાય છે યા તો લોહી ગ્રહણ કરીશકે એના કરતા ઓછું.
      આ દર્દ બે પ્રકરનું છે ૧. ઇન્સ્યુલીન ઉપર આધાર
                                          ૨.  ‘ઇન્સ્યુલીનની જરૂરત ન હોય
     મધુપ્રમેહમા ‘પેન્ક્રિયાસ અને પીટ્યુટરી ગ્લાન્ડ” બે ની
કામ કરવાની અશક્તિ જણાય છે.
  ઇન્સ્યુલિન એ ખૂબ શક્તિશાળી ‘હોર્મોન’ છે જે હોજરીમા
ગ્લુકોઝનો સંગ્રહ કરી તેનું ‘ગ્લાયકોઝોનમા’ રૂપાંતર કરે છે.
   હરએક વ્યક્તિમા ‘મધુપ્રમેહની’ અસર અલગ અલગ હોઈ
શકે.
 મધુપ્રમેહ થવાના કારણઃ
૧. વધારે પડ્તી વાર બાથરૂમ જવું (રાતના મોટેભાગે)
૨. ખૂબ પાણીની તરસ લાગવી.
૩. જેનાથી ગ્લુકોઝ મુત્ર દ્વારા વહી જાય.
૪. મિઠાઈ ખાવાની ઉત્કંઠા
૫. વજન ઉતાવું , શારિરીક અશક્તિ
૬. પગનો દુખાવો
૭. દૃષ્ટિમા ઝંખપ
૮. બેધ્યાનપણું
૯. કોમામા ચાલ્યા જવું
૧૦. કામવાસનામા શુષ્કતા
પરીક્ષાઃ
        ૧.  મૂત્રની તપાસ
         ૨. લોહીની તપાસ
          અ. ભુખ્યા પેટે
          બ. જમીને
 યોગના પ્રયોગઃ
  ૧. સિથીલીકરણ વ્યાયામ.
  અ. અગ્નિસાર ક્રિયા જેનાથી પેનક્રિયાસ કામ કરતું થાય.
બ. વમન ધૌતિ (અઠવાડિયામા બે વાર) જેનાથી પેનક્રિયાસ સતેજ થાય
ક. પરિવૃત્ત ત્રિકોણાસન.
ડ. અર્ધ મત્સેન્દ્રિયાસન
ઈ. વક્રાસન
આ પાંચ ઉપાયથી ‘અન્નમય કોષ’  સરસ રીતે કાર્ય કરે છે.
૨. જ્યારે શ્વાસ લેવામાં અનિયમિતતા જણાય ત્યારે ‘પ્રાણમય કોષ’
   તકલીફમા જાનવો. જેના માટે
 અ. વિભાગીય શ્વાસ્નો પ્રબંધ કર્યો છે.
 બ. કપાલભાંતિ
 ક. ભસરિકા
 ડ. પ્રાણાયામ
      જેનાથી ચીંતા દૂર થાય છે. (સ્ટ્રેસ)
૩.મનોમય કોષ કાજે
  અ. ભજન
 બઃ સત્સંગ
 ક. પ્રાર્થના
  આ બધાની સુંદર  અસર પૂરા શરીર ઉપર થાય છે.
૪. વિજ્ઞાનમય કોષઃ
     પોતાની જાતનું નિરિક્ષણ કરવું. વિવેક બુધ્ધિનો ઉપયોગ
કરવો. સારા પ્રવચનો સાંભળવા. ડોકટરની સલાહ સૂચન
અને   વડીલની શિખામણ ભરી વાત સાંભળવી.
૫. આનંદમય કોષઃ
   અ. કર્મયોગ દ્વારા કાર્યમા પ્રવૃત્ત રહેવું.
  બ. ખુશખુશાલ વાતાવરણ મા રહેવું.
  ક. શાતિ પૂર્વક આરામ ભોગવવો.
   સિથિલીકણ વ્યાયામ;
 ૧. જગ્યા ઉપર દોડવું
 ૨. આગળ અને પાછળ વલવું
૩. ધનુરાસન
 ૪.પવન મુક્તાસન
 ૫. સૂર્ય નમસ્કાર
 ૬. સલભાસન
 ૭. મત્સ્યાસન
 ૮. ઉષ્ટ્રાસન
 ૯. શવાસન
 ૧૦. વારાફરતી સૂઈને પગ ઉંચા કરવા
 ૧૧ બંને પગ સાથે ઉંચા કરવા
 ૧૨. નાડી શુધ્ધિ પ્રાણાયામ
 ૧૩. ‘ૐ; નું ધ્યાન
 ૧૪. નાદ અનુસંધાન
     અ અ અ
    ઉ ઉ ઉ
   મ મ મ
  ૧૫. ભ્રમરી પ્રાણાયામ
      યાદ રહે આ આસન અને પ્રાણાયામ ખૂબ શાંત ચિત્તે કરવા.
     આસન કરતી વખતે ધ્યાન શ્વાસ ઉપર કેંન્દ્રિત કરવું.
     ક્યાંય પણ પ્રશ્ન હોય તો પૂછશો. મારી શક્તિ પ્રમાણે
સંતોષ કારક જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
        ફાયદો થશે એની ના નહી
કિંતુ નુકશાન તો નહીજ થાય તેવું દાવા સાથે કહું છું.

‘યોગ’ ના પ્રયોગ દ્વારા શારિરીક સ્વાસ્થ્ય

September 13th, 2010

     ‘યોગ’  નો અભ્યાસ અને તેનું આચરણ સમજીને કરવામા આવે તો તે ખૂબ

ઉપયોગી પૂરવાર થયેલું છે. તેના નિયમિત આચરણથી તંદુરસ્તી જળવાય છે.

            આજકાલની બજારમા મળતી દવાઓ જે તરત રોગને દબાવવામા સફળ

છે કિંતુ તેનાથી થતા લાંબા ગાળાના ગેરફાયદાથી સર્વેજણા વિદિત પણ છે.

     મિત્રો જે થોડીઘણી જાણકારી ‘યોગ’ના અભ્યાસ દ્વારા મેળવી છે તે અંહી

પ્રસ્તુત કરીશ. એક વાત કબૂલ કરવી રહી કે એક વર્ષના અભ્યાસ દ્વારા ખૂબ

ફરક મહેસૂસ કર્યો છે.

         જીવનમા શિસ્ત અને સ્વાસ્થ્ય બને પ્રાપ્ત થયા છે. આવા  સુંદર નિર્ણયની

પ્રેરણા કરવા કાજે ઈશ્વરનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. પરિવારની સંમતિ

અને અનુકૂળતા પણ એટલાજ મહત્વના હતા.

            બસ આટલી પ્રસ્તાવના દ્વારા હવે ઇંતજાર કરજો ,  વધુ આવતી મુલાકાતે.

મિત્રની આશ્ચર્ય ભરેલી “૬૦” મી વર્ષગાંઠ

September 12th, 2010

           મિત્રની  આશ્ચર્ય ભરેલી “૬૦” મી વર્ષગાંઠમાં હાજરી

આપી  ત્યારે આનંદનો અવધિ ઉછળી રહ્યો.  તાજા ‘નાના’

બન્યા હતા. નવી નવેલી ‘પુત્રવધુ’ આંગણે આવી હતી.

      અંતરના ભાવ ઠલવાયા.

ખૂબસૂરત વ્યક્તિ

મુખ પર ઉભરાતું સ્મિત

વાચાળ અને વ્યવસ્થિત

ઉમર ભલેને “સાઠ”

દિલ છે જેનું સાફ

સ્ફૂર્તિ સભર થનગનતી જવાની

“શૈલા” સંગે માણે જીંદગાની

કુટુંબમા મોટા

દિકરીએ બનાવ્યા ‘નાના’

ઘરમા ચહલપહલ

આંગણમા રણકે ‘કંગન’

શબ્દ દ્વારા અભિવ્યક્તિ

લેખનીની અશક્તિ

સદા હસો હસાવતા રહો

જીવનમા ખુશી રેલાવતા રહો

સત્કાર્ય દ્વારા જીવન દિપાવતા રહો

આજના દિને

September 11th, 2010

જય ગણેશ જય ગણેશ

 

જય ગણેશ દેવા

 

માતા જાકી પાર્વતી

 

પિતા મહાદેવા

 

   ગણેશ ચતુર્થિની શુભકામના

 

  શ્રાવક મિત્ર મંડળને

 

  અંતરથી     આજના શુભ દિને

 

 મિછ્છામી દુક્કડમ

 

 ૯/૧૧ માં જેમણે અમોલ પ્રાણ ગુમાવ્યા

 

તે સહુને સાંત્વના

૯/૧૧

September 8th, 2010

View Image

નાના મોટા અબાલ વૃધ્ધ

શાંતિ પૂર્વક પોઢ્યા હતા

શું વાંક હતો શું ગુન્હો હતો

પ્રશ્ન હવામા ઘુમતો હતો

ત્રણ વર્ષથી ૭૩ વર્ષના

તાપ બરફ ખમતા હતા

ન ફરિયાદ ન ચિત્કાર

દિલમા પ્રસર્યો હાહાકાર

નિર્દોષો હોમાયા હતા 

પેન્ટેગોનના પ્રાંગણમા

અંતરથી શાંતિ પ્રાર્થી

અશ્રુની અંજલી અર્પી

પ્રતિક ત્યાં થમી ગયા

ખળખળ પાણી વહી રહ્યાં

૯/૧૧

ખુશી

September 8th, 2010
ખુશી શું બજારમા વેચાતી મળે છે?

 

   શું આપણે ખરેખર ખુશ છીએ?

 

      શું પતિ યા પત્ની એકબીજાને ખુશ રાખી શકે છે?

 

ખુશી એ જીવન પ્રત્યેનો ખુદનો અભિગમ છે.

 

પતિ પત્ની એકબીજાના સાન્નિધ્યમા પ્યારનો અહેસાસ માણે છે.

 

 ખુશી વ્યક્તિ પર નિર્ભર નથી.

 

 ખુશી સંજોગોની ગુલામ નથી.
 
વ્યક્તિ ,સંજોગો, સ્થળ, સમય બધું બદલાય છે.

 

શરત અને અપેક્ષા વગરનો પ્રેમ ખુશી બક્ષે છે.

 

 

સૂર- તાલ

September 7th, 2010

તાલ નિકળ્યો શોધવા સૂર

હૈયામાંહી જાણે ઉમટ્યું પૂર

ઢોલક મંજીરાની સંગે સોહે

કંઠની મિઠાસ તેમા વહે

સૂર તાલ મળવા કઠીન

વાજિંત્રોના મિજાજ રંગીન

તાલ બધ્ધ જો નિકળે સૂર

વાતાવરણ બને ચકચૂર

સૂર અને તાલનું મિલન

સંગીત સભર બને જીવન

સૂર નિરંતર હૈયામાહી વસે

તાલથી તાલ મળીને હસે

હજુ પણ આમ થાય છે ?

September 5th, 2010

ભારતના ટી.વી. પરના પ્રોગ્રામ જોવાની આદત જ નથી પાડી.

અરે આદત શું નથી, ભારતની ચેનલ લીધી જ નથી. ભારત પ્રત્યે અને

આપણી ભાષા ઉપર ખૂબજ પ્રેમભાવ છે.

બે દિવસ પહેલાં બહેનપણીને ત્યાં ટીવી જોતા બે શોના પ્રસંગો

જોવાની તક સાંપડી.

પ્રસંગ  ૧.    મા તથા દિકરી ઘરમા દાખલ થતા પતિને સવાલના જવાબ

આપે છે. તેમાં તેની માતા વિશે ખુલ્લા દિલે ફરિયાદ અને આક્ષેપો.

પતિઃ અનુસંધાનમા “હું મારી માતા ને અને બહેનને મળીને આવ્યો.

બીજા કોઈ શોમા જો કે મને શોના નામની પણ ખબર નથી.

પ્રસંગ  ૨.   સાસુ અને દિયર ઘરની વહુ તથા તેના પિતાજીના મોઢા પર મેશના

લપેટા કરે છે.

ગમે તે વાર્તા યા પ્રસંગ હોય. આ બંને દૃશ્ય જોઈને હું ઈશ્વરનો આભાર માનતી

હતી કે મે “સોની” યા ‘ઝી” ટીવી જેવી ચેનલો નથી લીધી.

જો કે બીજા સારા પ્રોગ્રામો પણ આવે છે એમ સાંભળ્યું છે.

ગાયબ

September 4th, 2010

ભોર ભયો ને તિમિર ગાયબ

જ્ઞાન લાધ્યું  અજ્ઞાન ગાયબ

મારગ લાધ્યો ને  કેડી ગાયબ

વિચાર નિર્મળ મુંઝવણ ગાયબ

પ્યાસ બુઝાઈ ને તરસ  ગાયબ

પ્રેમ સાંપડ્યો વલખાં ગાયબ

આંતરડી ઠારી શોક ગાયબ

સાગરે સમાઈ ઉત્કંઠા ગાયબ

મિલન મધુરું વિયોગ ગાયબ

સત્ય લાધ્યું અસત્ય ગાયબ

દર્દ શમ્યું ને પીડા ગાયબ

હાસ્ય રેલાયું દુઃખડા ગાયબ

ખુશી ફેલાણી દિલગિરી ગાયબ

રિમઝિમ વર્ષા ઉદાસી ગાયબ

શાંતિ પ્રસરી અશાંતિ ગાયબ

માયાથી મુક્તિ જગત ગાયબ

પ્રભુની ઝાંખી એષણા ગાયબ

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.