વર્ષોનો તફાવત જો માણસને હોંશિયાર બતાવવાનું થર્મોમિટર
હોય તો આ વિધાન મા કેટલુ તથ્ય છે. હંમેશા યુવા પેઢીનો દાવો
રહ્યો છે કે તેઓ ઘણું બધુ વધારે જાણે છે તેમેના માતા પિતા કરતાં.
નાનપણની વાત યાદ આવે છે. મારી મમ્મી હંમેશા કહેતી
ભગવાનનું નામ લઈને જો રસોઈ કરીએ તો ‘ સરસ અને સ્વાદિષ્ટ’ જ
હોય. હકિકતમા એ સત્ય હતું કારણ તેમાં શ્રધ્ધાનો રણકો સ્પષ્ટ હતો.
“નજર નીચી રાખો વિચાર ઉંચા રખો’. આ યુક્તિ શિલાલેખની જેમ
હૈયા પર કોતરાયેલી છે. તેથી કદીય ભારતથી પાછા આવતા પગ
મોચવાયો નથી. હા, ઘણીવાર થતું ‘મમ્મી, તું ભણી નથી તેથી તને
ખબર નથી પડતી’. હા, કબૂલ કરું છું તે ભણી હતી ચાર ચોપડી,
પણ તમને અને મને શરમાવે તેવી તેની જીવન જીવવાની
રીત રસમ હતી.
અરે, મારી દાદી અને નાની પણ તેઓ જે કરતા તેમા ઘણી
કુશલતા દાખવતા. હવે તો એ વાતો ભૂતકાળ બની ગઈ છે. ટુંક
સમયમા મારું અસ્તિત્વ પણ ભૂતકાળ થઈ જશે.
ખેર, વાત માત્ર એટલીજ કહેવી છે નવી પધ્ધતિ, અધુનિકતા,
અને સફળતાનું વિજ્ઞાન ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અને કરશે.
તેના પાયામા સિમેન્ટતો ‘જૂનો’ જ છે. જે ઇમારત ખૂબ
મજબૂત બનાવે છે. ‘કેલ્ક્યુલેટર’ આવ્યા ને માણસે ‘ગણિત’ ને
વિસારે પાડ્યું. તેના મગજની આંકડા સાથેની રમત ધીરી થઈ.
‘કમપ્યુટર અને એસેમેસ’ આવ્યા માણસની શબ્દ અને લેખન-
વૃત્તિ નરમ પડી. હવે પછી શું——?
જો પૂર્વજોની રીત રસમ પર નાક ચડતુમ હોય તો વડિલોપાર્જિત
ધનનું શું કરીશું ?
. જો કે આ વાત બધાને લાગુ પડતી નથી એમાંય જે અમેરિકા આવીને
વસ્યા છે તેમેને ખાસ. તેઓ તો પોતાના વડિલોની ઇજ્જત કરી તેમનો આભાર
માને છે આ દેશમા આવ્યા બદલ. વિદ્યા પ્રાપ્તિએ તેમને જિવનમા ઘણી સારી
સ્થિતિએ પહોંચાડ્યા છે.