ભારતના ટી.વી. પરના પ્રોગ્રામ જોવાની આદત જ નથી પાડી.
અરે આદત શું નથી, ભારતની ચેનલ લીધી જ નથી. ભારત પ્રત્યે અને
આપણી ભાષા ઉપર ખૂબજ પ્રેમભાવ છે.
બે દિવસ પહેલાં બહેનપણીને ત્યાં ટીવી જોતા બે શોના પ્રસંગો
જોવાની તક સાંપડી.
પ્રસંગ ૧. મા તથા દિકરી ઘરમા દાખલ થતા પતિને સવાલના જવાબ
આપે છે. તેમાં તેની માતા વિશે ખુલ્લા દિલે ફરિયાદ અને આક્ષેપો.
પતિઃ અનુસંધાનમા “હું મારી માતા ને અને બહેનને મળીને આવ્યો.
બીજા કોઈ શોમા જો કે મને શોના નામની પણ ખબર નથી.
પ્રસંગ ૨. સાસુ અને દિયર ઘરની વહુ તથા તેના પિતાજીના મોઢા પર મેશના
લપેટા કરે છે.
ગમે તે વાર્તા યા પ્રસંગ હોય. આ બંને દૃશ્ય જોઈને હું ઈશ્વરનો આભાર માનતી
હતી કે મે “સોની” યા ‘ઝી” ટીવી જેવી ચેનલો નથી લીધી.
જો કે બીજા સારા પ્રોગ્રામો પણ આવે છે એમ સાંભળ્યું છે.