નવરાત્રી — હળવી નજરે

September 21st, 2009 by pravinash Leave a reply »

નવરાત્રીનો તહેવાર આવે અને ગરવી ગુજરાતણના પગ ઠુમકા

લગાડે,ગરબાનું સંગીત સુણાય અને માથુ, હાથ, ગરદન,બદન

અને પગ તાલ પુરાવે. નવ રાત્રી અને શરદ પૂર્ણિમા ઘેલા

બનાવવા માટે પૂરતા છે. માતાની સ્તુતિ દિવસભર કરવાની,

રાત્રે આરતી કરી પ્રસાદ ઝાપટવાનો.

    જો કે હવે ગરબા અને તેમાંય રાસ તો દુનિયાભરમા પ્રચલિત

થઈ ગયા છે. તેના મહત્તાથી આપણે સર્વે વિદિત છીએ. રંગબેરંગી

ઝમકદાર ચણિયાચોળીમા નાચતી નાની યા મોટી, કુંવારી કે પરણેલી

ગુજરાતણો ગરબે ઘૂમે ત્યારે ધરા પણ ક્ષણવાર ઘુમવાનું વિસરી જાય.

   હા, જેમના પતિદેવોને રસ હોય તેમેને પણ આનંદ ખોબે ખોબે લુંટવાની

ઘણી મઝા આવે. કિંતુ જેમના પતિદેવો ઔરંગઝેબ હોય. ( સમજી ગયાને ?)

તેમની હાલતનો કદી વિચાર કર્યો છે.  તેઓ મનમા મણ મણની———.

જો કે અમેરીકામા તેવું નથી! હા પત્ની રાતે મોડેથી એકલી ન આવે તેટલે

ગાડી ચાલકની નોકરી મને કે કમને સ્વિકારે અને પછી એકાંત જગ્યા જુએ

સરસ રીતે ગોઠવાઈ જાય અને નસ્કોરા બોલાવી ગરબાના તાલમાં તાલ પુરાવે.

બિચારા પતિદેવો, ગમે તેટલો પ્રયત્ન કરે પણ રસ કેળવી ન શકે તો પછી નાછૂટકે

સજા ભોગવે.  જો કોઈવાર નિંદરરાણી રિસાઈ જાય, ઘરની રાણી રાસ રમે તો પોતે

સિગરેટના ધુંવા ઉડાવે.

        દેખવું નહીને દાઝવું નહી. ઘરવાળી કોની જોડે રાસડા લે છે તેની પરવા નહી.

ઘણા ભાગ્યશાળી પતિઓ પત્ની સાથે પ્રેમથી મઝા લુંટે. કુંવારી કળી જેવી સુંદર

કન્યાના ગરબાની લચક જોતા આંખડી ધરાય નહી. તેમાંય જ્યારે જુવાન છોકરા

અને છોકરીઓ દાંડિયા રાસ લે તે અદભૂત   નજારો આંખડીને ઠારે.

        હજુ તો ઘણા દિવસો બાકી છે. પ્રેમથી નવરાત્રીની મઝા માણો અને અવલોકો.

એક લાલબત્તી ધરવી છે મઝા માણતા માણતા ખોટા કુંડાળા માં પગ ન પડી જાય

તેનું  જુવાનીયાઓ ધ્યાન રાખે. નવરાત્રીની શુભકામના. અંબામા, કાળીમાતા,

બહુચરામાતા, શારદામાતા અને યમુનામહારાણી  સહુના ચરણોમા દંડવત પ્રણામ.

Advertisement

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help