દગો દેશે June 8, 2007
Posted by pravinash in : ભજનો , trackback જીવન સંધ્યાનું ટાણું
પ્યારું ઘરનું આંગણું
સહુ સાથ છૂટી જશે
તન પણ દગો દેશે
આ પિંજર પડી જશે
તિમિર ગયું ને પ્હો થયો
મળસ્કાનું મધ્યાહન થયું
સંધ્યાના સુહાના રંગ
રાત્રિમાં થયે પરિવર્તન
બાળપણાનું ભોળપણ
શૈશવનું મધુરું જિવન
જુવાની આવે ઘોડાપૂર
ઢળતી ઉમરનું શાણપણ
સઘળાં કર્મોનું નિરાકરણ
જિંદગી ના બને ભારણ
મૌન સેવી નિરખ ગગન
શાતા પામ બન મગન


Powered By
Comments»
સઘળાં કર્મોનું નિરાકરણ
જિંદગી ના બને ભારણ
મૌન સેવી નિરખ ગગન
શાતા પામ બન મગન
saras!
તન પણ દગો દેશે
આ પિંજર પડી જશે… aato deep chhe .. bujase.. prakash kai to hashe eno!