મુક્તિ ઈચ્છો છો? બંધાયા ક્યાં છો.
છૂટવું છે? બંધન જ નથી.
ગુંચવાયા છો? ગાંઠ જ નથી.
ઠોકર વાગી? પથ્થર જણાતો નથી.
નશામાં ચૂર છો? શરાબ જ નથી
મદહોશ છો? હોશ ગુમાવ્યો નથી.
ગુમરાહ છો? રાહ ઓઝલ થઈ નથી.
રસ હીન છો? રસની ધારા સૂકાઈ નથી.
દર્શનનાં આતૂર છો? સર્વવ્યાપી છે.
ઉતાવળા છો? ધિરજ ખૂટી નથી.
સ્વાર્થી છો? પ્રેમ સૂકાયો નથી.
અહંકારી છો? તો સંસારી નથી.
ડૂમો ભરાયો છે? હાસ્ય સઘળે છે.
આધ્યાત્મમાં માનો છો? જીવન ગહન નથી.
ભૌતિકતા ગમે છે? આધ્યાત્મ પિછાણ્યું નથી.
શોકમાં ઘેરાયલાં છો? આંખ ખૂલ્લી નથી.
પ્રારબ્ધ ભોગવો છો? બંડ પોકારવું નથી.
પુરૂષાર્થ કરો છો? ફળની તમન્ના નથી.
નસીબમાં માનો છો? ઈશમાં વિશ્વાસ નથી.
ઈશ્વરમાં માનો છો? તેના જેવો બીજો સહારો નથી.