‘યોગ’ ના પ્રયોગ દ્વારા શારિરીક સ્વાસ્થ્ય

September 13th, 2010 by pravinash No comments »

     ‘યોગ’  નો અભ્યાસ અને તેનું આચરણ સમજીને કરવામા આવે તો તે ખૂબ

ઉપયોગી પૂરવાર થયેલું છે. તેના નિયમિત આચરણથી તંદુરસ્તી જળવાય છે.

            આજકાલની બજારમા મળતી દવાઓ જે તરત રોગને દબાવવામા સફળ

છે કિંતુ તેનાથી થતા લાંબા ગાળાના ગેરફાયદાથી સર્વેજણા વિદિત પણ છે.

     મિત્રો જે થોડીઘણી જાણકારી ‘યોગ’ના અભ્યાસ દ્વારા મેળવી છે તે અંહી

પ્રસ્તુત કરીશ. એક વાત કબૂલ કરવી રહી કે એક વર્ષના અભ્યાસ દ્વારા ખૂબ

ફરક મહેસૂસ કર્યો છે.

         જીવનમા શિસ્ત અને સ્વાસ્થ્ય બને પ્રાપ્ત થયા છે. આવા  સુંદર નિર્ણયની

પ્રેરણા કરવા કાજે ઈશ્વરનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. પરિવારની સંમતિ

અને અનુકૂળતા પણ એટલાજ મહત્વના હતા.

            બસ આટલી પ્રસ્તાવના દ્વારા હવે ઇંતજાર કરજો ,  વધુ આવતી મુલાકાતે.

મિત્રની આશ્ચર્ય ભરેલી “૬૦” મી વર્ષગાંઠ

September 12th, 2010 by pravinash No comments »

           મિત્રની  આશ્ચર્ય ભરેલી “૬૦” મી વર્ષગાંઠમાં હાજરી

આપી  ત્યારે આનંદનો અવધિ ઉછળી રહ્યો.  તાજા ‘નાના’

બન્યા હતા. નવી નવેલી ‘પુત્રવધુ’ આંગણે આવી હતી.

      અંતરના ભાવ ઠલવાયા.

ખૂબસૂરત વ્યક્તિ

મુખ પર ઉભરાતું સ્મિત

વાચાળ અને વ્યવસ્થિત

ઉમર ભલેને “સાઠ”

દિલ છે જેનું સાફ

સ્ફૂર્તિ સભર થનગનતી જવાની

“શૈલા” સંગે માણે જીંદગાની

કુટુંબમા મોટા

દિકરીએ બનાવ્યા ‘નાના’

ઘરમા ચહલપહલ

આંગણમા રણકે ‘કંગન’

શબ્દ દ્વારા અભિવ્યક્તિ

લેખનીની અશક્તિ

સદા હસો હસાવતા રહો

જીવનમા ખુશી રેલાવતા રહો

સત્કાર્ય દ્વારા જીવન દિપાવતા રહો

આજના દિને

September 11th, 2010 by pravinash No comments »

જય ગણેશ જય ગણેશ

 

જય ગણેશ દેવા

 

માતા જાકી પાર્વતી

 

પિતા મહાદેવા

 

   ગણેશ ચતુર્થિની શુભકામના

 

  શ્રાવક મિત્ર મંડળને

 

  અંતરથી     આજના શુભ દિને

 

 મિછ્છામી દુક્કડમ

 

 ૯/૧૧ માં જેમણે અમોલ પ્રાણ ગુમાવ્યા

 

તે સહુને સાંત્વના

૯/૧૧

September 8th, 2010 by pravinash No comments »

View Image

નાના મોટા અબાલ વૃધ્ધ

શાંતિ પૂર્વક પોઢ્યા હતા

શું વાંક હતો શું ગુન્હો હતો

પ્રશ્ન હવામા ઘુમતો હતો

ત્રણ વર્ષથી ૭૩ વર્ષના

તાપ બરફ ખમતા હતા

ન ફરિયાદ ન ચિત્કાર

દિલમા પ્રસર્યો હાહાકાર

નિર્દોષો હોમાયા હતા 

પેન્ટેગોનના પ્રાંગણમા

અંતરથી શાંતિ પ્રાર્થી

અશ્રુની અંજલી અર્પી

પ્રતિક ત્યાં થમી ગયા

ખળખળ પાણી વહી રહ્યાં

૯/૧૧

ખુશી

September 8th, 2010 by pravinash No comments »
ખુશી શું બજારમા વેચાતી મળે છે?

 

   શું આપણે ખરેખર ખુશ છીએ?

 

      શું પતિ યા પત્ની એકબીજાને ખુશ રાખી શકે છે?

 

ખુશી એ જીવન પ્રત્યેનો ખુદનો અભિગમ છે.

 

પતિ પત્ની એકબીજાના સાન્નિધ્યમા પ્યારનો અહેસાસ માણે છે.

 

 ખુશી વ્યક્તિ પર નિર્ભર નથી.

 

 ખુશી સંજોગોની ગુલામ નથી.
 
વ્યક્તિ ,સંજોગો, સ્થળ, સમય બધું બદલાય છે.

 

શરત અને અપેક્ષા વગરનો પ્રેમ ખુશી બક્ષે છે.

 

 

સૂર- તાલ

September 7th, 2010 by pravinash No comments »

તાલ નિકળ્યો શોધવા સૂર

હૈયામાંહી જાણે ઉમટ્યું પૂર

ઢોલક મંજીરાની સંગે સોહે

કંઠની મિઠાસ તેમા વહે

સૂર તાલ મળવા કઠીન

વાજિંત્રોના મિજાજ રંગીન

તાલ બધ્ધ જો નિકળે સૂર

વાતાવરણ બને ચકચૂર

સૂર અને તાલનું મિલન

સંગીત સભર બને જીવન

સૂર નિરંતર હૈયામાહી વસે

તાલથી તાલ મળીને હસે

હજુ પણ આમ થાય છે ?

September 5th, 2010 by pravinash No comments »

ભારતના ટી.વી. પરના પ્રોગ્રામ જોવાની આદત જ નથી પાડી.

અરે આદત શું નથી, ભારતની ચેનલ લીધી જ નથી. ભારત પ્રત્યે અને

આપણી ભાષા ઉપર ખૂબજ પ્રેમભાવ છે.

બે દિવસ પહેલાં બહેનપણીને ત્યાં ટીવી જોતા બે શોના પ્રસંગો

જોવાની તક સાંપડી.

પ્રસંગ  ૧.    મા તથા દિકરી ઘરમા દાખલ થતા પતિને સવાલના જવાબ

આપે છે. તેમાં તેની માતા વિશે ખુલ્લા દિલે ફરિયાદ અને આક્ષેપો.

પતિઃ અનુસંધાનમા “હું મારી માતા ને અને બહેનને મળીને આવ્યો.

બીજા કોઈ શોમા જો કે મને શોના નામની પણ ખબર નથી.

પ્રસંગ  ૨.   સાસુ અને દિયર ઘરની વહુ તથા તેના પિતાજીના મોઢા પર મેશના

લપેટા કરે છે.

ગમે તે વાર્તા યા પ્રસંગ હોય. આ બંને દૃશ્ય જોઈને હું ઈશ્વરનો આભાર માનતી

હતી કે મે “સોની” યા ‘ઝી” ટીવી જેવી ચેનલો નથી લીધી.

જો કે બીજા સારા પ્રોગ્રામો પણ આવે છે એમ સાંભળ્યું છે.

ગાયબ

September 4th, 2010 by pravinash No comments »

ભોર ભયો ને તિમિર ગાયબ

જ્ઞાન લાધ્યું  અજ્ઞાન ગાયબ

મારગ લાધ્યો ને  કેડી ગાયબ

વિચાર નિર્મળ મુંઝવણ ગાયબ

પ્યાસ બુઝાઈ ને તરસ  ગાયબ

પ્રેમ સાંપડ્યો વલખાં ગાયબ

આંતરડી ઠારી શોક ગાયબ

સાગરે સમાઈ ઉત્કંઠા ગાયબ

મિલન મધુરું વિયોગ ગાયબ

સત્ય લાધ્યું અસત્ય ગાયબ

દર્દ શમ્યું ને પીડા ગાયબ

હાસ્ય રેલાયું દુઃખડા ગાયબ

ખુશી ફેલાણી દિલગિરી ગાયબ

રિમઝિમ વર્ષા ઉદાસી ગાયબ

શાંતિ પ્રસરી અશાંતિ ગાયબ

માયાથી મુક્તિ જગત ગાયબ

પ્રભુની ઝાંખી એષણા ગાયબ

જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ

September 1st, 2010 by pravinash No comments »

            કૃષ્ણ જન્મ એટલે આનંદ મંગલનું પર્વ.

            સહુ મિત્રોને ખૂબ ખૂબ વધાઈ. તો ચાલો

           કૃષ્ણ ભગવાન ગીતામા કહે છે તેને થોડું

           યાદ કરી તેના પર વિચારીએ.

૧.       તારો અધિકાર માત્ર કર્મ પર છે.

૨.        માત્ર ફળની આશાથી કોઈ પણ કાર્ય ન કરવું.

૩.         યોગઃ કર્મેષુ કૌશલં.

૪.          યોગઃ સમત્વં ઉચ્યતે.

૫.           સ્થિતપજ્ઞતાની જીવનમા આવશ્યકતા.

૬.            અત્મા બળતો નથી, પલળતો નથી, વાયુ

                 તેને ઉડાડી શકતો નથી.

૭.           માનવનું શરિર ત્યજવું એટલે જૂના વસ્ત્રો

                 ઉતારી નવા ધારણ કરવા.

 ૮.             મોહથી બુધ્ધિનો નાશ થાય છે.

૯.               મૃત્યુ અનિવાર્ય છે.

૧૦.             મોક્ષના ચાર રસ્તા છે.

                   * કર્મ યોગ

                   * રાજ યોગ

                   * જ્ઞાન યોગ

                  * ભક્તિ યોગ

આજનો શુભ દિવસ

August 26th, 2010 by pravinash No comments »
    ઓગસ્ટ ૨૬, ૨૦૧૦ અમારા પૌત્ર  “અવિની ૧૪”મી વર્ષગાંઠ નિમિત્તે
શુભ આશિષ.   આજે પણ તે ધન્ય ઘડી યાદ આવે છે ને સારા દિલમાં
રોમાંચનો અનુભવ થાય છે.
    અ.સૌ. નમ્રતા અને ચિ. રૂપિનના આંગણાનું પ્યારનું પુષ્પ. ‘અવિને
અભિનંદન અને ખૂબ ખૂબ પ્યાર.   સંસ્કાર તેમેજ સુંદર પ્રગતિ દ્વારા
અવિ આજે નવા વર્ષમા પગરણ માંડી રહ્યો છે તે બદલ પ્રભુનો
આભાર.
    જન્મદિવસની શુભકામના અને અંતરના આશિર્વાદ. 
Lots of love G’mom 
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.