BULLYING

January 28th, 2010 by pravinash No comments »

              શાળામાં જતા બાળકોનું જીવલેણ હથિયાર બંદુક છે એવું માનવાની

ભૂલ કદી ન કરતાં. સહુથી ઘાતકી અને કાતિલ હથિયાર છે :Bullying”.

આજે ૨૧મી સદીમાં એના ત્રાસથી જાણ્યું કે ૧૭ વર્ષની મેઘન આપઘાત

કરીને મરી ગઈ.  સમાચાર સાંભળીને રૂંવાડા ઉભા થઈ ગયા. મન મનવા

તૈયાર ન હતું કે તેનું મોત તે પ્રમાણે લખાયું હશે.

              હાઈસ્કૂલના બાળકોનો ઘણો પરિચય છે. સાચું કહું તો તેમની

રીતભાત આંખે ઊડીને વળગે તેવી છે. તેમના વર્તનામા સહજિકતા

અને આદર ભારોભાર ભરેલા મેં અનુભવ્યા છે. કિંતુ કેરીના કરંડિયામા

એકાદ બે સડેલી હોય તો દરકાર ન કરીએતો ઘણી સડી જાય.

       તેમ એકાદ એવું જુવાન લોહી હોય જે ચાર પાંચ જણને બગાડી

કોઈનો જાન જાય તેવી હરકત કરી શકે. જુવાન બાળકોના માતાપિતા

ચેતો અને ખુદના બાળકની હિલચાલ પર નિગરાની રાખો. એટલું જ

હું તો કહીશ.

        મેઘન, જે આ ઘટનાનો ભોગ બની તેના માતાપિતાને સાંત્વના

આપવા મારી પાસે શબ્દો નથી.   મેઘન તને થયેલું દુઃખ અને મનોવ્યથા

આવૉ કુમળી ઉમરે તે કેવી રિતે સહી હશે? આશા છે પ્રભુ કોઈ પણ રીતે

મારા મનનું સમાધાન કરશે————————

એક ડગ ધરા પર —-૮

January 24th, 2010 by pravinash 1 comment »

   એક ડગ ધરા પર —-૮

       શાન હાઈસ્કૂલમા આવી . ઉંમર ઉમરનું કામ કરે છે. નાની નિર્દોષ બાળકી

હવે કન્યમાં રૂપાંતરીત થઈ રહી હતી. દરમહિને વેઠવી પડતી અગવડ ગમતી

ન હતી. કિંતુ સોનમ તેને પ્યારથી સમજાવી સહ્ય બનાવતી. શરીરમાં થતા

ફેરફાર નિહાળી શાન લજવાતી અને રોમાંચ પણ અનુભવતી. તેને ખબર પડતી

ન હતી કિંતુ જે અનુભવમાંથી પસાર થઈ રહી હતી તે ગમતું હતું.  સોનમ ચૂપકીદિથી

 તેની નોંધ લેતી અને રાતના એકાંતમાં સાહિલને બધી વાતથી વાકેફ કરતી.

                  હવે  સોનમ વિચારતી કે ઉનાળાની રજાઓ છે. થોડું ઘણું  શાન ને રસોઇકામ

અને સિવણમાં રસ લેતી કરવી છે. તેના વાંચનમા પણ વૈવિધ્યતા આવવી જરૂરી છે.

શાનને ઘરપાસેના પુસ્તકાલયમાં સભ્ય બનાવી. પહેલા થોડોક વખત તેની સાથે ગઈ.

હિંદના ઈતિહાસ્ના પુસ્તકો,  વિજ્ઞાનને લગતાં, ધાર્મિક વિ. વિ. બતાવ્યા. તેને પહેલા જોવું

હતું શાનને શું વાંચવાથી આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે.  સોહમને દાદી પાસે મૂકી

મા-દિકરી બહાર જતાં. શાનને પણ મમ્મી સાથે ખૂબ મઝા આવતી. રજાને દિવસે આખો

પરિવાર સાથે બહાર જતો. સાહિલ એક પણ તક જવા ન દેતો. રવીવારની કાગ ને ડોળે

રાહ જોતો. સુંદર પરિવાર , સુખી પરિવારની ઉક્તિ બરાબર બંધબેસતી હતી.  રજા

ના દિવસો પાણીના રેલાની જેમ પસાર થઈ રહ્યા હતા.  સોનમને તેના માતા પિતા

તેડાવતા ત્યારે હંમેશા કોઈના કોઈ કારણસર તે જઈ શકતી નહી.

  સોનમ પિયર ખૂબ ઓછું જઈ શકતી. વિચાર આવ્યો લાવને શાનને નાના નાની

પાસે મોકલું.  થોડા દિવસ શાન, નાના નાની ત્યાં રહેવા આવી. ઘરનું વાતાવરણ

શરૂમાં શાનને થોડું જુદું લાગ્યું કિંતુ વાંધો ન આવ્યો.   નાના,નાની શહેરથી દૂર રહેતા

હતાં. વાતાવરણ શાંત હતું પણ હવામા પ્રસરતી મહેક મનભાવન હતી. શહેર કરતાં

મોટું ઘર. ઘરમાં માણસ બે પણ કામ કરવા વાળા ત્રણ. આજુબાજુ મઝાનો બગીચો,

બગીચામાં ઝુલો.  ઘરની પાછળ કૂવો. જોકે હવે પાણી કાઢવાનું ન હતું. શહેરની જેમ

નળ હતા.   શાનને કુદરતને ખોળે રમવાની મઝા આવતી. આજુબાજુથી નાની નાની

છોકરીઓ તેની સાથે રમવા આવતી. શાન તેમની ઘણી બધી રમત રમતાં શીખી.

પોતે શાળામા જે રમતી તે તેમને બતાવતી અને રમતા શીખવાડતી.

          એક દિવસ તેની સાથે રમતી કંકુ આવી. ખૂબ શાંત જણાતી હતી. શાન તેને

પોતાની સાથે ઉપર લઈ ગઈ. કંકુ બન્ને જણ એકલા હતા તેથી, તેનામા હિંમત આવી

ને કહે , શાન દીદી હું ચૌદ વર્ષની થઈ મને મારી મા ભણવાની ના પાડે છે. મને

ખૂબ ભણવું છે. અમે સુથાર જાતના છીએ. અમારામાં દિકરીઓને બહુ ભણાવે નહી.

પંદર કે સોળની થાય ત્યાં પરણાવી દે. હજુ તો તેનુ બાળપણ ગયું ન હોય ત્યાં બે

નાના બાળકની મા થઈ જાય. બાકીની જીંદગી ઘરકામ, પતિ અને બાળકો સાથે પુરી

કરવાની. આજે ૨૧મી સદીમા જ્યાં સ્ત્રી અવકાશમાં જતી હોય, દરેક ક્ષેત્રમાં પ્રવિણતા

પામી હોય ત્યાં દીદી મારા હાલ જુઓ.

   શાન કંકુની અવિરત વાણી સાંભળીને ચકિત થઈ ગઈ. નાના ગામમા રહેતી કંકુ જગની

વાતોથી વિદિત છે. તેને પોતાને પણ કાંઈ કરીને, બનીને જીવવું છે. ઘરના વડિલનેતો

સમજાવાય કિંતુ નાના નાની કે દાદા દાદી તોબા રે તોબા. તેમનેતો હળાહળ કળિયુગ

દેખાય.  કંકુને શાંત કરી પાણી પિવડાવ્યું. આમ પણ શાન હતીજ એવી કે કોઈને પણ

તેની પાસે આવીને વાત કરવાનું મન થાય. પરિચય ખૂબ ઝૂઝ હતો . લાગણી અને પ્રેમ

સમયના બંધનમા નથી. જ્યાં દિલના તાર જોડાય ત્યાં સમય ટૂંકો યા લાંબો એ અતિ

મહત્વનું નથી. શાન વિચારમાં ડૂબી ગઈ. તેને માટે તો આ એકદમ નવી પરિસ્થિતિ હતી.

કંકુએ પોતાના તથા પોતાના ભાઈના જુદા જુદા નિયમો પંણ ટુંકમા કહી બતાવ્યા.

                    શાન  કાપોતો લોહીન નિકળે એવી અવસ્થામા હતી.  આમ તો તે પણ બાળક

હતી. જુવાનીમા પ્રવેશ કરી ચૂકી હતી. છતાંય આવી વાત સાંભળીને કાંઇ ઉત્તર ન આપતા

કંકુને વિશ્વાસમા લીધી.  કહે, તું શાંત થા, ઘરે જા આપણે કાલે વાત કરીશું. કંકુ ઘરે ગઈ.

આશા બંધાઈ કે શાન દીદી તેને જરૂર કોઈ માર્ગ બતાવશે.——————

બે જવાબ

January 21st, 2010 by pravinash 1 comment »

બે જવાબ

સાચું બોલવું યા જુઠ્ઠું બોલવું

૧. સાચું બોલી પરિણામ માટે તૈયાર રહો -યા

૨. જુઠ્ઠું સો વખત બોલો.

નીંદા કરવી યા નીંદા સાંભળવી

૧.  નીંદા કરનાર અને સાંભળનાર બંને સરખા ગુનેગાર છે યા

૨. નીંદા ન સાંભળવી

સવારના વહેલાં ઉઠવું યા રાત્રે મોડા સુવું

૧. રાત્રે વહેલાં સૂઈ વહેલા ઉઠે વીર

 બળ બુધ્ધિ ને ધનવધે સુખમાં રહે શરીર

૨. ફેંસલો તમારા ઉપર છે.

વિના કારણે યા કારણ સહિત કોઈ અપમાન કરે તો?

૧. તે વ્યક્તિથી સપ્રમાણ અંતર રાખવું–યા

૨. આંખ મિંચામણા કરવા. બોલીને સંબધન બગાડવો.

મોહમાયા ત્યજવા યા આસકતી વધારવી

૧. સંસરમાં જલ-કમલવત રહેવું “तेन त्यक्तेन भूंजिथा”–યા

२. આસક્તિ, મોહ, માયામાં સંડોવાઈ દુઃખી થવું.

પ્રૌઢાવસ્થામાં જીભપર સંયમ કે ચટકા

૧. સંયમ શાંતિ અને સ્વાસ્થ્ય કાજે આવશ્યક છે -યા

૨. જીભને વશ થઈ તંદુરસ્તીને દાવ પર લગાવો.

બાળકો પર સત્તા જમાવવી કે સ્વતંત્રતા બક્ષવી

૧. ભાગ્યથી માતા-પિતાની પદવી પ્રાપ્ત થાય છે–યા

૨. સ્વતંત્રતા આપો. અણીને ટાંકણે ‘તમે છો જ’

વ્યાયમ અથવા યોગ યા હોતી હૈ ચલતી હૈ

૧. જીવનમાં શાંતિ અને તંદુરસ્તી પામો -યા

૨. જીવન ભારરૂપ ,પરિવારને બોજા રૂપ

મૃત્યુ સમયે શાંતિ યા તરફડિયા

૧. સંયમ અને શિસ્ત ભર્યું જીવન શાંતિ અર્પશે–યા

  ૨. પીડા અને યાતનાનો સામનો

હસવાની મનાઈ છે——-

January 20th, 2010 by pravinash No comments »

હસવાની મનાઈ છે——-

‘૩’ ઈડિયટસ 

  રીટુઃ યાદ છે આપણે કોલેજમાં ભણતા હતા ત્યારે

            હું, તું અને વનિતા ‘૩’ દેવીયાં જોવા ગયા હતા.

 કલ્પુઃ અરે બરાબર યાદ છે. ઍક જણ બોલ્યો હતો

           ‘૩’ દેવીયાં , ‘૩’ દેવીયાં દેખને ચલી.

રીટુઃ આજે ‘૩’ ઈડિયટસ જોવા જઈએ છીએ.

          કોલેજ કાળ પછી તૈયાર રહેજે ——–

         આજે આપણને ‘૩’ પૌત્ર અને પૌત્રી છે——

યોગ સાધના——૧૧

January 19th, 2010 by pravinash No comments »

યોગ સાધના——૧૧

સૂત્રઃ ૪૬     તા એવ સબીજઃ સમાધિઃ

                    ता एव सबीजः समाधिः

                   સંપૂર્ણ સંયમ હોવા છતાં પણ  આસક્તિ અને ઈચ્છાના બીજ

                    મનની ભિતર રહી ગયા  હોય છે. ઈચ્છાના આ અંકુર ઘણા

                    ભયાવહ હોય છે.  મુક્તિ નજદિક છે. સાધક એવી સ્થિતિ પર

                     પહોંચ્યો છે કે તેનું પતન થઈ ન શકે.

સૂત્રઃ  ૪૭     નિર્વિચાર વૈશારદ્યે-અધ્યાત્મપ્રસાદઃ

                     निर्विचार वैशारद्ये-अध्यात्मप्रसादः

                       નિર્વિચાર સમાધિ ને પામ્યા પછી મન

                        શુધ્ધ (પવિત્ર) બની જાય છે.

સૂત્રઃ  ૪૮         ઋતમ્ભરા તત્ર પ્રજ્ઞા

                        ऋतम्भरा तत्र प्रज्ञा

                         સમાધિના આ તબક્કે જ્ઞાન સત્ય સભર

                           હોય છે. ( સત્યથી પરિપૂર્ણ)

 સૂત્રઃ  ૪૯         શ્રુતાનુમાનપ્રજ્ઞાભ્યામન્યવિષયા વિશેષાર્થત્વાત

                          श्रुतानुमानप्रज्ञाभ्यामन्यविषया विशेषार्थत्वात

                            ઋષિ પતાંજલી કહે છે જ્ઞાન બે પ્રકારનું છે. ઈંદ્રિયોના

                             નિગ્રહ અને સાધના મારફત. યા તો આપણા વેદ યા

                             પૌરાણિક શાસ્ત્રો દ્વારા. જ્ઞાન જે સમાધિ દ્વારા પ્રાપ્ત

                             થયુ છે તે ઉચ્ચ કોટીનું છે.

 સૂત્રઃ ૫૦          તજ્જઃ  સંસ્કારો-અન્યસંસ્કારપ્રતિબન્ધી 

                          तज्जः संस्कारो-अन्य्संस्कारप्रतिबन्धी

                          સમાધિ દ્વારા મેળવયેલા સંસ્કાર, પૂર્વેના

                         સઘળાં સંસ્કાર ભૂંસી નાખે છે.

 સૂત્રઃ ૫૧         તસ્યાપિ નિરોધે સર્વનિરોધાન્નિર્બીજઃ સમાધિઃ

                        तस्यापि निरोहे सर्वनिरोधान्निर्बीजः समाधिः

                         જ્યારે સમાધિ દ્વારા પડેલા સંસ્કાર, પૂર્વેના

                         સઘળાં સંસ્કાર ભૂંસી નાખે છે ત્યારે મન વિચાર

                         રહીત અવસ્થા માં પ્રવેશી “નિર્બીજઃ” અવસ્થા ને

                         પ્રાપ્ત કરે છે.  

                        अस्तु

                        समाधिपाद संपूर्णः

                       सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया

                        सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद दुःखभागभवेत

                        ॐ शांतिः शांतिः शांतिः

એક ડગ ધરા પર——૭

January 18th, 2010 by pravinash No comments »

એક ડગ ધરા પર——૭

              શાન અને કિસન હસતા હસતા વર્ગ તરફ જઈ રહ્યા હતા. શાળાના

બીજા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંને તરફ અચરજથી જોઈ રહ્યા. કિસનને

માથે વાળ ન હતા એ તો જગજાહેર વાત હતી. કિંતુ શાન, શામાટે વાળ વગર

શાળામા આવી હશે?  એકાદ બે જણાએ તો હાથથી ઈશારો કરીને પૂછ્યું?

શાન સમજી ગઈ અને હસીને આગળ વધી.  વર્ગ શિક્ષક અચંબામા પડી

ગયા. પ્રાર્થના પછી શાનને પોતાની પાસે બોલાવી, બેસાડી ધીરે રહીને

જાણવાનો પ્રયત્ન કર્યો. શાન નિર્ભયતાથી કહે, કિસનની બધા છોકરા છોકરી

મશ્કરી કરતા હતા તેથી તેને સાથ આપવા મેં વાળ  કઢાવી નાખ્યા.  મારા

પપ્પા અને મમ્મી બંને એ મારી લાગણીને માન આપ્યું.  અરે મારા વાળતો

પાછા આવી જશે. ત્યાં સુધીમા કિસન પણ સામનો કરતા શીખી જશે.  

               વર્ગ શિક્ષકતો શાનને મનોમન વંદી રહ્યા. તેની લાગણીનો અંદાઝ

કરવો તેમને માટે મુશ્કેલ હતો.  ખેર કિસનની મમ્મી, રવિવારની રજાને દિવસે

શાનના માતા, પિતા, ભાઈ અને  ઘરના વડિલોને મળી.  શાનને આમા કોઈ

મોટી ધાડ મારી હોય એવું ન લાગ્યું. બાળ માનસ કેટલું નિખાલસ હોય છે!

સર્વેને તેની પ્રતીતિ થઈ.   ગુરૂ દત્તાત્રયે ૨૪ ગુરૂ કર્યા હતા. બાળક ગુરૂનું

સ્થાન ગ્રહણ કરવાને શક્તિમાન છે. 

            શાનના વાળ તો ધીરે ધીરે આવી રહ્યા હતા. કિસન મનથી મજબૂત

 બની ગયો. કહેવાની આવશ્યકતા નથી કે શાન અને કિસન જીગરી દોસ્ત

બની ગયા.  વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી હતી. શાનને ભણવાનું ખૂબ

પસંદ હતું. રીયા તેની પ્રિય સખી કોઈ વાર કંટાળતી તો કહેતી,”પરીક્ષા પછી

રજાઓ પડે છે. રમીશું અને મઝા કરીશું”.  હમણાતો સારા ગુણ લાવી પાસ

થવું છે. વાળ નથી એ વાત તો તે સાવ વિસરી જ ગઈ હતી.

     સુંદર પરવરિશ અને સંસ્કારનો જીવતો જાગતો નમૂનો એટલે શાન. વહાલા

ભાઈ સોહમને રમાડવો, સૂવાના સમયે હિંચકા નાખવા તેને બહુ ગમતા. દિકરા કે

દિકરી વચ્ચે કોઈ ભેદ દૃષ્ટિગોચર થતો ન હતો.  દિકરીઓને દૂધપીતી કરતા સમજમા

આવા સુંદર પરિવાર પણ જોવા મળે છે. છોકરી હોવાને નાતે સહેવી પડતી અવહેલના

હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે.  હજુ પણ રડ્યા ખડ્યા એવા કિસ્સા જોવા મળતા

હોય છે, જ્યાં વિદ્યા અને સંસ્કારનો અભાવ વરતાતો હશે.

       હવા ને પકડી શકાય? ખળખળ વહેતા નદીના પાણીના પ્રવાહને અટકાવી શકાય?

સૂર્યનો પ્રકાશ ડબ્બામાં ભરી શકાય? જો આ બધા પ્રશ્નોનો જવાબ હા, હોય તો સમયના

વેગની સાથેવધતી જતી શાનની ઉંમર અને સૌંદર્યને પિછાણી શકાય. ઉનાળાની રજા

પડી ગઈ દર વર્ષની જેમ શાન સાર ગુણાંક મેળવી આગલા ધોરણમા આવી.

            અરે શાન હવે ‘હાઈસ્કૂલમા” આવી ગઈ સોનમ અને  સાહિલ વાતો કરી રહ્યા હતા.

બાજુના કમરામા   શાન અને સોહમ રમવામા મશગુલ હતા.  દિકરી મોટી થાય તેમ

માબાપ પણ ચેતતા જાય. દિકરા અને દિકરીમા ત્યાં જ ફરક જણાય. દિકરીઓના ભય

સ્થાન માબાપની નિંદ હરામ કરતા હોય છે. સુસંસ્કારી માબાપની દિકરી તેનો ખ્યાલ

હંમેશ રાખતી હોય છે. શાનના અંગ અંગમાંથી યૌવન ડોકિયા કરી રહ્યું  હતું. લીંબુ ને

મરચા દરવાજે લટકાવવા યા તો શાનને કાળું ટીલુ કરી મોકલવાને બદલે સોનમ

તેની સાથે, શાનની ઉમરને લક્ષ્યમા રાખી વાત કરી તેને સમજાવતી. સમજુકો

ઈશારા કાફીની ઉક્તિ પ્રમાણે શાન થોડામા ઘણું સમજતી. ‘મા, તું બેફિકર રહેજે’

કહી માને વિશ્વાસમા લેતી.————————–

કરી જુઓ

January 13th, 2010 by pravinash No comments »

બોલ્યા————-મૌન દ્વારા

ઈશારા————–નયન દ્વારા

આપ્યું—————–હસ્ત દ્વારા

પામ્યા——————સંતોષ દ્વારા

સમજ્યા—————–અનુભવ દ્વારા

કમાયા——————–ઉદ્યમ દ્વારા

શિખ્યા————————ગુરૂ દ્વારા

સમજાવ્યું———————-વર્તન દ્વારા

ખોયું—————————બેદરકારી દ્વરા

શીખવાડ્યું——————–સમર્થન દ્વારા

ગુમાવ્યું———————-ગુમાન દ્વારા

મેળવ્યું———————પ્રયત્ન દ્વારા

ગ્રહણ કર્યું——————-વાંચન દ્વારા

એક ડગ ધરા પર—-૬

January 11th, 2010 by pravinash No comments »

એક ડગ ધરા પર—-૬

          વર્ષો પાણીના રેલાની માફક સરી રહ્યા હતા. રમત ગમતમાં મોટી થતી

  શાન ને ભગવાને ફુરસદે ઘડી હતી. એમાંય પાછા સુંદર સંસ્કાર, જાણે સોનામાં

સુગંધ ભળી. સ્વભાવે શાંત શાન, જોતાની સાથે વહાલ ઉપજે તેવી શાન. ખરેખર

ખોટા વખાણ કરવાની આદત નથી. શાન મમ્મી, પાપા તથા સર્વે કુટુંબી જનોની

આંખનો તારો બની ગઈ. સોહમ તેનો વહાલો ભાઈલો મઝાનો હતો. બંને વચ્ચે પાંચ

વર્ષનો તફાવત હતો. મામ્મીને ખૂબ રાહત રહેતી. શાન મ્મ્મી બતાવે તે બધું કામ

કરતી.

      દાદી વિચાર કરતી આટલી અમથી છોકરી કેટલી મમ્મીને મદદ કરે છે. ભાઈ

સાથે કેવી સરસ રીતે રમે છે. પહેલે ખોળે દિકરી ને તેમાંય પાછી વહાલના દરિયા

સમાન. બંને બાળકો લાડકોડમા ઉછરી રહ્યા હતા. ક્યાંય દિકરા કે દિકરી વચ્ચે ભેદ

જણાતો ન હતો. હવે તો શાન પાંચમા ધોરણમા આવી ગઈ. બાળમંદિર છોડીને મોટી

શાળામા. શાળાનો ગણવેશ પહેરીને નિકળ્તી ત્યારે મમ્મી ઓવારણા અચૂક લેતી.

             વર્ગની બહેનપણીઓની સાથે રમત ગમતમાં જોડાતી. ભણવામા ખૂબ તેજ

હંમેશા નવું જાણવાની ઈંતજારી. શાન ઘણાંની ઇર્ષ્યાનો ભોગ પણ બનતી. કિંતુ તેનો

સ્વભાવ જ એવો હતો કે સહુ તેને સામે ચાલીને બોલાવતા. જે બહેનપણીને તકલિફ

હોય તો શાન દોડીને મદદ કરતી. તેને જુઠ્ઠુ બોલવા સમક્ષ ખુબ નફરત હતી. નિર્દોષ

બાળકો કેમ અને કેવી રીતે ખોટી ટેવોના શિકાર બનતા હશે? ૨૧મી સદીમા જો કોઈ

શત્રુ હોય તો તે ટેલીવિઝન છે. શાનની મમ્મી તેનો ખૂબ ધ્યાન રાખતી. સોનમ, શાનને

અમૂક શો જ જોવા દેતી. તેને લીધે  સોનમ તથા સાહિલ વિચારીને ટી વી જોતાં. સાહિલ

પપ્પા, શાન અને સોહમને સમય મળ્યે વહાલની ગંગામા સ્નાન કરવતા.

      પાંચમા ધોરણની વાર્ષિક પરીક્ષામા શાનને ગણિતમા ઓછા માર્ક્સ મળ્યા. તેની બાજુમા

બેઠેલો કુમાર ઉંચો થઈ થઈને તેના પેપર પર નજર નાખતો અને જાણી જોઈને પેંન્સિલ પાડી

વારે વારે વાંકો વળતો. શાન પોતાનું ધ્યાન કેંન્દ્રિત કરી શકતી નહી. જેથી બે દાખલા કરી ન

શકી અને ત્રણેક ખોટા પડ્યા. પાસ થવા માટે જોઈતા માંડ માંડ મેળવી શકી. રડી રડી ને

અધમૂઈ થઈ ગઈ . ખેર નપાસ ન થઈ તેની સાંત્વનાને પામી. પપ્પા પણ ગુસ્સે થયા.

મમ્મીએ બાજુમા બેસાડી વિગત જાણી તેથી જરા દુખ ઓછું થયું. પણ શાને મનમાં

ગાંઠ વાળી હવે પછી મારે ચેતીને ચાલવું પડશે.

     શાનના વર્ગમાં એક છોકરો હતો. કેન્સરમા કીમો લેવાથી વાળ બધા જતા રહ્યા હતા.

એક દિવસ ખૂબ રડી રહ્યો હતો. શાનથી જોઈ ન શકાયું. તેની પાસે જઈ પ્રેમથી પૂછ્યું

ને વાત જાણી.  કિસનને દોસ્તો પજવતા હતા. બાળકો નિર્દોષ હોય છે. કિંતુ ઘણીવાર

ક્રૂર મશ્કરી કરી હેરાન પણ કરતાં હોય છે. શાને મનમાં ગાંઠ વાળી. ઘરે જઈને પપ્પાને

કહે. “પાપા તમને ખબર છે, મને ખીચડી નથી ભાવતી. જો હું તે ખાંઉ તો મને મારી

મનગમતી વસ્તુ કરવા દેશો?” પાપાને એમ કે કદાચ આઈસક્રીમ ખાવા લઈ જાવ યા

સિનેમાની માગણી કરશે તેથી હા પાડી. શાને બીજીવાર પૂછી ખાત્રી કરી વચન માંગ્યું.

છઠ્ઠા ધોરણમા ભણતી છોકરી વધારેમા વધારે શું માગશે?

     શાને કહ્યું પપ્પા મારે બધા વાળ કપાવવા છે. પપ્પાની હાલતતો કાપોતો લોહી ન

નિકળે તેવી થઈ ગઈ. પણ વચનથી બંધાયેલા હતા. શાનની વાત મંઝુર કરી. સોમવારે

શાળામા મૂકવા ગયા ત્યારે તેમની બાજુમા કિસનની મા આવી અને કહે ‘તમારી દિકરી

ભગવાનનું રૂપ લઈને આવી છે.’   જુઓ મારા કિસનની સાથે કેટલા પ્રેમથી વર્તે છે, પાપા

જોઈને દંગ થઈ ગયા. કિસનના માથા પર પણ વાળ ન હતા. તેમને સમજતા વાર ન લાગી

શામાટે શાને વાળ કપાવ્યા————————

મૃત્યુનો વિજય

January 9th, 2010 by pravinash No comments »

 ગેરહાજરીમા હાજરી

સમગ્રતામા સમાતી

એકલતામા સાથી

સ્વપ્નમા સિંચીત

જાગ્રતતામા કલ્પિત

વર્તનમા સાક્ષી

બરફમા પાણી

ફુલોમાં મહેકતી

ડંખમા શક્તિ

અક્ષરમાં ભક્તિ

વાણીમા ઉક્તિ

ગતિમાં ગર્ભિત

યોગમા રાચતી

અંતરમા અનૂભુતિ

ત્યાગમા સમર્પિત

નજર્યુંમા વસતી

રત્નકણિકા

January 7th, 2010 by pravinash No comments »
  •       માનવીનું મન  અને ઇશ્વરીય તેજથી સર્જાયેલું તન
  •       યોગનું  જ્ઞાન  અને  ઇશ્વરને જાણવાનું વિજ્ઞાન
  •        નિર્મળ દૃષ્ટિ અને ઐશ્વર્ય સભર સૃષ્ટિ
  •        મનઘડિત આકાર અને સર્જનહાર નિરાકાર
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.