અભિનંદન

July 27th, 2010 by pravinash No comments »

Image-001.jpg     Image-002.jpg                

     ભારતના નાગરિક દુનિયાના ખૂણેખૂણે પહોંચી ગયા છે. કહેવાય

છે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.” બીજી ઉક્તિ છે “જ્યાં ન પહોંચે ક્વિ

ત્યાં પહોંચે અનુભવિ,”

              આજે અભિનંદન આપવાના છે ભારતના સ્ત્રી રત્ન “કમલા પેરસદ”ને

જેઓ બિહાર પ્રાંતના છે. વર્ષો પહેલા ‘ત્રિનિદાદ’ ગયા હતા. આજે ત્યાંની ઉંચી

પદવી ‘ પ્રાઈમ મિનિસ્ટર’ની વર્યા છે.

        પેટ્રીક મેનિંગ જેમણે ૪૨ વર્ષ સુધી એક ચક્રી રાજ્ય કર્યું હતું તેમને હરાવી

ઉંચી બહુમતિ મેળવી ત્રિનિદાદમા પ્રાઈમ મિનિસ્ટરની પદવી ૨૪મી મે,૨૦૧૦મા

ગ્રહણ કરી. શપથ વિધિ વખતે હાથમા હતી આપણી “ભગવદ ગીતા”.       

           ચાલો ત્યારે અભિનંદન આપીએ અને શુભ કામના પાઠવીએ.

વિચારવા જેવું

July 26th, 2010 by pravinash No comments »

   ” મા-બાપ”થી મોટા ભગવાનને હું ઓળખતો નથી “.

    આ વાક્ય લખનારને શત શત પ્રણામ. પણ જેમ આયનો

જુઠ્ઠું ન બોલે તેમ યાદ રાખજો દિલ કદી જુઠ બોલતું નથી.

                   નાનપણમા, યુવાનીમા કે પ્રૌઢાવસ્થામા કરેલી

ભૂલો રહી રહી ને સતાવે છે. તેનો એકરાર કોઇની સામે ન

કરી શકાય તો વાંધો નહી. પણ ઈશ્વરને સાક્ષી રાખી કરવામા

જરાય નાનમ ન અનુભવવી જોઈએ.

                 મા-બાપ બાળકોની અનગણિત ભૂલો ક્ષમ્ય ગણી તેમને

પ્યાર કરે છે. જ્યારે બાળકો ઘણીવાર કયા જન્મનું લેણું વસૂલ કરવા

આવ્યા હોય તેવા દાખલા નજર સમક્ષ દેખાય છે.

                     બાળ તે પછી દિકરી હોય કે દિકરો તેમા ઘણીવાર કોઈ

ફરક દેખાતો નથી. દિકરી મા બાપ ને પ્યાર કરે અને દિકરા નહી તે

અત્યંત ભૂલ ભરેલી માન્યતા છે.

                 વિવેક પૂર્વક વિચારીએ તો જણાશે માતાને બંને વખત સરખી

વેદના સહન કરવાની હોય છે. 

                 મા-બાપની અવહેલના કોઈપણ ભોગે ભગવાન સહન નહી કરી 

શકે. તેથી જ તો આપણા શાસ્ત્રમા मातृदेवो भवः

                                                           पितदेवो भवः    

 કહેવામા આવ્યું છે.

           ઘણે ઠેકાણે મા-બાપને જે ત્રાસ બાળકો અપી રહ્યા છે તે જોતા

કમકમાટી આવી જાય છે. તે બાળકો ભૂલે છે જે આજ તેમની છે તે

તેમના માબાપ પણ ભોગવી ચૂક્યા છે. જુવાનીના તોરમા આવનાર

આંધી નિરખી શકતા નથી.

              ‘વારા પછી વારો ને તારા  પછી મારો’ એ સત્ય હકિકત છે.

“વિવેક ધારા’ના ૧૦૦મા અંકમા આનો ઉલ્લેખ વાંચી હ્રદયના ભાવ

ઠલવાયા.

નાની નાની ક્ષુલ્લક વસ્તુઓ

July 24th, 2010 by pravinash No comments »

જીવનમા હંમેશા પૈસા, ઘર અને ગાડી જ જાણે મહત્તવના હોય

તેવું જીવન બનાવ્યું છે.

 બેન્ડએઈડઃ      કોઈને પણ નાનોશો ઘા પડ્યો હોય તો રૂઝાવી દે છે.

                         તેમ વાણીના ઘા પ્રેમ રૂપી મલમથી રૂઝાવવા.

ટુથપીકઃ         જેમ દાંતનો ઝીણો કચરો કાઢે છે. તેમ સંપર્કમા

                     આવતી દરેક વ્યક્તિની ઝીણી સારી વાત જોવી.

રબર બેન્ડઃ  બધા કાગળને એકઠા રાખે છે. જીવનમા સંબંધો

                    બાંધી રાખવા. (માત્ર સ્વાર્થ ખાતર નહી)

પેન્સિલઃ     વણમાગ્યે યા મહેનતથી મેળવેલી વસ્તુઓની

                   યાદી બનાવો.

જીરાગોળીઃ જીવનમા બનતા ખાટામીઠા પ્રંસોગો માણો અને

                    તેની મધુરતાનો અનુભવ કરો.

 મુખવાસઃ   જમ્યા પછી મુખને સુગંધિત બનાવે. તેવી રીતે

                   બીજાને ઉપયોગી થઈ તેનું જીવન સુશોભિત

                 બનાવવું.

 ચાઃ          માથુ દુખતુ હોયકે વિચારોમાં ગુંથાયેલા હોય

               ત્યારે તેની ચુસકી કેવી તાજગી અર્પે છે.

સિગરેટઃ   ધીમી બળે ને લિજ્જત આપે. અંદરથી તમને

               ખોખલા બનાવે. (દૂર રહો)

ફરિયાદ પણ કરે તો કોને?

July 23rd, 2010 by pravinash No comments »

                         આજે રીના વિચારે ચડી હતી. શું આ જીંદગીની તેને કલ્પના

પણ હતી ખરી? રીના અને રીતેશ પરણ્યે ૩૦ વર્ષ થયા હતા. બે દિકરીઓ

ભણેલી ગણેલી પણ ક્યાંક કચાશ રહી ગઈ હોય તેમ રીનાને લાગતું.

             મોટી દિકરી સી.એ.નું ભણી અને સી. પી.એ. થયેલ રોહનને પરણી

અમેરિકા ગઈ. રોહનના માતા પિતા મુંબઈમા સ્થાયી થયેલા હતા. તેના

પિતા ડોક્ટર અને મમ્મી શાળામા શિક્ષિકા તેથી તેને સાસરાના ઘરની

કોઈ ખટપટ હતી નહી.

                બીજી દિકરી પરણીને ઓસ્ટ્રેલિયા ગઈ હતી. ત્યાં કમપ્યુટરનો ધંધો

તે તથા તના પતિદેવ કરતા. રીનાને થયું હાશ હવે પરવારી. બંને દિકરીઓ

પરણીને સુખી છે. તેને હવે રીતેશ સાથે શાંતિની જીંદગી જીવવી હતી.

                   માણસ ધારે કાંઇ અને બને કશું ભળતું. બંને દિકરીઓ પરણી

અને વારાફરતી બંને મા બની. એક્વાર અમેરિકા અને બીજીવાર ઓસ્ટ્રેલિયા

ગઈ.  વળી પાછું દિકરીઓ લાડમા ઉછેરેલી કમાયા વગર તો ચાલે નહી.

            વારે વારે મા ને તેડાવે.   રીતેશ કાંઇ જ બોલતો નહી. દિકરીઓ

તેને પણ ખૂબ વહાલી હતી. પણ રીના વગર એકલા રહેવું ગમતું નહી.

                      આમને આમ જીવનના દસ વર્ષ વિતી ગયા. રીતેશની

તબિયત પણ જરા નરમ રહેવા લાગી. હવે રીનાને થયું બસ આ

 છેલ્લી વાર હવે હું રીતેશને મૂકી ક્યાંય જવાની નથી.

                         વળી પાછી અમેરિકા વાળીને ડિલિવરી આવવાની

હતી. માનું દિલ જાલ્યું ન રહ્યું. આવવાની હા પાડી. પણ પછી વિચારે

છડી ગઈ. મારે પણ બે બાળકો છે. મને કોણે મદદ કરી હતી. પિયરમા

સાવકીમા એક દિવસ પણ તેડાવતી નહી. ભલું થજો રીતેશની મમ્મીનું

મારી નાવ પાર ઉતારી.

       આ મારી બને દિકરીઓ લાડમા બગાડી. પોતાનો સંસાર ચલાવી

 શકતી નથી. કહેવાય છે ગોર પણાવી આપે સંસાર તો સહુએ પોતાનો

જાતે ચલાવવાનો હોય.

                રીતેશની ના મરજી છતાં પણ રીના ગઈ. દિકરીને પહેલા ખોળાની

દિકરી હતી. બીજો દિકરો આવ્યો જાણી હરખાઈ. કુદરતની કમાલ તો જુઓ.

 હરખના સમાચાર સાંભળી ઘેલો રીતેશ રાતના કોણ જાણે કયા કારણે હાર્ટ-

એટેક આવવાથી ઉંઘમા જ સૂઈ ગયો.

             રીના ફરિયાદ પણ કરે તો કોને?——

દિલ તો પાગલ છે

July 21st, 2010 by pravinash No comments »

   તમારા નામની માળા જપે છે

    તમારી આહટની ઝંખના છે

  જાણો છો આ દિલ તો પાગલ છે

   તમે સપના લઈને આવ્યાતા

   તમને  સાજન પ્રેમે નવાજ્યા તા

  જાણો છો આ દિલ તો પાગલ છે

    તમારી અનેરી છટા હતી ન્યારી

    તમારી અદા પર આ દિલ હારી

     જાણો છો આ દિલ તો પાગલ છે.

    જુવાનીનો પહેલો પ્યાર હતો સનમ

      આંખોએ કર્યો   હતો એકરાર સનમ

      જાણૉ છો આ દિલ તો પાગલ છે

        જીવ્યા મર્યાના જુહાર સ્વિકારજો

       જ્યાં હો ત્યાં તમારું મંગલ હજો

     જાણો છો આ દિલ તો પાગલ છે 

દિલ્હીથી દૌલતાબાદ

July 21st, 2010 by pravinash No comments »

        નિરવ અને ઝરણા  એકબીજાના પ્રેમમા પાગલ. જાણે ભગવાને એકબીજા

માટે જ ઘડ્યા નહોય. કહેવાય છે કે ભવભવના સાથી. હા, ઘણા સુખી દંપતી

હતા. વળી પાછા બંને એમજ માને કે આ અમારો પહેલો ભવ છે. બીજા છ

 બાકી.

     નિરવ કહે તે ઝરણાને માન્ય અને ઝરણા કહે તે નિરવને. તેનો અર્થ

એમ નહી કે ૨૧મી સદીમા ઝરણા રામની સીતા હતી. તે પોતાનું મંતવ્ય

ખુલ્લા દિલથી વ્યક્ત કરતી. નિરવ જો તેની વાત સાચી હોય તો સ્વિકારી

અમલમા મૂકવામા જરા પણ નાનમ ન અનુભવતો.

        સુખી દાંપત્યના ફળ સ્વરુપે બે દિકરા અને એક દિકરી પણ હતા. ૩૦

વર્ષના લગ્ન જીવનમા આજે કેમ ઝરણા હઠ લઈને બેઠી હતી. નિરવે ખૂબ

કોશિશ કરી પણ ઝરણા એકની બે ન થઈ. અંતે નિરવ બોલ્યા ચાલ્યા વગર

સૂવા જતો રહ્યો.

                 આરામ ખુરશીમા બેઠેલી ઝરણા વિચારી રહી. કેવી રીતે નિરવને

સમજાવું. ભૂતકાળમા સરી ગઈ. લગ્નના સાત વર્ષના ટુંકા ગાળામા તે ત્રણ

બાળકોની માતા બની. નિરવ એ જમાનામા અમેરિકા ભણીને આવેલો હતો

તેથી સારા પગારની સુંદર નોકરી હતી. ઘરમા નોકર ચાકર અને આયાની

સહાયથી બાળકોની પરવરિશ સરસ રીતે કરી.

              એક વાર હોટલ ‘સન એન્ડ સન’માં ડિનર લેવા ગયા હતા. બાજુના

ટેબલ ઉપર બેઠેલી ચાર વ્યક્તિઓ વાત કરી રહી હતી. કાનમા શબ્દો પડ્યા

જે કંપનીમા નિરવ કામ કરતો હતો તે વેચાવાની હતી. ડિનર ખાધું પણ મઝા

ન આવી.

        આખી રાત નિરવે પડખા ઘસ્યા. ઝરણાને અંદાઝ તો આવ્યો પણ તેની

ઉંડી અસર વિષે અજાણ હતી.   આમને આમ અઠવાડીયુ નિકળી ગયું. ઘરે

આવી એક દિવસ નિરવ કહે ‘ઝરણા જો તને વાંધો ન હોય તો આપણે બાળકો

સાથે અમેરિકા જઈએ’. સાંભળીને ઝરણા ચોંકી ગઈ.

                  નિરાંતે બેસીને ખુલાસાવાર નિરવે સમજાવ્યું. જો મારી કંપની વેચાઈ

જાય તો સાહબીવાળી આ નોકરી સહુથી પહેલી વિદાય થાય. મારી પાસે ગ્રીનકાર્ડ

છે. મારા મામાનો દિકરો જે ડોક્ટર છે તે મને ‘સ્પોનસર’  કરશે .આપણે ત્યાં સ્થાયી

થઈશું . બાળકોને ઉચ્ચ કેળવણી આપી જીવનમા કાંઈક બનવાની તક પૂરી પાડી

શકીશું. હું અને તું બાળકો સાથે દુનિયા જોઈશું.

       બંનેને સરખી ચિંતા હતી. તેમની માતાની. પિતા બંનેના હયાત ન હતા. તેમને

સમજાવી અમેરિકા આવી પહોંચ્યા. શરુઆતમા અગવડ પડી. પ્રેમની તાકાતને જોરે

ઈડરિયો ગઢ જીત્યા. ઝરણાએ આવીને કમપ્યુટરનો અભ્યાસ કર્યો. બાળકોને સુંદર

કેળવણી આપી. તેમના સંસાર પણ મંડાયા.

             આજે હવે જ્યારે શાંતિથી જીવવાના દિવસો આવ્યા ત્યારે નિરવને અચાનક

ભારત પાછા જવાનું સુજ્યું. ઝરણા કહે, નિરવ હવે આપણા બંનેની માતા પણ નથી.

જો એમની હયાતીમા ગયા હોત તો લેખે લાગત. આપણા બાળકો અંહી છે. કાલે ઉઠીને

તેમના બાળકો થશે. અંહી રહીશું તો તેમને કામ લાગીશું.

        પ્રભુની દયાથી તેઓ સુખી છે. અપણી પાસે પણ શાંતિય્હી રહી શકાય તેટલા પૈસા

છે. શામાટે પાછા જવું છે?

        ઝરણા પોતાના વિચારો સ્પષ્ટ પણે દર્શાવી શક્તિ ન હતી. કોઈ પણ ભોગે નિરવને

નારાજ કરવા પણ તે રાજી ન હતી. વિચારમા ક્યારે આંખ મળી ગઈ તેનો ખ્યાલ ન રહ્યો.

સવારે ચા અને બ્રેકફાસ્ટ ખાતા કહે ‘નિરવ યાદ છે  જ્યારે અમેરિકા આવ્યા ત્યારે જરા

પણ હિચકીચાટ વિના બાળકો સાથે હું    તારી આંગળી પકડીને ચાલી આવી હતી. ‘

હવે જ્યારે આપણે સાથે શાંતિથી રહેવાનો સમય આવ્યો છે ત્યારે શામાટે  ફરી

‘દિલ્હીથી દૌલતાબાદ’ કરવું છે.

                    નિરવ સાનમા સમજી ગયો અને વહાલથી ઝરણાને વળગી કહે

વાહ મારી રાણી તને ઇતિહાસ બરાબર યાદ છે———————-

ખરખરો કરવા આવજો

July 19th, 2010 by pravinash No comments »

 

                                                                   બુધ્ધિની જોડિયા બહેનનું   ઉઠમણુ   
                                                                 આજે સામાન્ય બુધ્ધિનું ઉઠમણું છે.
  જો કે તે દરેકમા હોય છે પણ જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે ભલભલા
ગોથું ખાય છે.
  એ દરેકમા જન્મતાની સાથે હોય છે પણ ક્યારે વિદાય થાય છે તેનો ખ્યાલ
રહેતો નથી. તેનો ઉલ્લેખ કોઈ ચોપડામા પણ નથી.
  જયારે જરૂર હોય ત્યારે તે વહારે ધાય છે.
 જીંદગીમા ધાર્યું મળવું એ જરૂરી નથી.
  છતાં પણ જીંદગી જીવવા જેવી બનાવે છે.
 જીંદગીના વળાંક યા ટેઢામેઢા રસ્તા પર સહાય કરે છે.
 આવક જાવકનો હંમેશા હિસાબ રાખી સરવૈયુ કાઢે છે.
 નાની મોટી માંદગીમા સમતા ધારણ કરવામા સહાય રૂપ થાય છે. 
 બાળકોની જવાબદારીમાંથી છટ્કી શિક્ષકને જવાબદાર ગણવાની
ભૂલ સુધારે છે.
 શિક્ષણને બદલે ખોટે રસ્તે જતા બાળકોને સીધા દોર કરે છે.
 વકિલો અને ડોક્ટરોની ચુંગલમાથી છોડાવવા દોર ઢીલો મૂકે છે.  
 સત્ય, વિશ્વાસ અને શ્રધ્ધા તેના અંગ અંગમા પ્રસરેલા છે.
 અહં અને અંધશ્રધ્ધાથી જોજન વેગળી છે.
 ધર્મ ગુરૂ અને મંદિર જ્યારે દુકાન બને છે ત્યારે તેને
અસહ્ય વેદનાનો અનુભવ થાય છે! 
 
 

મસ્ત મન

July 18th, 2010 by pravinash No comments »

મન મસ્ત હોય ત્યારે શું બોલે

 

 તે ઉંડા ભેદ પેલા મનના ખોલે

 

હીરા જેવી વાણી ને પામ્યો

 

વારંવાર વાંકુ શાકાજે બોલે

 

મન મસ્ત હોય ત્યારે શું બોલે

 

સમય ન જોયો સ્થળ ના જોયું

 

મીઠી વાણી કાં નવ બોલે

 

સહુને રીઝવે પ્રેમને પામે

 

મનને ત્રાજવે શું તોલે

 

 મન મસ્ત હોય ત્યારે શું બોલે

 

આત્મા અંતર માંહી બિરાજે

 

બહાર ભટકી શું ખોળે

 

મન મસ્ત હોય ત્યારે શું બોલે

 

સંયમનું આભૂષણ ધારી

 

સારા જગમા જો વિચરે

 

સહુને પ્યારો ને બને દુલારો

 

મન મસ્ત બની મીઠું બોલે 

સંગીત સુણો

July 16th, 2010 by pravinash No comments »

 

                   જીદગી દરરોજ સારા યા નરસા બનાવોથી ભરપૂર છે.

જેમ સારાને માણો તેમ નરસાને નિહાળો. સરી જશે નિશાન પણ

નહી છોડે. જીવનનું લય બધ્ધ સંગીત સુણો.

          બાળકોની મધુર મુસ્કાન, વાદળોની દોડપકડ અને પક્ષીઓનો

કલરવ. જીવનમા આનંદનો ધોધ વહેશે. એક જીવન જીવવાનું છે.

હસી ખુશીથી જીવો. નાની નાની અણગમતી વાતોને ધુંઆની જેમ

ઉડાઓ. 

          સુંદર આભને નિરખો. રોજ નવી ઉમંગ અને આશા લઈને આવે છે.

સમાનતા

July 15th, 2010 by pravinash No comments »

      સવારનો ઠંડો પહોર હતો. મંદ મંદ શિતલ વાયુ સારા બદનમા સ્ફુર્તિ

અર્પિ રહ્યો હતા. સૂરજના કોમલ કિરણો ધરતીને ચૂમી તેની સંગે ગેલ કરતા

હતા. આવા સમયે પથારીમા રહી પડખાં ઘસવાનું જાનકીને કદી ન ગમતું.

                     જેવી આંખ ખૂલે એટલે પ્રાતઃકર્મ પતાવી બગીચામા ચાલવા જતી.

જો ધોધમાર વરસાદ હોય કે કાતિલ ઠંડી તો તે ન જતી. ખુલ્લી હવાની લિજ્જત

માણવી તેને ખૂબ ગમતી. આ તો તેનો રોજનો અતૂટ કાર્યક્રમ તેમા મિનીમેખ ન

થાય.

               આજે પણ જેવી તે બાગમા પ્રવેશી તેવી જ તેના પગ આગળ કાંઇ અથડાયું.

નજર નીચી ઢાળીને જોયું તો સૂકાયેલી ઝાડની ડાળખી. જાનકી ક્ષણવાર માટે ચોંકી ગઈ.

તેણે પ્રેમથી તે ડાળીને ઉંચકી અને નિરખી રહી.

            ચાલવાને બદલે એક બાંકડા પર તેણે સ્થાન ગ્રહણ કર્યું. જાનકી જાણે સ્વપનામાં

સરી પડી. તેની નજર સમક્ષ લીલા પાનથી શોભતી ,વાયરાને તાલે ઝુમતી ડાળી જણાઈ.

કેવી મદમસ્ત ઝુલી રહી હતી. વાયુ સંગે લહેરાતા કુદરતની કરામતનું પાન કરાવી સહુનું

મન મોહી રહી હતી.

     અને આજે તેના હાલ પર રડાઈ જવાય. ઠુંઠા જેવી છતાંય જો ઠંડી હોય તો ગરમાવો

આપવા શક્તિમાન.

               જ્યારે પોતે ૬૦ વટાવી ચૂકી હતી. ઠુંઠા જેવી તો નહી પણ નિસ્તેજ જરૂર લાગતી.

આજે તેનો પતિ હયાત ન હતો તેથી તે એકલવાયી જીવન વિતાવી રહી હતી. દિકરી પરણીને

લંડન રહેતી હતી. દિકરો ભણીગણી, પરણીને પત્ની સાથે ચમન કરતો. બે બળકો તેના નાના હતા.

દિકરીના તો વર્ષ પહેલા લગ્ન લીધા હતા તેથી હજુ સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું.

                    જાનકી વિચારી રહી હતી અરે આ ડાળખી તો વૃક્ષથી છૂટી પડી , બેજાન થઈ છતાં

પોતાની કાયા જલાવી ઠંડીથી રક્ષણ આપી શકવા સક્ષમ છે.

         જાનકી ભૂતકાળમા સરી પડી. ભર જુવાનીમા તે પણ કેવી ઝુમતી ગાતી હતી. તેનો પતિ

જાદવ તેને પૂછ્યા વગર પાણી પણ ન પીતો. શામાટે તે તેને ન ચાહે, જાદવના કુટુંબીજનોને

ખૂબ પ્યાર આપી વળતો પ્રેમ પામી હતી. હર્યોભર્યો તેનો સંસાર અજાણ્યાને પણ ઈર્ષ્યા આવે

તેવો હતો. સુંદર બે બાળકો અને જાદવની મા.

                 પોતાના માબાપ ગામમા જ હતા. મા ની શિખામણ તણે માની અને જાદવને પ્રેમે

વશ કર્યો. સંસ્કારી મા દિકરીના ઘરમા જરા પણ ચંચુપાત કરતી નહી. દૂરથી દિકરીનો સંસાર

જોઈ રાજી થતી. 

               “હું હરિયાળા સંસારથી દૂર થઈ. આંખે મોતિયો ને ચાલમા ઠુમકા શરુ થયા. જ્યારે સંપૂર્ણ

 અલગ થઈશ ત્યારે તો મારી મુઠ્ઠીભર રાખ બનશે.” મારા કરતા આ ઝાડની ડાળી નસિબદાર નહી

વિયોગે સૂકાઈ છતાંય કામમા આવશે.

                       બેજાન હોવા છતાય ઉપયોગી.મારામા જાન હોવા છતા ભારરૂપ. જો કે એ તો મનની

માન્યતા બાકી ,જાનકી જીવન દીપી ઉઠે તેમ જીવતી હતી.

            સમાનતા હોવા છતાં તે મહાન છે, જાનકીના અંતરમા ડાળી પ્રત્યે ઉમળકો આવ્યો અને તે

દિવસે ચાલવાનું મુલતવી રાખી ડાળીને જતનથી પકડી ઘર તરફ પ્રયાણ કર્યું.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.