Archive for the ‘વિણેલા મોતી’ category

જીવનનું સત્ય

August 22nd, 2010

 

       યુવાન બાળકોને સલાહ આપવી એટલે જેલીને ખીલી પર ભીંતે ટાંગવી

      મોઢા પરની કરચલી આવકારો

     કુટુંબ પેંડા જેવું છે કદાચ એકાદ કડવી બદામ પણ હોઈ શકે.

      હાસ્ય જરૂરી, ખુશનુમા તરંગોની  હ્રદયમા દોડા દોડ

     યૌવનનું ધન છે પૌષ્ટિક આહાર નહી કે નિત નવા રમકડા 

     આજની જડ છે ગઈકાલની સ્વસ્થ, સત્યથી સભર જીંદગાની 

   મરવું નથી પણ તેના વગર છૂટકો પણ નથી

 

અભિનંદન

July 27th, 2010

Image-001.jpg     Image-002.jpg                

     ભારતના નાગરિક દુનિયાના ખૂણેખૂણે પહોંચી ગયા છે. કહેવાય

છે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.” બીજી ઉક્તિ છે “જ્યાં ન પહોંચે ક્વિ

ત્યાં પહોંચે અનુભવિ,”

              આજે અભિનંદન આપવાના છે ભારતના સ્ત્રી રત્ન “કમલા પેરસદ”ને

જેઓ બિહાર પ્રાંતના છે. વર્ષો પહેલા ‘ત્રિનિદાદ’ ગયા હતા. આજે ત્યાંની ઉંચી

પદવી ‘ પ્રાઈમ મિનિસ્ટર’ની વર્યા છે.

        પેટ્રીક મેનિંગ જેમણે ૪૨ વર્ષ સુધી એક ચક્રી રાજ્ય કર્યું હતું તેમને હરાવી

ઉંચી બહુમતિ મેળવી ત્રિનિદાદમા પ્રાઈમ મિનિસ્ટરની પદવી ૨૪મી મે,૨૦૧૦મા

ગ્રહણ કરી. શપથ વિધિ વખતે હાથમા હતી આપણી “ભગવદ ગીતા”.       

           ચાલો ત્યારે અભિનંદન આપીએ અને શુભ કામના પાઠવીએ.

વિણેલા મોતી–

June 23rd, 2010

                  વિણેલા મોતી– આજનો સુવિ્ચાર

          ઓથ એની લેવી જે વખત આવે દગો ન દે

          પછી ભલેને તે પથ્થર પણ કેમ ન હોય.

સાગરના તરંગ

May 14th, 2010

મહોબ્બત શું દિલની ધડકનનું નામ છે

ધડકે ન ધડકે એ તો સદા મનઘડન છે.

કોણ મારું છે ? કોણ તમારું છે?

છોડો, સઘળું અંહી નું અંહી છે 

જીવ્યા સુધી ભોગવ્યું , વાપર્યું આપણું છે

અરે, મર્યા પછી ક્યાં કોઈનું ઠેકાણું છે

કાલ કરતાં આજ ગમગીન છે

સવાર કરતાં સાંજ રંગીન છે

વિણેલા મોતી

May 5th, 2010

ભાષા સુંદર હોઈ શકે લખતી વખતે. 

ભાષા મીઠી નથી હોતી વાણી મીઠી હોય છે.

ભાષા ગામઠી હોય કે શહેરી શું ફરક પડે છે?

વાત કઈ રીતે અને સંદર્ભમા થાય તે અગત્યનું છે.

સત્ય પણ કહેવાનો એક તરીકો છે.

કાણાને કાણૉ કહેવું તેના કરતા શાથી ખોયા નેણ કેવું?

સત્ય કડવું કહેવું તેના કરતા મૌન આવશ્યક.

ભાષાની સુંદરતાને વ્યક્તિની સુંદરતા સાથે કોઈ સંબંધ નથી.

અંતરની સ્વછતા આગળ બાહ્ય દેખાવ વામણો છે.

મોટે  ભાગે વાણી કરતાં વર્તન વધું બોલે છે.

વાણી યા વર્તન દ્વાર બીજાની માનહાની પાપ છે.

ભલું ન કરી શકો તો વાંધો નહી, જાણતા અજાણતા કોઇનું હૈયુ ન દુભવશો.

આગ કરતા આહમા અગણિત શક્તિ છુપાયેલી છે. 

નીંદા યા ખોટી અફવા ફેલાવવાથી કોને લાભ?

હંમેશા તટ્સ્થ મનથી વિચારો. કોઈના દોરાવાયા ના દોરવાશો!

વાણી, વર્તન, વિવેક, વિચાર, વિષય,વ્યવસ્થા,  વિશેષ  ‘વ’થી શરુ થાય,

જો તેમા અસંગતતા જણાય તો ‘વામણા’ વરતાય. 

વા, વાદળ, વર્ષા અને વાયરો પવનને આધિન છે.

‘વિચાર’, ‘વર્તન’ અને ‘વાણી’  માનવને આધીન છે.

ઉનાળાની ગરમીથી બચવા

April 28th, 2010
ઉનાળાની ગરમીથી બચવાનો સરળ પથ.
વિશ્વાસ અને શ્રધ્ધા સાથે અમલમા મૂકશો
તેવી નમ્ર વિનંતિ.
પ્રાણાયામઃ ખાસ કરીને ગરમીમા સહાય રૂપ.
ચન્દ્રનાડી પ્રાણાયામ
૧. કોઈ પણ અનૂકુળ સ્થિતિમા બેસો.
પલાંઠીવાળીને, અર્ધ પદ્માસન, પદ્માસન યા વજ્રાસન
૨.  ૐ સહનાવવતુ શ્લોક બોલો.
૩. આંખ બંધ રાખવાની કોશીશ કરી, શ્વાસ ની આવન
જાવન પર ધ્યાન કેંન્દ્રિત કરો.
૪.જમણા હાથે જમણું નસકોરું બંધ કરી લાંબા શ્વાસ લેવાના
અને છોડવાના.   ૯ વખત. ( ડાબા નસકોરાથી)
શીતલી પ્રાણાયામ
૧. જીભને બંને બાજુથી વાળી નાની  નળી જેવો
આકાર કરવો.
૨. મોઢાથી ઉંડા શ્વાસ લઈ નાકેથી બહાર કાઢવો.
૩. ૯ વખત
શિતકારી પ્રાણાયામ
૧. જીભને આગળથી વાળી ઉપરના તાળવાને
સહારે રાખી ખુલ્લા મોઢે શ્વાસ લેવા.
૨. મોઢું બંધ કરી ઉચ્છવાસ બહાર નાકેથી કાઢવો.
૩. ૯ વખત
સદંતા પ્રાણાયામ
૧. ઉપર અને નીચેના દાંત સાથે રાખી બાજુમાંથી
શ્વાસ લેવો.
૨. મોઢું બંધ કરી નાકેથી ઉચ્છવાસ બહાર કાઢવો.
૩. ૯ વખત.
જો તમારે ચોકઠું, બ્રિજ કે ખોટા દાંત  હોય તો આ સદંતા
પ્રાણાયામ ન કરશો.

રોમ રોમ પર

December 27th, 2009

વાળ–વાલમ                          ભાલ–ભગવંત

આંખ–અમૃતપાનાર               કીકી–કામણગારો

ગાલ–ગોવિંદ                          કાન–કૃષ્ણ

કુંડળ–કમળનયન                   અધર–અંતર્યામી

બીંદી–બ્રિજચંદ્ર                        પાંપણ–પરમાનંદ

જીભ–જીવનદાતા                   ગરદન–ગોપાલ

હથેળી–શ્યામ                          આંગળી–આતમપ્યારે

કર–કિરતાર                               ભુજ–ભગવાન

 કંકણ–કૃપાળુ                             મુખ–માખણ ખાનારો

  હૈયે–હરિવર                            મનમાં–માધવ

 નાસિકા–નટવર                     નથણી–શ્રીનાથ

 ઉદર–દામોદર                         કટી–કરુણાસાગર

 માંહ્યલો–માધવ                       ચોલી–ચિત્તચોર

 પાલવ–પ્રિતમ                         કંચુકી–કાનો

 પાયલ–પાવનકારી               રોમ રોમ–રસરાજ

 

વાંચો અને વિચારો

December 22nd, 2009

     દુનિયામા રહીએ અને પ્રેમ ન હોય?

     ગણિત ગણીએ અને આંકડા ન હોય?

      બાળક હોઈએ અને નિર્દોષતા ન હોય?

       યુવાન હોઈએ અને તરવરાટ ન હોય?

        પ્રૌઢતામા સહનશિલતા ન હોય?

 

       હવે વાત કરવી છે,  આસક્તિ કેવી રીતે ઓછી થાય?

ખૂબ સરળ છે.  ‘ જો આ-સક્તિ હૈ, વો જા-સક્તિ હૈ” 

 છે ને સાચી વાત! કદીય તેનો ઉપદ્રવ ન કરવો.

માત્ર ધીરે ધીરે  પ્રયત્ન કરવો.

    

સરળ ‘ગીતા’

September 13th, 2009

વગર કારણે શામાટે ચીંતા કરે છે ?

તું વિના કારણે કોનાથી ડરે છે ?

      કોણ તને મારી શકે ?

આત્મા જનમ લેતો નથી કે મરતો નથી

 જે કાંઈ બન્યું, બને છે અને બનશે તે

તારા સારા માટે જ હશે.

ભૂતકાળ માટે  કોઈ દુખ લગાડીશ નહી.

ભવિષ્યની ચીંતા કરીશ નહી.

વર્તમાન વહી રહ્યો છે.

તેં શું ગુમાવ્યું કે તું રડે છે ?

તું શું લઈને આવ્યો હતો ?

તેં શું ગુમાવ્યું છે ?

તેં શું પેદા કર્યું કે તને લાગે છે તેં ખોયું?

તું કાંઈ જ લાવ્યો નહતો.

જે પણ છે તે અંહીથી જ મેળવ્યું છે.

જે કાંઈ પણ મેળવ્યું તે ઈશ્વરની ક્રુપાથી

જે કાંઈ પણ અર્પ્યું તેને જ સમર્પ્યું.

તું ખાલી હાથે આવ્યો, ખાલી જવાનો.

આજે જે કાંઈ પણ તારું છે, તે કાલે

કોઈનું હતું. આવતીકાલે બીજાનું હશે.

તેમા તું ભૂલથી મહાલે  આ મારું તેમ માને.

આ મિથ્યા આનંદ જ તારા દુખનું કારણ છે.  

કુદરતનું ચક્ર હંમેશા ફરતું રહે છે.

જેને અંત માને છે તે જીંદગીની શરુઆત છે.

કરોડપતીને રોડપતી બનાવવાની તાકાત તેનામા છે.

તારું,મારું,નાનું મોટુંનો ભેદ મનમાંથી કાઢી નાખ.

સઘળું તારું છે  અને તું સર્વનો છે.

આ પાર્થિવ દેહ તારો નથી,તું દેહનો નથી.

આ શરીર પંચમહાભૂતમાંથી નિર્માણ થયું છે.

અગ્નિ, પાણી, વાયુ, પ્રુથ્વિ અન્ર આકાશ

તે તેમાંજ અંતે મળી જશે.

જેઓ આ સત્યને જાણે છે તેઓ

ભય, દુખ અને ચીંતાથી પર છે.

તું જે પણ કરે તે શ્રધ્ધા અને વિશ્વાસથી કર.

જેનાથી તને શાશ્વત સુખની પ્રાપ્તિ થશે.

ખુશી

August 12th, 2009

ખુશ રહેવું અને થવું કોને નથી ગમતું?

કિંતુ ખુશી

 

 ખુશી સ્વ પર અવલંબિત છે.

 ખુશી વસ્તુ પર આધારીત નથી.

 ખુશી ખુદમા છુપાયેલ છે.

  ખુશી પરિસ્થિતિ છે.

  ખુશ થવાય આપમેળે.

   ખુશી શાંતીની જનેતા છે.

   ખુશી શાશ્વત છે.

    ખુશી વહેંચવાથી વધે છે.

    ખુશીને દેશ કાળનું બંધન નથી.

     ખુશી ચેપી રોગ છે.

     ખુશ રહો અને ખુશ રાખો.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.