જીંદગી શરૂ થાય છે કોરી કિતાબ દ્વારા
દર વર્ષને અંતે આપણે આવક અને
જાવકનું ‘સરવૈયું’ કાઢતા હોઈએ
છીએ.
યાદ રહે જીવનમાં
સરવાળા સદવર્તનના
બાદબાકી ભૂલોની
ગુણાકાર પ્રેમનો
ભાગાકાર વેરઝેરનો
સુખી થવાની ચાવી.
આ જીંદગીની કિતાબનું સરવૈયું કાઢજો
સરવાળાને બાદબાકી યોગ્ય સ્થળે માંડજો
ગુણાકારને ભાગાકાર દ્વારા સુલઝાવજો
આ જીંદગીની——
બાળપણાંની પ્રિતડી ને જુવાનીનું ગાંડપણ
પ્રૌઢાવસ્થામાં તેનું લાવજો નિરાકરણ
સરવાળાને—-
ગુણાકાર ને—–
કર્યા કર્મ પસ્તાવાને ઝરણે વહાવજો
નિતિમય કાર્ય દ્વારા જીવન દીપાવજો
સરવાળાને——
ગુણાકારને—–
કર્યું કશું છુપતું નથી ચિત્રગુપ્તને ચોપડે
માહ્યલો સદાયે મુંગો રહી સાક્ષી ભરે
સરવાળાને —–
ગુણાકારને——
આવગમન જીંદગીનો અસ્ખલિત પ્રવાહ છે
જીંદગીની ભવ્યતામાં મૃત્યુ ચિરવિદાય છે
સરવાળાને બાદબાકી યોગ્ય સ્થળે માંડજો
ગુણાકારને ભાગાકાર દ્વારા સુલઝાવજો
આ જીંદગીની કિતાબનું સરવૈયું કાઢજો
સરવૈયુ
February 15th, 2007 by pravinash Leave a reply »
Advertisement
સરસ…
સરવૈયું આપો આપ થઈ જાઈ,
સમી-સાંજ આવતા આવતા,
સરવૈયાના હિસાબમાં મોડું થઈ જાઈ….
તો પછી…
પસ્તાવાનું ઝરણું વહે છે નિજ બાગ માં!!
ચાલો ડુબકી મારી એ, એ ઝરણમાં!
સરસ રચના છે…
saras rachana chhe
ggod